Book Title: Kavi Sahaj Sundar Krut Gunratnakar Chand Author(s): Kantilal B Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 2
________________ ગુણરત્નાકરછંદ કથાત્મક કૃતિ હોઈ અહીં કથાનો દોર છે ખરો, પણ ખૂબ જ પાતળો. કથાનકને નિમિત્ત બનાવીને સહજસુન્દર કવિત્વની ખરી છોળો ઉછાળે છે તે તો એનાં અલંકૃત વર્ણનોમાં, કથા એ કવિનું મુખ્ય પ્રયોજન રહ્યું નથી. પ્રથમ અધિકાર સરસ્વતીદેવીનું મહિમાગાન, સ્થૂલિભદ્ર-પ્રશસ્તિ અને પાડલપુર નગરીના વર્ણનમાં સમાપ્ત થાય છે. બીજા અધિકારમાં સ્થૂલિભદ્રનો જન્મોત્સવ, બાળ સ્થૂલિભદ્રનો લાલનપાલન સાથે થતો ઉછેર, સ્થૂલિભદ્રની બાલચેષ્ટાઓ, યૌવનમાં એમની સંક્રાન્તિ અને પછી યુવાન બનેલા સ્થૂલિભદ્રનો કોશા સાથે ભોગવિલાસ - આમ એક પછી એક આવતાં વર્ણનોના પ્રવાહમાં ભાવક તણાય છે. ત્રીજા અધિકારમાં આરંભે, સ્થૂલિભદ્રના પિતા શકટાલના રાજ ખટપટથી થયેલા મૃત્યુનો તો કવિ સંક્ષિપ્ત ઉલ્લેખ જ કરે છે. કવિને વિશેષ રસ છે, રાજ્યનું તેડું આવતાં સ્થૂલિભદ્ર માનસિક વિમાસણના ચિત્રાલેખનમાં. સ્થૂલિભદ્રનો વૈરાગ્ય, કોશાનો પીંખાયેલો મનમાળો, એની સાથે વિરહદશા - આ વર્ણનોમાં ત્રીજો અધિકાર રોકાય છે. 1 ચોથો અધિકાર ચોમાસુ ગાળવા આવેલા સ્થૂલિભદ્રનું મન રીઝવવા માટે કોશાના પ્રયાસોના ચિત્ર વર્ણનમાં રોકાય છે. છેવટે સ્થૂલિભદ્રનો કોશાને બોધ અને કોશાનું હૃદય પરિવર્તન - ત્યાં કૃતિ સમાપ્ત થાય છે. આંતરપ્રાસ, અન્ત્યાનુપ્રાસ, શબ્દાલંકાર, ઝડઝમક, સ્વાનુસારી શબ્દપ્રયોજના, ચારણી છટાવાળો લયહિલ્લોળ અને ક્વચિત્ કંઠ્ય-વાદ્ય સંગીતની સૂરાવલી-આ બધામાંથી એક વિશિષ્ટ નાદસંગીત નીપજે છે. કેટલાંક વર્ણનો અહીં સંગીતબદ્ધ બની આપણને વિશિષ્ટ લયપ્રવાહમાં ખેચી જાય છે. પ્રથમ અધિકારમાં સરસ્વતીની પ્રશસ્તિ સાંભળશો : ઘમઘમ ઘૂઘર ઘમઘમ કંતય, ઝંઝર રિમઝિમ રણરણકતય, કરિ ચૂડિ રણકંતિ કિ દિખઈ, તુહ સિંગાર કી સહ ઊપઈ. કવિ સ્થૂલિભદ્રની પ્રશસ્તિ આ શબ્દોમાં કરે છે : ૧૮૪ પાટલીપુત્ર નગરીનું વર્ણન ચિત્રાત્મક બન્યું છે. પાડલપુરનાં પ્રજાજનો, એની પૌષધશાળાઓ અને ધર્મશાળાઓ, બાગબગીચા, વાવસરોવરકૂપ આદિ જળાશયો, એના રાજવી અને મંત્રી - આ બધી વિગતોને સમાવી લેતું પ્રાસયુકત નગરવર્ણન કવિએ કર્યું છે. એમાં ક્યાંક ક્યાંક કવિ શબ્દચાતુરીભર્યા યમકપ્રયોગ પણ કરે છે : ગુણરોલ લોલ કલોલ કીરતિ ચપલ ચિહું દિસ હિંસએ, ઝલહલઈ સિરિ સુહ ઝાંણ, સીકર શીલભૂષણ દીસએ. Jain Education International મોટે મંદિર બહૂ કોરણીઆં, નયણિ ન દીસઈ તિહાં કો રણીઆં, સૂર વહઈ નિતુ કરી કોદંડહ, કહ તીરછેં નવિ દેહ કો દંડહ. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6