Page #1
--------------------------------------------------------------------------
________________
કવિ સહજસુન્દરકૃત ગુણરત્નાકરછંદ
| ડૉ. કાન્તિલાલ બી. શાહ જૈન સાધુકવિ સહજસુન્દર ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ-ધનસારની પરંપરામાં રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય. એમણે રચેલ નાનીમોટી કૃતિઓની સંખ્યા ૨૫ જેટલી થવા જાય છે. એ કૃતિઓમાંની કેટલીકમાં મળતાં રચનાવર્ષને આધારે કવિ સહજસુન્દરનો જીવનકાળ ૧૬મી સદીનો પૂર્વાધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. એમની રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, સ્તવન, સઝાય વગેરે પદ્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે.
ઋષિદત્તા મહાસતી રાસ, જંબૂસ્વામી અંતરંગરાસ, આત્મરાજ રાસ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ, તેતલી મંત્રીનો રાસ, અમરકુમાર રાસ, ઈરિયાવહી વિચાર રાસ, પરદેશી રાજાનો રાસ, સ્થૂલિભદ્ર રાસ, શુકરાજ-સુડાસાહેલી રાસ, ગુણરત્નાકર છંદ, સરસ્વતી માતાને છંદ, રત્નકુમાર-રત્નસાર ચોપાઈ, આંખકાન સંવાદ, યૌવન જરાસંવાદ, તે ઉપરાંત કેટલીક સ્તવનો-સઝાયો જેવી કૃતિઓ સહજસુન્દરે રચી છે. પણ આ સૌમાં ઉત્તમ રચના કદાચ ગુણરત્નાકરછંદ જ છે. આ કૃતિ ઈ.સ. ૧૫૧૬ (સંવત ૧૫૭૨)માં રચાયેલી છે. એટલે કહી શકાય કે આ કવિનો જન્મ લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થયો છે.
છેક હમણાં સુધી આ કવિની કેવળ ૩ નાની રચનાઓ જ મુદ્રિત થઈ હતી. પણ તાજેતરમાં શ્રીમતી નિરંજના વોરાએ આ કવિની લગભગ ચૌટેક કૃતિઓ સંપાદિત કરેલી પ્રગટ થઈ છે. પણ એમની ઉત્તમ રચના ગુણરત્નાકરછંદ તો, એની સંખ્યાબંધ હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં, હજી અપ્રકટ જ રહી છે.
ગુણરત્નાકરણંદ કૃતિનો મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા ધૂલિભદ્ર-કોશાના કથાનકનો છે. આખી રચના કુલ ૪ અધિકારોમાં વહેંચાયેલી છે અને કુલ ૪૧૯ કડી ધરાવે છે. આખી કૃતિ વાંચતાં એક કથાત્મક કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ પરત્વે આપણું લક્ષ દોરાય છે તે મારી દષ્ટિએ આ પ્રમાણે છે :
૧. આ કૃતિમાં વાર્તાકથન કવિનું ગણ પ્રયોજન રહ્યું છે. ૨. અહીં કથન કરતાં ભાવનિરૂપણ અને વર્ણન વિશેષ ધ્યાન ખેંચે છે. ૩. કૃતિના બહિરંગની પણ કવિએ સવિશેષ માવજત કરી છે.
૪. ચારણી છટાવાળા વિવિધ છંદોને કવિએ ખૂબ લાડ લડાવીને એમાંથી ભરપૂર સંગીત ઊભું કર્યું છે.
૫. કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે.
આ પાંચ મુદ્દાઓમાંથી આપની સમક્ષ તો, આ કૃતિમાં થયેલાં ભાવનિરૂપણ અને વર્ણન વિશે, કેટલાંક ઉદાહરણો આપીને, થોડીક વાત કરીશ.
ગુણરત્નાકરછંદ
૧૮૩
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુણરત્નાકરછંદ કથાત્મક કૃતિ હોઈ અહીં કથાનો દોર છે ખરો, પણ ખૂબ જ પાતળો. કથાનકને નિમિત્ત બનાવીને સહજસુન્દર કવિત્વની ખરી છોળો ઉછાળે છે તે તો એનાં અલંકૃત વર્ણનોમાં, કથા એ કવિનું મુખ્ય પ્રયોજન રહ્યું નથી.
