Book Title: Kaumudi Mitranand Nataka
Author(s): Ramchandrasuri, Punyavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ ......ණි જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં, વિકૃષ્ટતપ તપતાં છતાં સમતા ભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુરૂ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂ વંદના. યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝુઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરૂ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂ વંદના. અમીઓ તણી ઉર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરૂ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના, ગુરૂ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂ વંદના. સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પળ પળ યુગો સમ જાય ગુરૂવર ખેદને વિષાદમાં, જન્મોજન્મ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના, ગુરૂ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂ વંદના. વ ගර් Jain Education International For Private & Personal Use Only h www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 160