Book Title: Kashay Tyagnu Mahaparv Shree Paryushana Author(s): Dhurandharvijay Publisher: Jain Sahitya Vardhak Sabha View full book textPage 8
________________ આંટા મારવા લાગ્યા. પણ અન્નના એક કણને પણ તેઓ ખાઈ શકયા નહિ, સર્વજનેને સંપૂર્ણ ખાત્રી થાય તે માટે ધન્યકુમારે તે થાળમાંથી રત્ન લઈ લીધું–લીધું ન લીધું ત્યાં તે તે સર્વ પક્ષીઓ તે થાળ ઉપર તૂટી પડ્યાં ને જોતજોતામાં સર્વ અનાજને સ્વાહા કરી ગયા. ધન્યકુમારે સર્વને સમજાવ્યું કે જે પ્રમાણે આ અન્નભક્ષિ—પક્ષીઓ અન્નને જરી પણ આંચ પહોંચાડી શકતા ન હતા. તે ત્યાં સુધી કે જ્યાં સુધી તેની રક્ષા આ રત્ન કરી રહ્યું હતું. પણ રત્ન દૂર થતાં પક્ષીઓ ફાવી ગયાં. તે જ પ્રમાણે આ રાજ્ય ઉપર કેઈપણ શત્રુનું આક્રમણ નથી થતુ તેમાં કારણભૂત આ રત્ન છે. જે આ રત્નને મહે ત્સવ બંધ કરવામાં આવે તે રત્નને પ્રભાવ ઘટી જાય અને રાજ્ય ઉપર શત્રુઓના હુમલાઓ થવા લાગે. રાજાને ખુબ સંતોષ થયે ને તેણે ધન્યકુમારને જમાઈ બનાવીને પાંચસો ગામ ભેટ આપ્યા. રનના મહત્સવની માફક શ્રી પર્યુષણ પર્વને મહોત્સવ પણ જૈન શાસનમાં દર વર્ષે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તેમાં પણ એવા પ્રકારનું ઉદાત્ત રહસ્ય સમાયું છે. જયાં સુધી આ ઉત્સવ ચાલુ છે ત્યાં સુધી કેઈ શત્રુની તાકાત નથી કે તે જૈન શાસન ઉપર હુલે કરી શકે કે ફાવી શકે. આ મહેત્સવ એટલે વિશિષ્ટ રીતે ઉજવાય તેટલી જૈન શાસનની ઉજ્જવળતા અને મહત્તા વિશેષ વધે છે. જૈન શાસન એટલે મેહ-કષાઓને મૂળમાંથી ઉખેડી નાખનારૂ વ્યવસ્થિત સામ્રાજય. જૈનશાસન અને કષાયોને શાશ્વતા વેર. કષાયને મારી-મારીને જૈન શાસને કરી નાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18