પ્રથમ અધિકાર સરસ્વતીદેવીનું મહિમાગાન, સ્થૂલિભદ્ર-પ્રશસ્તિ અને પાડલપુર નગરીના વર્ણનમાં સમાપ્ત થાય છે.
બીજા અધિકારમાં સ્થૂલિભદ્રનો જન્મોત્સવ, બાળ સ્થૂલિભદ્રનો લાલનપાલન સાથે થતો ઉછેર, સ્થૂલિભદ્રની બાલચેષ્ટાઓ, યૌવનમાં એમની સંક્રાન્તિ અને પછી યુવાન બનેલા સ્થૂલિભદ્રનો કોશા સાથે ભોગવિલાસ - આમ એક પછી એક આવતાં વર્ણનોના પ્રવાહમાં ભાવક તણાય છે.
ત્રીજા અધિકારમાં આરંભે, સ્થૂલિભદ્રના પિતા શકટાલના રાજ ખટપટથી થયેલા મૃત્યુનો તો કવિ સંક્ષિપ્ત ઉલ્લેખ જ કરે છે. કવિને વિશેષ રસ છે, રાજ્યનું તેડું આવતાં સ્થૂલિભદ્ર માનસિક વિમાસણના ચિત્રાલેખનમાં. સ્થૂલિભદ્રનો વૈરાગ્ય, કોશાનો પીંખાયેલો મનમાળો, એની સાથે વિરહદશા - આ વર્ણનોમાં ત્રીજો અધિકાર રોકાય છે.
1
ચોથો અધિકાર ચોમાસુ ગાળવા આવેલા સ્થૂલિભદ્રનું મન રીઝવવા માટે કોશાના પ્રયાસોના ચિત્ર વર્ણનમાં રોકાય છે. છેવટે સ્થૂલિભદ્રનો કોશાને બોધ અને કોશાનું હૃદય પરિવર્તન - ત્યાં કૃતિ સમાપ્ત થાય છે.
આંતરપ્રાસ, અન્ત્યાનુપ્રાસ, શબ્દાલંકાર, ઝડઝમક, સ્વાનુસારી શબ્દપ્રયોજના, ચારણી છટાવાળો લયહિલ્લોળ અને ક્વચિત્ કંઠ્ય-વાદ્ય સંગીતની સૂરાવલી-આ બધામાંથી એક વિશિષ્ટ નાદસંગીત નીપજે છે. કેટલાંક વર્ણનો અહીં સંગીતબદ્ધ બની આપણને વિશિષ્ટ લયપ્રવાહમાં ખેચી જાય છે.
પ્રથમ અધિકારમાં સરસ્વતીની પ્રશસ્તિ સાંભળશો :
ઘમઘમ ઘૂઘર ઘમઘમ કંતય, ઝંઝર રિમઝિમ રણરણકતય, કરિ ચૂડિ રણકંતિ કિ દિખઈ, તુહ સિંગાર કી સહ ઊપઈ. કવિ સ્થૂલિભદ્રની પ્રશસ્તિ આ શબ્દોમાં કરે છે :
૧૮૪
પાટલીપુત્ર નગરીનું વર્ણન ચિત્રાત્મક બન્યું છે. પાડલપુરનાં પ્રજાજનો, એની પૌષધશાળાઓ અને ધર્મશાળાઓ, બાગબગીચા, વાવસરોવરકૂપ આદિ જળાશયો, એના રાજવી અને મંત્રી - આ બધી વિગતોને સમાવી લેતું પ્રાસયુકત નગરવર્ણન કવિએ કર્યું છે. એમાં ક્યાંક ક્યાંક કવિ શબ્દચાતુરીભર્યા યમકપ્રયોગ પણ કરે છે :
ગુણરોલ લોલ કલોલ કીરતિ ચપલ ચિહું દિસ હિંસએ, ઝલહલઈ સિરિ સુહ ઝાંણ, સીકર શીલભૂષણ દીસએ.
મોટે મંદિર બહૂ કોરણીઆં, નયણિ ન દીસઈ તિહાં કો રણીઆં, સૂર વહઈ નિતુ કરી કોદંડહ, કહ તીરછેં નવિ દેહ કો દંડહ.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
પાલ ખીઈં બઈસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા બીજા અધિકારનો આરંભ કવિ સ્થૂલિભદ્રના જન્મોત્સવથી કરે છે :
પંચ શબ્દ વાજઈ વિલ ઢોલહ, મૃગનયણી મંગલ મુખિ બોલહ. દૂહા ગીત ભણઈ ગુણગાથા, કુંકમ કેસરના ઘઈ હાથા, નવનવ નારિ વધાવઈ કોડે, રોપઈ કેલિ મનોહર ટોડે.
