Book Title: Katharatnakar
Author(s): Hemhans Gani, Munisundarsuri
Publisher: Omkar Sahityanidhi Banaskantha

View full book text
Previous | Next

Page 12
________________ પણ ઉદેશ હોવાથી સુભાષિતો મુક્તકોની છુટા હાથે લ્હાણી કરી છે. અહીં આઠસોથી વધુ આવા પદ્યો આપવામાં આવ્યા છે. આ પદ્યોમાં પણ ઘણું વૈવિધ્ય છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંસ-જૂનીગુજરાતી એમ વિવિધ ભાષાઓના પ્રસિદ્ધ અને ચોટદાર પદ્યો કથારતાકરની શોભામાં ચાર ચાંદ લગાવે છે. કથાના ઘટના-નિરુપણમાં શબ્દ શબ્દની કરકસર કરનાર ગ્રંથકારની જરૂર પડ્યે વિસ્તૃત વર્ણનો અને અલંકારિક ઉપમાઓ આપીને સરસ મજાના શબ્દચિત્રો રજૂ કરે છે. આવા પ્રસંગે એમનું શબ્દલાલિત્ય વિવિધ-વિદ્યાઓ, વિવિધ-ધર્મો વિષેનું ઉંડુ જ્ઞાન છતું થાય છે. જુઓ. પૃ. ૪૮, ૪૯, ૫૦, ૫૫, ૮૬, ૧૩૧ કથા દરેક કથાના પ્રારંભમાં કથામાં ચર્ચ વિષયનું મહત્ત્વ ટુંકમાં દર્શાવી એને લગતાં એક બે સુભાષિત પધો ટાંકે છે અને પછી પ્રસ્તુત કથામાં આવતા પાત્રો કે ઘટનાનો નિર્દેશ કરતું પદ્ય મુકે છે. ચાલુ કથામાં પણ પ્રસંગને અનુરૂપ પદ્ય એમની કલમમાંથી ઉતરી આવે છે. “સુક્ત-રસાવલી’ વગેરે સુભાષિતોના સ્વતંત્ર ગ્રંથો રચનાર ગ્રંથકારશ્રી પાસે સુભાષિતોનું બહુ મોટું ભંડોળ છે એવું અનેક સ્થળે નજરે ચડે છે. એક પદાર્થ વધૂવાર રજૂ કરવાનો આવે ત્યારે વાચકનું જ્ઞાન વધારવા એના જુદા જુદા પર્યાયો મુક્યા છે. જુઓ પૃ. ૭૭-૭૮. શ્લેષના નમુના માટે જુઓ. પૃ. ૧૦૦ શ્લો ૩ ક્યારેક અવનવી બાબતો પણ કથાદ્વારા જાણવા મળે છે. જુઓ પૃ. ૧૨૯ વાતાર્તાનાં નામે પત્રર્વના ન સરત | સકલાઉત્ સ્તોત્રનો પાઠભેદ : અહીં પૃ. ૨૭૮ ગ્લો. ૨૨માં તેવોને.. પદ્ય છે. આમાં પાપpવીપનિનો પાઠ છે. ભગવાન પાપના દીવાને ઓલવવા પવન સમા છે. આ અર્થ વધુ સંગત લાગે છે. કથાઓ કથાઓ મુખ્યત્વે ગદ્યમાં છે. માત્ર કથા-ક્રમાંક ૨૦૯, ૨૧૪ અને ૨૧૭ આ ત્રણ કથાઓ જ પદ્યમાં છે. આમાં ૨૦૯મી ત્રણમિત્રની કથા પરિશિષ્ટપર્વમાંથી લીધેલી જણાય છે. ૨૧૪મી કથા વિજય-શેઠ વિજયા શેઠાણીની છે. સામાન્ય રીતે ગ્રંથકાર પોતાનું નામ દરેક તરંગને અંતે ગદ્યમાં આપે છે પણ અહીં તરંગ પૂરો થતો ન હોવા છતાં પદ્યમાં પોતાનું નામ જણાવ્યું છે. એટલે ગ્રંથકારશ્રીએ પોતાની સ્વતંત્ર કૃતિ અન્યત્રથી ઉદ્ધત કરીને અહીં મુકી હોય તેમ જણાય છે. ૨૧૭મી કથા માત્ર આઠ પદ્યો બનેલી છે. આ પ્રાણી-કથાનું મૂળ હિતોપદેશ કે પંચતંત્ર જેવા ગ્રંથમાં હોવાની સંભાવના છે. અહીં એવી પણ ઘણી કથાઓ છે જેનો ધર્મ સાથે કશો સીધો સંબંધ ન હોય. આવી સ્ત્રી-ચરિત્રની કે ચતુરાઇની કથાઓ પણ શ્રોતાઓને આકર્ષીને ધર્મ માર્ગે લઇ જવામાં ઉપયોગી બનતી હોઇ કથારત્નાકરમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉદ્યોતનસૂરિજી કુવલયમાળામાં આ જ વાત કહે છે તેના વિવિ कामसत्थसंबद्धं पि मण्णिहिइ तं च मा णिरत्थयं पि गणेज्जा । किंतु धम्मपडिवत्तिकारणं । પોતાની કથાઓના સ્ત્રોત બાબત ગ્રંથકારશ્રી મંગલાચરણના ૧૭મા શ્લોકમાં જણાવે છે કે, ‘કેટલીક કથાઓ ક્યાંકથી સાંભળેલી છે, કેટલીક સ્વ-મતિથી તૈયાર કરી છે, કેટલીક ક્યાંકથી ચૂંટેલી છે, કેટલીક શાસ્ત્રમાંથી મેળવી છે.” મંગલાચરણના સોળમાં પદ્યમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “આ કથાઓમાં અન્યત્ર મળતી કથાઓ કરતાં ફેરફાર કે વિસંવાદ જણાય તો મારો વાંક ન કાઢતાં. મેં તો જ્યાંથી જેવું સાંભળ્યું તેવું લખ્યું છે.” 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 380