Book Title: Kalpsutra Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ જિનતત્ત્વ एगग्गा चित्ता जिणसासणम्मि एभावणा पूअपरायणा जे । . तिसत्तवारं निसुणंति कप्पं भवत्रवं ते लहुसा तरंति ।। દુનિયામાં ધર્મો ઘણા છે. દરેક ધર્મ વિશે ઠીક ઠીક સાહિત્ય મળે છે. જેમ ધર્મ વધુ ગહન અને પ્રાચીન તેમ તે ધર્મ વિશે લખાયેલું સાહિત્ય સહજ રીતે વિપુલ હોય. હિન્દુ ધર્મ દુનિયાના પ્રાચીન ધર્મોમાંનો એક ધર્મ છે. જૈન ધર્મની પણ જગતના પ્રાચીનતમ ધર્મોમાં ગણના થાય છે. કેટલાક ધર્મોના સાહિત્યમાં કોઈક એક મુખ્ય ગ્રંથ પવિત્ર, પ્રમાણભૂત અને પ્રતિનિધિરૂપ મનાય છે. એમાં તે ધર્મનો બધો નિચોડ આવી જાય છે. હિન્દુ ધર્મમાં “શ્રીમદ્ ભગવદ્ગીતા', ખ્રિસ્તી ધર્મમાં “બાઇબલ” અને ઇસ્લામ ધર્મમાં “કુરાન' પ્રતિનિધિરૂપ ગ્રંથ મનાય છે. કોઈને પ્રશ્ન થાય કે જૈન ધર્મનો એવો પ્રતિનિધિરૂપ ગ્રંથ કયો ? જૈન ધર્મમાં પ્રાચીન ગ્રંથો તે પિસ્તાલીસ આગમો છે. એમાંના કેટલાકમાં ભગવાન મહાવીરની વાણી સચવાયેલી છે અને કેટલાક ગ્રંથો ટીકા કે વિવરણરૂપે લખાયા છે. દિગંબર સંપ્રધયના પણ કેટલાક પ્રાચીન ગ્રંથો મળે છે. આ બધા ગ્રંથોમાંથી કોઈ એક જ ગ્રંથને પ્રતિનિધિ ગ્રંથ ગણવો હોય તો કોને ગણીશું ? જૈનોના બધા જ ફિરકાને માન્ય અને જેમાં જૈન તત્ત્વજ્ઞાનનો નિષ્કર્ષ આપવામાં આવ્યો છે તેવો ગ્રંથ વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર” છે. પરંતુ તે ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે; વળી તે ઉત્તરકાલીન છે. એનાથી પ્રાચીન અને અર્ધમાગધીમાં લખાયેલા ગ્રંથોમાંથી કેટલાક એક દૃષ્ટિએ મહત્ત્વના છે, તો કેટલાક બીજી દષ્ટિએ. આવી જ સ્થિતિ બૌદ્ધ ધર્મગ્રંથોની પણ છે. એના ત્રિપિટક ગ્રંથોના ઘણા વિભાગો છે. અંગ્રેજોએ ભારતમાં અદાલતોની સ્થાપના કરી ત્યારે ધર્મના સોગંદ ખાવા માટે માણસને એના હાથમાં એના ધર્મનો પવિત્ર ગ્રંથ આપવાની પ્રથા ચાલુ થઈ. હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તી માટે તેમનો ધર્મગ્રંથ નિશ્ચિત હતો. તે સમયે જેનોએ પોતાના એક પવિત્ર ગ્રંથ તરીકે “કલ્પસૂત્ર'નું નામ માન્ય કરાવ્યું હતું. બૌદ્ધોના પ્રતિનિધિરૂપ ધર્મગ્રંથ તરીકે “ધમ્મપદનું નામ નિશ્ચિત થયું હતું. જો કે ત્યારે ભારતમાં બૌદ્ધોની ખાસ કશી વસ્તી ન હતી. કલ્પસૂત્ર પ્રતિનિધિરૂપ ગ્રંથ છે એટલે એમાં ૪૫ આગમનો સાર આવી જાય છે એવું નથી. (એવો ગ્રંથ હવે તૈયાર કરાવવામાં આવ્યો છે અને એનું નામ સમUIકુત્તy રાખવામાં આવ્યું છે. અલબત્ત, એ સંકલનના પ્રકારનો ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6