________________ 4 મહાપર્વના આ દિવસમાં અનેક સારી પ્રવૃત્તિઓ ચાલુ હોય છે તેનો લાભ લેવા માટે વ્યાપાર આદિ છેડવા પડે ત્યારે લેભ આગળ આવીને અનેક લાલચ આપે તેમાં ન ફસાવુ જોઈએ. અનેક કાર્યોની વિચારણએ જનાઓ આ દિવસમાં થાય—અનેક ટીપે અને ફડ કરાતા હોય ત્યારે મનમાં એમ ન થવું જોઈએ કે આ બધું આ દિવસેમાં જ કયાંથી ફૂટી નીકળ્યું. આવા વિચારો લેભ તમને કરાવશે પણ તમે સાવધ હશે તે તેનું કાંઈ પણ ચાલશે નહિં ઊલટું તમને–એમ લાગશે કે આ દિવસેમાં આ બધું ન હાય તે કયારે હેય. બીજા દિવસેમાં તે કઈ ઊભા પણ ન રહેવા દે. આપણે યથાશક્તિ જે લાભ લે છે, તે લઈએ –કયાં કઈ પરાણે આંચકી જાય છે. કદાચ શરમાશરમી થેડું આપવું પડે–ઘસાવું પડે તે પણ સારા કામમાં જવાનું છે. સંસારના કામમાં ધન ખરચવામાં કયારે પાછું વાળીને જોયું છે. તે અહિં શા માટે બેટા વિચારો કરવા. શરીરની મૂચ્છ તપ કરવામાં–વ્યાખ્યાન શ્રવણમાં ચૈત્ય પરિપાટી પગે ચાલીને કરવામાં આનાકાની કરાવશે પણ મનને મજબૂત કરીને તેમાં શિથિલતા ન રાખવા સતત જાગૃત બનવું અને એવા જુદા જુદા રૂપ ધારણ કરીને સામે થતા લાભને દૂર હઠાવો. આ સર્વ માટે નીચે જણાવેલા કર્તવ્યે યથાશક્તિ અવશ્ય કરવા માટે મનમાં દઢ નિશ્ચય કરો. (1) જીવદયાનું પાલન, (2) અમારી પ્રવર્તન, (3) આરંભસમારંભને ત્યાગ, (4) અસત્ય (જુઠ) બાલવાને ત્યાગ, (5) ચૌર્યનો ત્યાગ, (6) બ્રહ્મચર્યનું પાલન, (7) મૂછને ત્યાગ, (8) સામાયિક કરવું. (9) પૈષધ કરવા. (10) સવાર સાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com