પણ પછી તો જન્મોત્સવનું આખું ચિત્ર સંગીતમાં સંક્રમે છે : ધણ ગજ્જઈ જિમ કીરય સુવ૯, વજ્જઈ ધધિકિટ ફ્રેંકટ મહલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થોગિનિ તિથૅગ નિરાકટ થૌગા. તાથોગિનિ તાથોગિનિ તિધુગિનિ તિયુગિનિ, સિરિગમ મપદ્ધમિ સુસર સરં,
નીસાણ કિ મતિ દ્રુમમ દ્રહકંતિ દ્રહદ્રહ બ્રુકાર કરું,
ઝઘરિ ઝણઝણકંતિ, ભેરિ ભણકંતિ ભૌ ભૌ ભૂંગલ ભરહર,
ઘૂગ્ધર ઘમઘમકંતિ, રણણરણકંતિ, સસબદ સંગિતિ સદ્દવર,
બાલ સ્થૂલિભદ્ર પ્રત્યે માતાપિતાનું વાતસલ્ય જુઓ :
લાલઈ પાલઈ નઈ સંસાલઈ, સુત સાહોંમ વલિ વલિ નિહાલઈ.
આમાં ‘લ’ વર્ણનો પ્રયોગ અને ક્રિયાપદોમાંના અઈનાં ઉચ્ચારણોનાં થતાં પુનરાવર્તનોમાંથી ઝરતું નાદસૌદર્ય કર્ણપ્રિય બને છે.
સ્થૂલિભદ્રની બાલસહજ ચેષ્ટાઓના વર્ણનમાં ચિત્ર અને સંગતની જુગલબંધી જોઈ શકાશે : લીલા લટકંતઉ, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલખંતઉ,
પુહવી તલિ પડતઉ, પુત્ર આખડતઉ, ન રહઈ રડતઉ, ઠણકંતઉ
યુવાન સ્થૂલિભદ્રને આવતા જોઈને કોશાને પહેલાં તો એને ઠગવાનો, ધૂતકારવાનો ભાવ જાગે છે. તે વિચારે છે :
ગાગરત્નાકરછંદ
ગાઢા ધૂત મઈ ઠગ્યા, છોકર છલ્યા છયદ, ધોરીકા ધૂરિ પેતરું, હવઈ એ કરું બયલ.
૧૮૫
Page #4
--------------------------------------------------------------------------
________________
ધાત ખરી જઉ લાગસ્યઈ, તઉ છોડવસ્યઉ ડ્રાંમ
આ ક્ષણ સુધી તો કોશા કોઈપણ પુરુષનો સંગ કરનારી ગણિકા માત્ર છે. પણ પછી સ્થૂલિભદ્રને નજીકથી નિહાળીને પોતે એનાથી પ્રભાવિત બની જાય છે. કવિ એનું આ ભાવપરિવર્તન આ રીતે નોધે છે :
પહિલઉ ઠગવિદ્યા હુંતી, દીઠઉ થયઉ સ-ભાવ, સાંહમ્મૂ લાગી ઝૂરિવા, જલ વિણ જિસ્યઉ તલાવ.
અત્યાર સુધી પોતાના ભૂભંગથી જગતને ભોળવનારી ને લોકને છળનારી કોશા સ્થૂલિભદ્રને જોઈને એમની કિંકરી-દાસી બની ગઈ.
૧૮૬
ભૂભંગિ ભાવઈ જગ ભોલત્યઉ, છલ્યા લોક જીંદા કરી, શ્રી થૂલિભદ્ર પેખી કરી થઈ વિશે તે કિંકરી
તે વિચારે છે : હવે ઉડાઉડ કેમ હાથિ પોપટ બઈર્ટાઉ
આંગણે બેઠેલા પોપટને હવે હાથે કરીને કેમ ઉડાડી મૂકું ?
પછી તો શૃંગારનિરૂપણ ઘેરો રંગ ધારણ કરે છે. કોશાનું દેહસૌંદર્ય, એનાં વસ્ત્રાભૂષણો, અને એના પ્રપંચી હાવભાવનાં વર્ણનોમાં કવિ ભાવકને ઘસડી જાય છે.
