Book Title: Kashay Tyagnu Mahaparv Shree Paryushana
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha
Catalog link: https://jainqq.org/explore/034921/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GalbJtlàle [૪ Toleઢlä lp *alcloblo ‘to?llel313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ 131) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ – કષાય ત્યાગનું મહાપર્વ – શ્રી પર્યુષણા. – લેખક – પૂજયપન્યાસજી મહારાજશ્રી ધુરન્ધર વિજયજીગણું – પ્રકાશિકા – શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા અ મરા વાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ – કષાય ત્યાગનું મહાપર્વ – શ્રી પર્યુષણા. શ્રી વી. – લેખક પાપન્યાસજી મહારાજશ્રી અરન્યર વિજયજીગણી – પ્રકાશિકા – શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા અ મ ફા વાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ આ અહં નમઃ સાલબ્લિસ પન્નાય શ્રી ગૌતમસ્વાત્રિને નમ : નમાનમઃ શ્રીગુરુનેમિસૂરયે કષાયત્યાગનું મહાપં – શ્રી પર્યુંષણા. શ્રીપર્યુષણા પ એ સ પર્વમાં શ્રેષ્ઠ છે, અન્ય પર્વો કરતાં એ પ જુદી રીતે અને અનેરા ઉત્સાહથી ઉજવાય છે. એ નક્કર હકીકત છે. શા માટે શ્રીપર્યુષણા પર્વને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે? એ સમજવા જેવુ છે. જ્યાં સુધી તેના કારણેા સમજવામાં ન આવ્યા હોય ત્યાં સુધી તેનું ગૌરવ મજબૂતાઈ પકડતુ નથી, અને કારણે! સમજાયા બાદ એ ગૌરવને કાઈ છોડાવી શકતુ નથી. વસ્તુની વિશિષ્ટતા સમજાયા ખાદ વસ્તુ પ્રત્યેના પૂજ્યભાવ વધી જાય છે અને ચાલુ હાય તે સ્થિર થાય છે. આ હકીકત છે. નીચેની વાતથી એ હકીકત સ્પષ્ટ જણાય છે. એક મહાન રાજ્યના અધિપતિ રાજા શતાનીક કૌશાંબી નગરીમાં રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં પરંપરાગત એક રત્ન મહાત્સવ ઉજવવામાં આવતા હતા. એ રત્નમહાત્સવ પાછળ હજારે રૂપીઆ ખર્ચાતા હતા. રાજ્યને ભાગવવા પડતા આ ખર્ચની પાછળ શું રહસ્ય છે? એ કાઇ પણ જાણુતું ન હતું, વર્ષો જૂના આ રીવાજને બંધ કરવા રાજા જરી પણ ઈચ્છતા ન હતા, પણ રાજાના મનમાં ઘણી વખત જિજ્ઞાસા જાગતી કે આ રત્નની પાછળ આવા ભવ્ય ઉત્સવની ચાલી આવતી પરંપરામાં કાંઇ ભવ્ય આશય હોવા જોઇએ. રત્નના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષકેને રાજા ઘણી વખત એ રહસ્ય સમજવા માટે પ્રશ્ન કરતો પણ રાજાના મનનું સમાધાન થાય એ ઉત્તર કેઈના પણ તરફથી તેને મળતું ન હતું. દર વર્ષે જ્યારે જ્યારે આ ઉત્સવને સમય આવે ત્યારે રાજાની જિજ્ઞાસા પૂર્વે થઈ હોય તેના કરતાં વધુ વેગે ઉપજે અને ઉત્સવ પત્યા પછી પાછી ધીરે ધીરે ધીમી પડી જાય. એક વખત તે એ જિજ્ઞાસાએ એવું જોર પકડ્યું કે તે કઈ રીતે શાંત ન થાય. છેવટે