Book Title: Katharatnakar
Author(s): Hemhans Gani, Munisundarsuri
Publisher: Omkar Sahityanidhi Banaskantha

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથાય નમ: વાવમંડન શ્રી અજિતનાથ-ગોડી પાર્શ્વનાથેભ્યો નમઃ ઝીંઝુવાડામંડન શ્રી શાંતિનાથાય નમ: શ્રી સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-ૐકાર-ભદ્રંકર-અરવિંદ-યશોવિજય-જિનચંદ્રવિજયેભ્યો નમ: સંપાદકીય આશુ કવિ પં. હેમવિજયજી ગણિવર રચિત “શ્રી કથારસાકર' ગ્રંથનું અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધન સંપાદન કરી કથાપ્રેમી જગત સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. ઘણાં વર્ષો પૂર્વે વિ.સં. ૧૯૬૮ (ઇ.સ. ૧૯૧૧) માં પં. હીરાલાલ હંસરાજે આ ગ્રંથ છપાવ્યો હતો. વર્ષોથી દુર્લભ બનેલો આ ગ્રંથ અનેક સુધારા-વધારા પરિશિષ્ટોથી સમલંકૃત થઈને પ્રકાશિત થઇ રહ્યો છે. આ ગ્રંથના કેટલાક તરંગોનું પ્રો. હર્ટેલએ કરેલું જર્મન ભાષાંતર Meisterwerke Orientilishchere Literature (485)માં Munchenથી પ્રસિદ્ધ થયેલ છે. કથાસાહિત્યનું મહત્વ કથાનું મહત્ત્વ જૈનશાસ્ત્રકારોને પ્રારંભથી જ સમજાઈ ગયું હતું. ચાર અનુયોગમાં કથાનુયોગનું સ્થાન છે જ. ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગીમાં ઉપાસકદસા, વિપાકસૂત્ર વગેરે ગ્રંથો કથાની પ્રધાનતાવાળા છે. “જ્ઞાતાધર્મકથા' આગમનું નામ સાંભળતા જ સમજાઈ જાય કે આ ધર્મ-કથાનો ગ્રંથ છે. ડૉ જગદીશચંદ્ર જૈન “નૈન કથાસાહિત્ય'' પૃ. ૧૩૫માં લખે છે કે સાહિત્યની અન્ય વિધાઓમાં કથા-સાહિત્ય સર્વાધિક લોકપ્રિય રહ્યું છે. જે વાત આપણે અન્ય વિધાઓના માધ્યમથી કહેવામાં કદાચ અસમર્થ રહીએ છીએ, તે કથા-વાર્તાના માધ્યમથી રોચક રૂપમાં કહી શખાય છે. કથા-વાર્તાઓ દ્વારા આપણને નીતિશાસ્ત્ર જાણવા મળે છે, લોક-વ્યવહારની જાણકારી પ્રાપ્ત થાય છે, ધૂતારાઓ અને લુચ્ચાઓથી સાવધાન બનીએ છીએ. આમ કથા-વાર્તા એક એવું સશક્ત માધ્યમ છે જે આપણને જીવનમાં અગ્રેસર થવા ઉત્સાહિત કરે છે. અને સમાજ પ્રત્યે નિષ્ઠાવાન બનાવે છે.” જેન-કથા-સાહિત્યા પ્રો. હર્ટલએ જૈન-કથા-સાહિત્યનું ઉંડુ અધ્યયન કર્યા પછી 'On the Letadrature of Swetamber of Gujarat' (લાઈસિંગ ઇ.સ. ૧૯૨૨) માં લખ્યું છે કે “જૈન કથા સાહિત્ય માત્ર સંસ્કૃત અને ભારતીય ભાષાઓના અધ્યયન માટે જ ઉપયોગી છે એવું નથી, પરંતુ, ભારતીય સભ્યતાના ઇતિહાસ ઉપર આનાથી મહત્ત્વપૂર્ણ પ્રકાશ પડે છે. મધ્યકાલના પ્રારંભથી આજ સુધી જૈનવિદ્વાનો જ લબ્ધપ્રતિષ્ઠ કથાકાર રહ્યા છે. આ વિશાલ કથા-સાહિત્યમાં જે સામગ્રી સમાવિષ્ટ છે તે લોકવાર્તાનું અધ્યયન કરનાર વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી છે. આ વિદ્વાનોએ આપણને કેટલીયે એવી અનુપમ ભારતીય-કથાઓનો પરિચય કરાવ્યો છે, જે આપણને બીજા કોઈ પણ સ્ત્રોતમાંથી પ્રાપ્ત નથી થતી.” A ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન મુનિ હજારીમલ સ્મૃતિગ્રંથ પૃ. ૮૬૫માં લખે છે કે- “જૈન કથા સાહિત્યનાં અધ્યયનથી એટલું સ્પષ્ટ થઈ જાય છે કે આ સાહિત્યના અધ્યયનથી એટલું સ્પષ્ટ થઇ જાય છે કે આ સાહિત્ય અખિલ ભારતીય સંસ્કૃતિ સાથે ઘનિષ્ટ રીતે સંબંધ ધરાવે છે. અને એટલે વિભિન્ન કાળ અને પ્રદેશના જનજીવનનું જેવું પ્રતિબિંબ આ જૈન કથાઓમાં મળે છે તેવું અન્યત્ર દુર્લભ છે.” ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 380