Book Title: Karmgranth 03 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Padarth Darshan Trust View full book textPage 6
________________ ( નિવેદન કર્મગ્રંથ-૩ પ્રશ્નોત્તરી બીજી આવૃત્તિ સમયે અમારે ગ્રંથ બાબતે કાંઈજ કહેવાનું નથી પુનઃમુદ્રણ એજ એની અગત્યતા અને આવશ્યકતા જણાવે છે. ખાસ તો કર્મગ્રંથ ૧+૨ પ્રશ્નોત્તરી સંયુક્ત રીતે બીજી આવૃત્તિ રૂપે બહાર પડયા પછીના ખૂબજ ટુંકા ગાળામાં કર્મગ્રંથ-૩ પ્રશ્નોત્તરી અમે તત્વ જિજ્ઞાસુ ઓના હાથમાં મૂકી શક્યા છીએ તે શ્રી આદિશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘટ્રસ્ટ શ્રીનગર જૈન ટ્રસ્ટ ગોરેગાંવ, શ્રી ચિંતામણી પાશ્વનાથ જૈન સંઘ ટ્રસ્ટ, આરેરોડ, ગોરેગાંવ તથા પુખરાજ રાયચંદ આરાધના ભવન સાબરમતી. આ ત્રણે ટ્રસ્ટના જ્ઞાન ખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપવાની તે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉદારતાને લઈને બની શક્યું છે. તે બદલ અમો તે સર્વે ટ્રસ્ટીઓનો ખૂબ આભાર માનવા સાથે અનુમોદના કરીએ છીએ અને હજુપણ આ રીતનો સહયોગ ભાવી પુસ્તક પ્રકાશનો માટે અમને તેઓ તરફથી મળતો રહેશે તેવી આશા રાખીએ છીએ. નાદુરસ્ત તબીયત હોવા છતાં પૂજ્ય ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબે આ પુસ્તકની પ્રુફ સંપૂર્ણપણે ઓછા સમયમાં તપાસી આપી છે તે ઉપકાર અમો ભૂલી શકીએ તેમ નથી. - પ્રેસ દોષના કારણે કે અમારી ક્ષતિના કારણે કોઈ ભૂલ રહી જવા પામી હોય તો તે સુધારી લઈ અમને જણાવવા અને ક્ષમા આપવા અમે વાંચકોને વિનવીએ છીએ. એજ પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 160