રાજાએ પોતાને આ વિષયને ખુલાસો કરી જે કઈ સંતોષ આપશે તેને રાજા પોતાની કુંવરી પરણાવશે ને ઈનામ આપશે–એ ઢંઢેરો પીટાવ્યું. એ દરમીઆન ધન્યકુમાર એ નગરમાં આવ્યા હતા. તેમણે આ ઢઢરે સાંભળે ને વિચાર કરી રાજાના મનનું સમાધાન કરવાનું માથે લીધું. તેઓ રાજસભામાં ગયા અને જે રત્નને દર વર્ષે ઉત્સવ થતું હતું તે રત્ન મંગાવ્યું, તપાસ્યું ને પરીક્ષા કરીને જણાવ્યું કે આ રત્નને એ પ્રભાવ છે કે જે રાજ્યમાં આ રત્નની પૂજા થતી હેય-વિધિપૂર્વક તેને મહત્સવ ઉજવાતે હેય–તે રાજ્ય ઉપર કઈ પણ શત્રુ હલ્લે કરી શકે નહિ. શત્રુના ભયથી તે રાજ્ય સર્વથા અલિપ્ત રહે. વ્યવસ્થિત રીતે તે રત્નની મહત્તા સમજાવીને ધન્યકુમારે રાજા તથા અન્ય પ્રજાજનેને પિતાની વાત પ્રામાણિક છે તેની ખાત્રી થાય તે માટે રાજસભાની વચ્ચે સુન્દર ને સ્વચ્છ અનાજને ભરેલ વિશાળ થાળ મંગા બે અને એક મેટા મેજ ઉપર મુકાવ્યું. અન્નના કણેકણ ગ્રણી જનારા ભૂખ્યા ડાંસ જેવા પક્ષીઓના પાંજરા પણ ત્યાં મંગાવ્યા. અનાજના થાળની વચ્ચેવચ તે રત્નને મુકીને પાંજરાથી પક્ષીઓને મુક્ત કર્યા. પક્ષીઓ થાળની આસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ આંટા મારવા લાગ્યા. પણ અન્નના એક કણને પણ તેઓ ખાઈ શકયા નહિ, સર્વજનેને સંપૂર્ણ ખાત્રી થાય તે માટે ધન્યકુમારે તે થાળમાંથી રત્ન લઈ લીધું–લીધું ન લીધું ત્યાં તે તે સર્વ પક્ષીઓ તે થાળ ઉપર તૂટી પડ્યાં ને જોતજોતામાં સર્વ અનાજને સ્વાહા કરી ગયા. ધન્યકુમારે સર્વને સમજાવ્યું કે જે પ્રમાણે આ અન્નભક્ષિ—પક્ષીઓ અન્નને જરી પણ આંચ પહોંચાડી શકતા ન હતા. તે ત્યાં સુધી કે જ્યાં સુધી તેની રક્ષા આ રત્ન કરી રહ્યું હતું. પણ રત્ન દૂર થતાં પક્ષીઓ ફાવી ગયાં. તે જ પ્રમાણે આ રાજ્ય ઉપર કેઈપણ શત્રુનું આક્રમણ નથી થતુ તેમાં કારણભૂત આ રત્ન છે. જે આ રત્નને મહે ત્સવ બંધ કરવામાં આવે તે રત્નને પ્રભાવ ઘટી જાય અને રાજ્ય ઉપર શત્રુઓના હુમલાઓ થવા લાગે. રાજાને ખુબ સંતોષ થયે ને તેણે ધન્યકુમારને જમાઈ બનાવીને પાંચસો ગામ ભેટ આપ્યા. રનના મહત્સવની માફક શ્રી પર્યુષણ પર્વને મહોત્સવ પણ જૈન શાસનમાં દર વર્ષે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તેમાં પણ એવા પ્રકારનું ઉદાત્ત રહસ્ય સમાયું છે. જયાં સુધી આ ઉત્સવ ચાલુ છે ત્યાં સુધી કેઈ શત્રુની તાકાત નથી કે તે જૈન શાસન ઉપર હુલે કરી શકે કે ફાવી શકે. આ મહેત્સવ એટલે વિશિષ્ટ રીતે ઉજવાય તેટલી જૈન શાસનની ઉજ્જવળતા અને મહત્તા વિશેષ વધે છે. જૈન શાસન એટલે મેહ-કષાઓને મૂળમાંથી ઉખેડી નાખનારૂ વ્યવસ્થિત સામ્રાજય. જૈનશાસન અને કષાયોને શાશ્વતા વેર. કષાયને મારી-મારીને જૈન શાસને કરી નાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ છે. જૈન શાસન ઉપર હલે કરવાની કવાયતક જોઇ રહ્યા છેછે–પણ એ તક તેને નથી મળતી-કારણ કે