Book Title: Kavi Sahaj Sundar Krut Gunratnakar Chand
Author(s): Kantilal B Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 6
________________ રાજદરબારે જતા સ્થૂલિભદ્રનો વિયોગ કોશાને શી રીતે સહ્ય બને ? એની કાકલૂદીનું ચિત્ર જુઓ : જિમ જિમ પ્રીઉ પગલાં ભરઈ, તિમ તિમ અધિક રકંતિ, આગલિ પાછલિ ઊતરી, પ્રીઉ પાલવ ઝાંલંતિ. કોશાના વિરહ ભાવના નિરૂપણ અત્યંત ચિત્રાત્મક આલંકારિક, કલ્પનાસમૃદ્ધ, ઝડઝમક પ્રચુર અને કવચિત્ શબ્દ શ્લેષયુક્ત બન્યાં છે : ક્ષણિ બાહિરિ ક્ષણિ ઊભી તડકઈ, રીસભરી સહીઅર સ્યઉંતડકઈ હારદોર દીસઈનવિ ગલઈ એ, ભોજન મુખિ સરસ નવિ ગલઈએ! ભમરીની પરિ પીઉ ગુણ ગણતી, કરિ ચૂડી નાંખઈ ગુણગણતી. કોશાનો હદયચિત્કાર જુઓ: મનપંખી માલુ કરઈ, હિતું ઘઉંસદેવ, તે માલઉ તુઝ માંજતાં, દયા ન આવી દેવ. ચોથા અધિકારમાં પલટાયેલી પરિસ્થિતિનું આલેખન છે. સાધુ બનેલા ધૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા છે. સ્થૂલિભદ્રનું મન રીઝવવા કોશાના પ્રયાસોનું વર્ણન શૃંગારરસિક, પ્રાસાનુપ્રાસયુકત અને નાદસોંદર્યથી સભર બન્યું છે. નાચઈનાચ કરી સિંગારહ ધિધિકર કંકરના ધોકારહ, ચોલાઈચીર કસી કરિ ચરણા, ધમકાવઈ ઝમકાવઈ ચરણા. કોશા વેશ્યા રમણિ, કેલિ જઈસા નમણિ, હંસલીલા ગમણિ, ચતુર ચંપકવરણિ, ઘૂમઈ ઘૂઘર પગણિ જ મલિ ઝઝર ઝગણિ, નાચઈ ખેલઈ તરણિ, ધસઈ ધડહાઈ ધરણિ, વલવલી લાગઈ ચરણિ, ચવઈબોલ મીઠા વ્યણિ, ગુણવેધ ભેદ દાખઈ ધરણિ, પ્રાણનાથ તોરઈશરણિ. આ કૃતિમાં ચારણી છંદોની લયછટા, કવિનું પાંડિત્ય, બોધતત્ત્વને પણ મળતું કાવ્યરૂપ, કવિની ભાષા-શૈલી વગેરે અન્ય મુદ્દાઓ વિશે પણ ઘણું કહી શકાય એમ છે, પણ અહીં કાવ્યમાં થયેલું કેટલુંક ભાવનિરૂપણ અને અલંકરણ-તે વિશે કેટલાંક મહત્ત્વનાં ઉદાહરણો આપવાનું જ પર્યાપ્ત ગયું છે. આ પણ છે કે જે 4ረረ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6