Book Title: Kavi Sahaj Sundar Krut Gunratnakar Chand
Author(s): Kantilal B Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પાલ ખીઈં બઈસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા બીજા અધિકારનો આરંભ કવિ સ્થૂલિભદ્રના જન્મોત્સવથી કરે છે : પંચ શબ્દ વાજઈ વિલ ઢોલહ, મૃગનયણી મંગલ મુખિ બોલહ. દૂહા ગીત ભણઈ ગુણગાથા, કુંકમ કેસરના ઘઈ હાથા, નવનવ નારિ વધાવઈ કોડે, રોપઈ કેલિ મનોહર ટોડે. પણ પછી તો જન્મોત્સવનું આખું ચિત્ર સંગીતમાં સંક્રમે છે : ધણ ગજ્જઈ જિમ કીરય સુવ૯, વજ્જઈ ધધિકિટ ફ્રેંકટ મહલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થોગિનિ તિથૅગ નિરાકટ થૌગા. તાથોગિનિ તાથોગિનિ તિધુગિનિ તિયુગિનિ, સિરિગમ મપદ્ધમિ સુસર સરં, નીસાણ કિ મતિ દ્રુમમ દ્રહકંતિ દ્રહદ્રહ બ્રુકાર કરું, Jain Education International ઝઘરિ ઝણઝણકંતિ, ભેરિ ભણકંતિ ભૌ ભૌ ભૂંગલ ભરહર, ઘૂગ્ધર ઘમઘમકંતિ, રણણરણકંતિ, સસબદ સંગિતિ સદ્દવર, બાલ સ્થૂલિભદ્ર પ્રત્યે માતાપિતાનું વાતસલ્ય જુઓ : લાલઈ પાલઈ નઈ સંસાલઈ, સુત સાહોંમ વલિ વલિ નિહાલઈ. આમાં ‘લ’ વર્ણનો પ્રયોગ અને ક્રિયાપદોમાંના અઈનાં ઉચ્ચારણોનાં થતાં પુનરાવર્તનોમાંથી ઝરતું નાદસૌદર્ય કર્ણપ્રિય બને છે. સ્થૂલિભદ્રની બાલસહજ ચેષ્ટાઓના વર્ણનમાં ચિત્ર અને સંગતની જુગલબંધી જોઈ શકાશે : લીલા લટકંતઉ, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલખંતઉ, પુહવી તલિ પડતઉ, પુત્ર આખડતઉ, ન રહઈ રડતઉ, ઠણકંતઉ યુવાન સ્થૂલિભદ્રને આવતા જોઈને કોશાને પહેલાં તો એને ઠગવાનો, ધૂતકારવાનો ભાવ જાગે છે. તે વિચારે છે : ગાગરત્નાકરછંદ ગાઢા ધૂત મઈ ઠગ્યા, છોકર છલ્યા છયદ, ધોરીકા ધૂરિ પેતરું, હવઈ એ કરું બયલ. For Private & Personal Use Only ૧૮૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6