Book Title: Kavi Sahaj Sundar Krut Gunratnakar Chand Author(s): Kantilal B Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 4
________________ ધાત ખરી જઉ લાગસ્યઈ, તઉ છોડવસ્યઉ ડ્રાંમ આ ક્ષણ સુધી તો કોશા કોઈપણ પુરુષનો સંગ કરનારી ગણિકા માત્ર છે. પણ પછી સ્થૂલિભદ્રને નજીકથી નિહાળીને પોતે એનાથી પ્રભાવિત બની જાય છે. કવિ એનું આ ભાવપરિવર્તન આ રીતે નોધે છે : પહિલઉ ઠગવિદ્યા હુંતી, દીઠઉ થયઉ સ-ભાવ, સાંહમ્મૂ લાગી ઝૂરિવા, જલ વિણ જિસ્યઉ તલાવ. અત્યાર સુધી પોતાના ભૂભંગથી જગતને ભોળવનારી ને લોકને છળનારી કોશા સ્થૂલિભદ્રને જોઈને એમની કિંકરી-દાસી બની ગઈ. ૧૮૬ ભૂભંગિ ભાવઈ જગ ભોલત્યઉ, છલ્યા લોક જીંદા કરી, શ્રી થૂલિભદ્ર પેખી કરી થઈ વિશે તે કિંકરી તે વિચારે છે : હવે ઉડાઉડ કેમ હાથિ પોપટ બઈર્ટાઉ આંગણે બેઠેલા પોપટને હવે હાથે કરીને કેમ ઉડાડી મૂકું ? પછી તો શૃંગારનિરૂપણ ઘેરો રંગ ધારણ કરે છે. કોશાનું દેહસૌંદર્ય, એનાં વસ્ત્રાભૂષણો, અને એના પ્રપંચી હાવભાવનાં વર્ણનોમાં કવિ ભાવકને ઘસડી જાય છે. Jain Education International મયમત્તા મયગલ જિસ્યા થણહર સૂર સુભટ્ટ, પેખી નર પાછા પડઈ, મેહલઈ માન મરટ્ટ. સુવન્ન દેહ રૂપરેહ, કાંમગેહ ગજ્જએ, ઉરસ્થ હાર, હીર ચીર, કંચુકી વિરજએ, કટકિ લંકિ ઝીણ વંક અગ્નિ ખગ્ગિ દ્રુમ્મએ પયોહરાણ પકિખ પકિખ લોક લકખ ઘુમ્મએ અનંગરંગ અંગ અંગ કોસિ વેસિ દકખએ, કડકખ ચકખ તીર તિકખ તિકિખ તિકિખ મુકકએ નીચેની કડીમાં કોશાને સરોવરના રૂપકથી કવિ વર્ણવે છે : નારિસરોવર સબલ સકલ મુખકમલ મનોહર, ભમુહ ભમહિ રણઝણતિ, નયનયુગ મીન સહોદર, પ્રેમ તણઉ જલ બહુલ, વયણ રસહિરિ લત્તિ, કબરી જલસંવાલ, પાલિ યૌવન મયમત્તિ, નવ ચક્રવાક થણહરયુગલ, કરઈ રંગ રાતિ રમતિ, શ્રી સ્થૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઈ હંસહંસી જમતિ. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6