Book Title: Kashay Tyagnu Mahaparv Shree Paryushana Author(s): Dhurandharvijay Publisher: Jain Sahitya Vardhak Sabha View full book textPage 7
________________ પરીક્ષકેને રાજા ઘણી વખત એ રહસ્ય સમજવા માટે પ્રશ્ન કરતો પણ રાજાના મનનું સમાધાન થાય એ ઉત્તર કેઈના પણ તરફથી તેને મળતું ન હતું. દર વર્ષે જ્યારે જ્યારે આ ઉત્સવને સમય આવે ત્યારે રાજાની જિજ્ઞાસા પૂર્વે થઈ હોય તેના કરતાં વધુ વેગે ઉપજે અને ઉત્સવ પત્યા પછી પાછી ધીરે ધીરે ધીમી પડી જાય. એક વખત તે એ જિજ્ઞાસાએ એવું જોર પકડ્યું કે તે કઈ રીતે શાંત ન થાય. છેવટે રાજાએ પોતાને આ વિષયને ખુલાસો કરી જે કઈ સંતોષ આપશે તેને રાજા પોતાની કુંવરી પરણાવશે ને ઈનામ આપશે–એ ઢંઢેરો પીટાવ્યું. એ દરમીઆન ધન્યકુમાર એ નગરમાં આવ્યા હતા. તેમણે આ ઢઢરે સાંભળે ને વિચાર કરી રાજાના મનનું સમાધાન કરવાનું માથે લીધું. તેઓ રાજસભામાં ગયા અને જે રત્નને દર વર્ષે ઉત્સવ થતું હતું તે રત્ન મંગાવ્યું, તપાસ્યું ને પરીક્ષા કરીને જણાવ્યું કે આ રત્નને એ પ્રભાવ છે કે જે રાજ્યમાં આ રત્નની પૂજા થતી હેય-વિધિપૂર્વક તેને મહત્સવ ઉજવાતે હેય–તે રાજ્ય ઉપર કઈ પણ શત્રુ હલ્લે કરી શકે નહિ. શત્રુના ભયથી તે રાજ્ય સર્વથા અલિપ્ત રહે. વ્યવસ્થિત રીતે તે રત્નની મહત્તા સમજાવીને ધન્યકુમારે રાજા તથા અન્ય પ્રજાજનેને પિતાની વાત પ્રામાણિક છે તેની ખાત્રી થાય તે માટે રાજસભાની વચ્ચે સુન્દર ને સ્વચ્છ અનાજને ભરેલ વિશાળ થાળ મંગા બે અને એક મેટા મેજ ઉપર મુકાવ્યું. અન્નના કણેકણ ગ્રણી જનારા ભૂખ્યા ડાંસ જેવા પક્ષીઓના પાંજરા પણ ત્યાં મંગાવ્યા. અનાજના થાળની વચ્ચેવચ તે રત્નને મુકીને પાંજરાથી પક્ષીઓને મુક્ત કર્યા. પક્ષીઓ થાળની આસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18