મયમત્તા મયગલ જિસ્યા થણહર સૂર સુભટ્ટ, પેખી નર પાછા પડઈ, મેહલઈ માન મરટ્ટ. સુવન્ન દેહ રૂપરેહ, કાંમગેહ ગજ્જએ, ઉરસ્થ હાર, હીર ચીર, કંચુકી વિરજએ, કટકિ લંકિ ઝીણ વંક અગ્નિ ખગ્ગિ દ્રુમ્મએ પયોહરાણ પકિખ પકિખ લોક લકખ ઘુમ્મએ અનંગરંગ અંગ અંગ કોસિ વેસિ દકખએ, કડકખ ચકખ તીર તિકખ તિકિખ તિકિખ મુકકએ નીચેની કડીમાં કોશાને સરોવરના રૂપકથી કવિ વર્ણવે છે :
નારિસરોવર સબલ સકલ મુખકમલ મનોહર, ભમુહ ભમહિ રણઝણતિ, નયનયુગ મીન સહોદર, પ્રેમ તણઉ જલ બહુલ, વયણ રસહિરિ લત્તિ, કબરી જલસંવાલ, પાલિ યૌવન મયમત્તિ, નવ ચક્રવાક થણહરયુગલ, કરઈ રંગ રાતિ રમતિ, શ્રી સ્થૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઈ હંસહંસી જમતિ.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
અહીં કોશા સરોવર, મુખ કમળ, આંખો મીનદ્રય, પ્રેમ જલ, વાણી રસલહરી, કેશકલાપ જલશેવાળ, યૌવન સરોવરપાળ, સ્તનયુગ્મ ચક્રવાકયુગલ તરીકે વર્ણવાયાં છે.
નારિ સરોવર સબલ સકલ મુખકમલ મનોહર' આ પંક્તિમાં “સ' અને “મ' શ્રુતિનાં આવર્તનો અને સબલ, સકલ, કમલન શબ્દાનુપ્રાસ વિશિષ્ટ ઝડઝમક ઊભી કરે છે. લલિતકોમલકાંત પદાવલિનો અનુભવ અહીં થાય છે.
પછી તો કોશાના શૃંગારી હાવભાવ અને કામક્રીડાનાં કેટલાંક વ્યંજનાપૂર્ણ વર્ણનો ચાલે છે. એક ઉદાહરણ :
પોપટ દ્રાખ તણઉ રસ ઘૂંટઈ, પાસિ પડી સૂડી નવિ છૂટઈ,
દોઈકર પાખર બંધન ભીડઈ, આંકસ નખ દેઈ તન પીડઈ. વેશ્યાનો સ્નેહ કદી એક વ્યક્તિનિક હોતો નથી, પણ સ્વાર્થવૃત્તિવાળો હોય છે, અને અનેકની સાથે એ કેવું ફૂડકપટ કરે છે એ વાત કહેવા કવિએ જે કલ્પનાચિત્ર રજૂ કર્યું છે એ કાવ્યાત્મક છે. આ કલ્પનાચિત્ર અને વિરલ લાગ્યું છે અને બીજે કયાંય વાંચ્યાનું જાણમાં નથી.
સૂરિજ જળ અસ્થમઈ કેશ તિમ મૂકી રાઈ, જળ વેલા જેહની, તામ હસ્યઉંમન મોહઈ, કુલ તાર સિરિ ધદ્ધિ, રમાઈ ચંદા સાથઈ, સૂર સમઈ જાણેવિ કુલ પણિ નાંખઈ હાથઈ,
ઈમ યુણિ ફૂડ બિહુચઈ કરઈ, વેશિ કહીં સાચી નઉ હઈ. અહીં સહજસુન્દર કવિ વેશ્યાને રજની સાથે સરખાવીને કહે છે કે જ્યારે સૂરજ આથમે છે ત્યારે રાત્રિ કેશ છૂટા મૂકીને (અંધકાર માટેનું કલ્પન) રુદન કરે છે. પણ પછી, જેવી જેની વેળા, તે પ્રમાણે તેની સાથે મન લગાડે છે. રાત્રિ તારા રૂપી ફૂલો માથામાં ખોસીને (શૃંગાર સજીને) ચંદ્ર સાથે રમત માંડે છે. પછી પાછો સૂર્યને આવવાનો સમય જાગીને માથામાંથી કુલ પોતાને હાથે નાંખી દે છે. (દિવસ ઊગતાં તારા અસ્ત પામે છે તે માટેનું કલ્પન) આમ રાત્રિ બન્નેની સાથે (સૂર્ય અને ચંદ્રની સાથે) કૂડકપટ કરે છે. એ જ રીતે વેશ્યા કદી સાચી હોય નહીં.