જેનશાસન શ્રી પર્યુષણ મહાપર્વને ભવ્ય રીતે ઉજવે છે. એ ઉજવણી જોઈને જ કષાયે હતાશ થઈ જાય છે. તેમને લાગે છે કે અહિ આપણુ ફાવશે નહિં, અહિ તત્ર જાગતુ છે. કષાયે આ બળ જોઈને જ ઠંડાગાર થઈ જાય છે. કષાયે ચાર છે કેધ, માન, માયા ને લેભ. એ ચારે કષા ઈચ્છે છે કે–અમારી વિશ્વના દરેક આત્મા ઉપર સત્તા ચાલવી જોઈએ—મજબૂત પકડ રહેવી જોઈએ. એમની એ મેલી મુરાદ બીજાઓ ઉપર હમેશા બર આવે છે–પણ શ્રી પર્યુષણ પર્વના આરાધક આગળ તેમનુ કાંઈ ચાલતુ નથી. ત્યાં તેમની પકડ ઢીલી પડી જાય છે સત્તા શિથિલ થઈ જાય છે-છેવટે તેઓને સદાને માટે વિદાય લેવી પડે છે. શ્રી પર્યુષણ પર્વ–કેધ ઉપર વિજય મેળવે છે કોધ આવે એવું કારણ હોય તે પણ એ પર્વ ક્ષમા આપે છે. ખમી ખાય છે. સંવત્સરીને દિવસે તે એ ક્ષમાપનાનું સામ્રાજય પ્રવતી રહે છે. એ દશ્યજ એવું હોય છે કે–ફોધ ઉંચી નજર પણ કરી શક્તા નથી. ક્રોધ ન કરવું એ એક વસ્તુ છે અને સામા પાસે પેાતાના અપરાધની ક્ષમા માંગવી એ જુદી વસ્તુ છે. ક્રોધ ન હોય છતાં તેને જેડીયે ભાઈ માન મનમાં બેઠા હોય તે ક્ષમા માંગવામાં નાનમ લાગે છે-શરમ આવે છે. અભિમાની માણસ ક્ષમા આપી શકે છે પણ માંગી શકતું નથી. આ મહાપર્વ ક્ષમા મગાવવાની શરમને દૂર કરાવે છે. ભલભલા આત્માઓ નાનાની પાસે ક્ષમાની-લીખ માંગતા શરમાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ નથી એ સ્ત્રો ખુબજ હૃદયંગમ બની રહે છે. ક્ષમા શાપનાર અને માંગનારને આ મહાપર્વ મહત્તા આપે છે. * પામેષિ સનનીને, સબ્વે નાવાણમંતુ મે માયા ‘સર્વ જીવાને હું ખમાવું છું;, સર્વજીવા મને ખમાવા' ની આ દ્વિવસામાં ધુન લાગે છે. માન મૂકીને માણસા મન માકળું કરે છે. હળવા અને છે, તપશ્ચર્યા અને આરાધનાને આગળ કરીને આત્મા આ મહાપર્વના દિવસેામાં દશકપટ-માયાને દૂર કરે છે. દુગ્બી આત્મા આ મહાપર્વમાં ઉઘાડા પડી જાય છે. પર્વનું ધાડું પણ આરાધન રહિતપણે કરવાનુ... શિક્ષણ આ દિવસેામાં મળે છે. શુધ્ધ આરાધન લેખે લાગે છે ને બાકીનુ અલેખે જાય છે. એમ સમજીને આરાધક આત્મા કપટ રહિતપણે ધર્મ કરે છે ને માયા બિચારી મેહુ· વિકાસીને જોઇ રહે છે તેનુ` કાંઇ ચાલતું નથી. વેલ તે આ મહાપર્વ પાસે યુગેા બની જાય છે. શરીરની પણ મમતા મૂકીને આત્માઓ આ સમયે ધર્મના સેવક બની રહે છેતેા તેની પાસે ધનની અની મમતા કયા હિસાબમાં છે. નાના નાના માળકને પણુ શરીર વગેરેની મૂર્છા દૂર કરતાં આ પર્વ શિખવાડે છે તેા ખીજાનુ પુછવું જ શું! આમ ચારે બાજુથી ક્યા ઉપર એક સામટા મારી ચાલતા ાય ત્યારે કષાય પણ એમને એમ શાંત બેસી ન રહે તેના પેાતાનુ વ્યક્તિત્વ અસ્તિત્વ ટકાવી શખવા માટે કાંઇને કાંઇ કરે એ સ્વાભાવિક છે. એટલે આ મહાપના આરાધકે ગલતમાં ન રહેવું એ પણ ખુબજ જરૂરી છે. કષાયે જાળ પાથરે તેમાં ન સાઈ જવાય તે માટે સાવચેતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ રાખવી આવશ્યક છે. તેવા કેટલાએક ભય સ્થાનકે જાણી લેવા જોઇએ. તે ભયસ્થાને જાણ્યા હાય તા તેવા પ્રસગે વિશેષ કાળજી રાખી શકાય ને ખચી જવાય. તે ભયસ્થાના આ પ્રમાણે છે ૧ આ પર્વ દિવસેામાં ભીડ ઘણી હાય : ખાદ્ય અનુકૂળતાએ આછી જળવાતી હાય ત્યારે દ્વેષથી ચેતતા રહેવું. ૨ પ દિવસેામાં અણુગમતા માણસ જોડે સમાગમમાં આવવાનુ` ઇચ્છા ન હોય તેા પણ બની જાય-તેની ખાજુમાં બેસવાનુ થાય, તેને ખેાલાવવેા પડે, તેની સાથે કામ પાડવું પડે. વગેરે પ્રસંગે ક્રોધથી સાવધ રહેવુ. અને માનથી ચેતીને ચાલવુ”. તમે તમારા મનથી તમને પેાતાને કાંઇક સમજતા હશે! પણ બીજા તેવા પણ બીજા તેવા ન સમજે એવું અને તેથી તમારૂ ગૌરવ ઓછું જળવાય એટલે માન આગળ આવે પણ તેમાં સાવું નિહ. ૩ ખીજા સારા હાય તેઓ આ દિવસેા દરમીઆન પેાતે સારા છે એવા દેખાવ કરવા સતત પ્રયત્ન કરતા હાય છે તે સમયે આપણે તેવા ન હેાઇએ છતાં તેના જેવા દેખાવા માટે-ખાટા આખરમાં ખેંચાઇએ તે માયા આપણા ઉપર ચડી છે એમ સમજવુ ને તે માયાને પછાડીને કાઢી મૂકવી. જેવા હાઇએ તેવા દેખાવામાં નાનપ નથી. ખેાટા તપ કરવા, ખેાટી રીતે ખેલી—ચ્ડ–ફાળા આદિમાં ધન ખેલવું ને—આપવાનું આવશે ત્યારે જોઇ લેવાશે એવી ભાવના રાખવી, ખાટા આડમરા કરવા—એ સવ માયાની માયા છે. આ મહાપર્વમાં દેખાદેખી એ અદેખી જોર કરી જાય છે. તેના ભાગ આપણે ન ખની જઇએ એ ધ્યાનમાં રાખવુ જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ 4 મહાપર્વના આ દિવસમાં અનેક સારી પ્રવૃત્તિઓ ચાલુ હોય છે તેનો લાભ લેવા માટે વ્યાપાર આદિ છેડવા પડે ત્યારે લેભ આગળ આવીને અનેક લાલચ આપે તેમાં ન ફસાવુ જોઈએ. અનેક કાર્યોની વિચારણએ જનાઓ આ દિવસમાં થાય—અનેક ટીપે અને ફડ કરાતા હોય ત્યારે મનમાં એમ ન થવું જોઈએ કે આ બધું આ દિવસેમાં જ કયાંથી ફૂટી નીકળ્યું. આવા વિચારો લેભ તમને કરાવશે પણ તમે સાવધ હશે તે તેનું કાંઈ પણ ચાલશે નહિં ઊલટું તમને–એમ લાગશે કે આ દિવસેમાં આ બધું ન હાય તે કયારે હેય. બીજા દિવસેમાં તે કઈ ઊભા પણ ન રહેવા દે. આપણે યથાશક્તિ જે લાભ લે છે, તે લઈએ –કયાં કઈ પરાણે આંચકી જાય છે. કદાચ શરમાશરમી થેડું આપવું પડે–ઘસાવું પડે તે પણ સારા કામમાં જવાનું છે. સંસારના કામમાં ધન ખરચવામાં કયારે પાછું વાળીને જોયું છે. તે અહિં શા માટે બેટા વિચારો કરવા. શરીરની મૂચ્છ તપ કરવામાં–વ્યાખ્યાન શ્રવણમાં ચૈત્ય પરિપાટી પગે ચાલીને કરવામાં આનાકાની કરાવશે પણ મનને મજબૂત કરીને તેમાં શિથિલતા ન રાખવા સતત જાગૃત બનવું અને એવા જુદા જુદા રૂપ ધારણ કરીને સામે થતા લાભને દૂર હઠાવો. આ સર્વ માટે નીચે જણાવેલા કર્તવ્યે યથાશક્તિ અવશ્ય કરવા માટે મનમાં દઢ નિશ્ચય કરો. (1) જીવદયાનું પાલન, (2) અમારી પ્રવર્તન, (3) આરંભસમારંભને ત્યાગ, (4) અસત્ય (જુઠ) બાલવાને ત્યાગ, (5) ચૌર્યનો ત્યાગ, (6) બ્રહ્મચર્યનું