Book Title: Kalpsutra
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જિનતત્ત્વ રચના કરી હોવાથી એમના પછી થયેલા દેવદ્ધિગણિ સુધીની પાટ પરંપરા કેવી રીતે વર્ણવાય એવો પ્રશ્ન સહજ થાય. એટલા માટે જ, વિરાવલિમાં કેટલોક ભાગ પાછળથી ઉમેરાયેલો છે એવો વિદ્વાનોમાં મત પ્રવર્તે છે. જોકે ઉમેરણની ભાષા અને શૈલી મૂળ ગ્રંથને અનુરૂપ છે. સમાચારીના વિભાગમાં સાધુઓના ચાતુર્માસ-વર્ષાવાસ (વાસીવાસ) અને તેમના આચારોની વિચારણા કરવામાં આવી છે, એટલે ઘણી કંડિકાઓનો આરંભ વાવાસ પનાવિવાશબ્ધથી થાય છે. સમાચારી એટલે આચાર-પાલન માટેના નિયમો, જૈન સાધુ-સાધ્વીઓ પંચ મહાવ્રતધારી છે. એમના વ્રતના પાલન માટે વિચારપૂર્વક ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી આચાર-પાલનમાં શિથિલતા ન આવી જાય. રહેઠાણ, ગોચરી, વિહાર, સ્વાધ્યાય, તપ, ગુરુ આજ્ઞા, પ્રાયશ્ચિત વગેરેને લગતા જે નિયમો આપવામાં આવ્યા છે તે પરથી શ્રમણ-સમુદાયનું જીવન કેટલું કડક, ઊંચું અને આદરણીય છે તે સમજાય છે. પોતાના દેશો માટે ક્ષમા માગવી અને બીજાને એના દોષો, અપરાધો માટે ક્ષમા આપવી એ બંને ઉપર ઘણો ભાર તેમાં મૂકવામાં આવ્યો છે. જૈન સાધુ-સાધ્વીઓ ક્ષમાના સાક્ષાત્ અવતાર જેવાં હોવાં જોઈએ. એટલે જ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે જે ક્ષમા માગીને તથા ક્ષમા આપીને શાંત, ઉપશાંત થતો નથી તે સાચો આરાધક થઈ શકતો નથી. जो उवसमइ तस्स अस्थि आराहणा। जो न उवसमइ तस्स नत्यि आराहणा। तम्हा अप्पणा चेव उवसमियव्वं । પર્યુષણના દિવસોમાં સાધુ સાધ્વીઓએ કલ્પસૂત્રનું વાચન કે શ્રવણ અવશ્ય કરવું જોઈએ, એવી પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એટલા માટે પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વંચાય છે અને તેના ઉપર (ઘણુંખરું ખીમશાહી પોથી અનુસાર) વિવરણ થાય છે. કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકા જેટલું છે. એનું માપ ૧૨૦૦ થી વધુ ગાથા કે શ્લોકપ્રમાણ જેટલું ગણી શકાય. એટલા માટે કલ્પસૂત્ર “બારસાસૂત્ર' તરીકે પણ ઓળખાય છે. પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે વ્યાખ્યાન દરમિયાન સાધુ-ભગવંતો આખું બારસાસૂત્ર’ સળંગ વાંચી જાય છે, જે આ પવિત્ર સૂત્રની મહત્તા કેટલી બધી છે તે દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6