ત્રીજા અધિકારમાં રાજ્યનું નિમંત્રણ આવતાં યૂલિભદ્રની વિમાસણ બળદના ઉપમાનથી કવિએ ચિત્રિત કરી છે.
જે હીંડવઉ મોકલવરઈ, માથઈ ન પડ્યું ભાર,
તે ધોરિ ધુરિ જોતરઈ, ધૂગઈસીસ અપાર. જે બળદ મોકળો-મુકત ફર્યો હોય, માથે કોઈ ભાર ન પડ્યો હોય, તેને ધૂંસરી સાથે જોતરવામાં આવે ત્યારે તેનું મસ્તક ધુણાવીને કેવો અણગમો-વિરોધ પ્રગટ કરે છે. એવી જ સ્થિતિ સ્થૂલિભદ્રની
ગુણરત્નાકરછંદ
૧૮૭ ?
Page #6
--------------------------------------------------------------------------
________________ રાજદરબારે જતા સ્થૂલિભદ્રનો વિયોગ કોશાને શી રીતે સહ્ય બને ? એની કાકલૂદીનું ચિત્ર જુઓ : જિમ જિમ પ્રીઉ પગલાં ભરઈ, તિમ તિમ અધિક રકંતિ, આગલિ પાછલિ ઊતરી, પ્રીઉ પાલવ ઝાંલંતિ. કોશાના વિરહ ભાવના નિરૂપણ અત્યંત ચિત્રાત્મક આલંકારિક, કલ્પનાસમૃદ્ધ, ઝડઝમક પ્રચુર અને કવચિત્ શબ્દ શ્લેષયુક્ત બન્યાં છે : ક્ષણિ બાહિરિ ક્ષણિ ઊભી તડકઈ, રીસભરી સહીઅર સ્યઉંતડકઈ હારદોર દીસઈનવિ ગલઈ એ, ભોજન મુખિ સરસ નવિ ગલઈએ! ભમરીની પરિ પીઉ ગુણ ગણતી, કરિ ચૂડી નાંખઈ ગુણગણતી. કોશાનો હદયચિત્કાર જુઓ: મનપંખી માલુ કરઈ, હિતું ઘઉંસદેવ, તે માલઉ તુઝ માંજતાં, દયા ન આવી દેવ. ચોથા અધિકારમાં પલટાયેલી પરિસ્થિતિનું આલેખન છે. સાધુ બનેલા ધૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા છે. સ્થૂલિભદ્રનું મન રીઝવવા કોશાના પ્રયાસોનું વર્ણન શૃંગારરસિક, પ્રાસાનુપ્રાસયુકત અને નાદસોંદર્યથી સભર બન્યું છે. નાચઈનાચ કરી સિંગારહ ધિધિકર કંકરના ધોકારહ, ચોલાઈચીર કસી કરિ ચરણા, ધમકાવઈ ઝમકાવઈ ચરણા. કોશા વેશ્યા રમણિ, કેલિ જઈસા નમણિ, હંસલીલા ગમણિ, ચતુર ચંપકવરણિ, ઘૂમઈ ઘૂઘર પગણિ જ મલિ ઝઝર ઝગણિ, નાચઈ ખેલઈ તરણિ, ધસઈ ધડહાઈ ધરણિ, વલવલી લાગઈ ચરણિ, ચવઈબોલ મીઠા વ્યણિ, ગુણવેધ ભેદ દાખઈ ધરણિ, પ્રાણનાથ તોરઈશરણિ. આ કૃતિમાં ચારણી છંદોની લયછટા, કવિનું પાંડિત્ય, બોધતત્ત્વને પણ મળતું કાવ્યરૂપ, કવિની ભાષા-શૈલી વગેરે અન્ય મુદ્દાઓ વિશે પણ ઘણું કહી શકાય એમ છે, પણ અહીં કાવ્યમાં થયેલું કેટલુંક ભાવનિરૂપણ અને અલંકરણ-તે વિશે કેટલાંક મહત્ત્વનાં ઉદાહરણો આપવાનું જ પર્યાપ્ત ગયું છે. આ પણ છે કે જે 4ረረ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