પાલન, (7) મૂછને ત્યાગ, (8) સામાયિક કરવું. (9) પૈષધ કરવા. (10) સવાર સાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ (૧૧) વિશિષ્ટ પ્રકારે જિનપૂજન (૧૨) સર્વ ત્યેની પરિપાટિ, (૧૩) અઠ્ઠમતપ (૧૪) ૧૦૦૮ શ્વાસશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ (૧૫) શ્રી કલ્પસૂનું અક્ષરશઃ શ્રવણ (૧૬) સાધર્મિક ભક્તિ (૧૭) ક્ષમાપના (૧૮) સાંવત્સરિક (સંવચ્છરી) પ્રતિક્રમણ ઈત્યાદિ આ કર્તવ્યનું સારી રીતે પાલન થાય તે માટે જરૂરી નિચમે પહેલેથી લઈ લેવા તેમાં પણ ૧ બ્રહ્મચર્યનું પાલન, ૨ ઉભય કાળપ્રતિકમણ, ૩ જિનપૂજા, ૪ લીલેતરીને ત્યાગ ને ૫ આરંભ સમારંભને સંચમ (ધારણ પ્રમાણે) એ પાંચ નિયમે તે જરૂર લેવા કે જેથી ઈષ્ટ કાર્યની સિદ્ધિ સહેલાઈથી થાય. કષાય ત્યાગના આ મહાપર્વની વિધિપૂર્વક આરાધના કરીને ભવ્ય આત્માએ કષા ઉપર વિજય મેળવી પિતાનું આત્મિક ધન પ્રાપ્ત કરે એજ પરમ ભાવના. શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રય મુંબઈ ૨૦૦૯ શ્રા. વ. ૧૧ શુક્રવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ (१) यद् दीपावलिकादि गर्वमथनं, यद्भव्यनव्याद्भुतं । यद् देवैरसुरैर्नरैस्सममनो-भावः समाराध्यते ॥ यत् कर्माष्टकनष्टधर्मसुहृदः संजीवनं जीवनं, तत् श्रीपर्युषणाख्यपर्वतिलकं, जेजीयते शाश्वतम् ॥१॥ (२) यत् सेवन्ति मुनीश्वरा भविजना, गायन्ति यद् देवता, यन्नन्दीश्वरनाम्निधाम्निमहसां, द्वीपे स्तुवन्ति स्तवम् ॥ दिव्यं धर्मकलाकलापकलिता, बोधन्ति यद् धार्मिका स्तत् श्रीपर्युषणाख्यपर्वतिलकं, जेनीयते शाश्वतम् ॥२॥ (३) येनास्मिन् प्रभवः प्रभूतसुखदः, शान्तिप्रदः सर्वदा, भूतानां भवभीतिभीतमनसां, भूताभयत्यागदः ॥ सद्भूताद्भुतधर्मनामनृपते-र्जाप्रत्प्रभावस्य तत् श्रीमत् पर्युषणाख्यपर्वतिलकं, जेजीयते शाश्वतम् ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (१) यद् दीपावलिकादि गर्वमथनं, यद्भव्यनव्याद्भुतं । यद् देवैरसुरैर्नरैस्सममनो-भावैः समाराध्यते ॥ यत् कर्माष्टकनष्टधर्मसुहृदः संजीवनं जीवनं, तत् श्रीपर्युषणाख्यपर्वतिलकं, जेजीयते शाश्वतम् ॥१॥ यत् सेवन्ति मुनीश्वरा भविजना, गायन्ति यद् देवता, यन्नन्दीश्वरनाम्निधाम्निमहसां, द्वीपे स्तुवन्ति स्तवम् ॥ दिव्यं धर्मकलाकलापकलिता, बोधन्ति यद् धार्मिका स्तत् श्रीपर्युषणाख्यपर्वतिलकं, जेनीयतें शाश्वतम् ॥२॥ पेनास्मिन् प्रभवः प्रभूतसुखदः, शान्तिप्रदः सर्वदा, भूतानां भवभीतिभीतमनसां, भूताभयत्यागदः ॥ सद्भूताद्भुतधर्मनामनृपते-र्जाप्रत्प्रभावस्य तत् श्रीमत् पर्युषणाख्यपर्वतिलकं, जीयते शाश्वतम् ॥३॥ 4 . पी (. प्रेस, भुंगा न...शन नं.७०८०८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ IcPhlle Henrpe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com