Book Title: Kalpsutra
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249457/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર જેનોની શ્વેતામ્બર પરંપરામાં પર્યુષણના દિવસો દરમિયાન “કલ્પસૂત્ર' વાંચનાની પ્રથા સૈકાઓથી ચાલી આવી છે. “કલ્પસૂત્ર'નું ખરું નામ પર્યુષણાકલ્પ' છે. એ ઉપરથી પણ પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના પર્યુષણાપર્વ માટે થયેલી છે. આ ગ્રંથના રચનાર છેલ્લા કૃતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી છે. વસ્તુતઃ “કલ્પસૂત્ર” અથવા “પર્યુષણાકલ્પએ સ્વતંત્ર ગ્રંથ નથી. પરંતુ ભદ્રબાહુસ્વામીએ રચેલા “દશાશ્રુતસ્કંધ” નામના એક વિસ્તૃત ગ્રંથનો તે એક ભાગ છે. “દશાશ્રુતસ્કંધમાં દશ અધ્યયન અાપવામાં આવ્યાં છે. એમાંનું આઠમું અધ્યયન તે “પર્યુષણાકલ્પ છે. આ અધ્યયનનું પઠન-વાંચન પર્યુષણના દિવસોમાં કરવાનો મહિમા હોવાથી એનું મહત્ત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું બની ગયું છે. કલ્પ એટલે આચાર. કલ્પ એટલે નીતિ, વિધિ અથવા સમાચારી. વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે તે પ્રમાણે જ્ઞાન, શીલ અને તપની જે વૃદ્ધિ કરે અને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ. જૈન શાસ્ત્રોમાં એવા શ પ્રકારના કલ્પ દર્શાવવામાં આવ્યા છે, જેમ કે મચેલક્યાકલ્પ, વ્રતકલ્પ, પ્રતિક્રમણલ્પ, માસકલ્પ વગેરે. એમાં પર્યુષણાકલ્પ ઘણો મહત્ત્વનો છે, કારણ કે પર્યુષણ એ આરાધનાનું મોટામાં મોટું વાર્ષિક પર્વ છે. પર્યુષણ એ લોકોત્તર પર્વ મનાય છે. એ પર્વના દિવસો દરમિયાન કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અત્યંત પવિત્ર મનાયું છે. કલ્પસૂત્રનો મહિમા દર્શાવનારાં અનેક વિધાનો પૂર્વાચાર્યોનાં મળે છે. કલ્પસત્ર કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્મિક સુખ આપે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જે માણસ જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક એકાગ્ર ચિત્તે એકવીસ વાર શ્રદ્ધાસહિત કલ્પસૂત્રનું શ્રવણ કરે છે તે ભવસાગરને જલદી તરી જાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ एगग्गा चित्ता जिणसासणम्मि एभावणा पूअपरायणा जे । . तिसत्तवारं निसुणंति कप्पं भवत्रवं ते लहुसा तरंति ।। દુનિયામાં ધર્મો ઘણા છે. દરેક ધર્મ વિશે ઠીક ઠીક સાહિત્ય મળે છે. જેમ ધર્મ વધુ ગહન અને પ્રાચીન તેમ તે ધર્મ વિશે લખાયેલું સાહિત્ય સહજ રીતે વિપુલ હોય. હિન્દુ ધર્મ દુનિયાના પ્રાચીન ધર્મોમાંનો એક ધર્મ છે. જૈન ધર્મની પણ જગતના પ્રાચીનતમ ધર્મોમાં ગણના થાય છે. કેટલાક ધર્મોના સાહિત્યમાં કોઈક એક મુખ્ય ગ્રંથ પવિત્ર, પ્રમાણભૂત અને પ્રતિનિધિરૂપ મનાય છે. એમાં તે ધર્મનો બધો નિચોડ આવી જાય છે. હિન્દુ ધર્મમાં “શ્રીમદ્ ભગવદ્ગીતા', ખ્રિસ્તી ધર્મમાં “બાઇબલ” અને ઇસ્લામ ધર્મમાં “કુરાન' પ્રતિનિધિરૂપ ગ્રંથ મનાય છે. કોઈને પ્રશ્ન થાય કે જૈન ધર્મનો એવો પ્રતિનિધિરૂપ ગ્રંથ કયો ? જૈન ધર્મમાં પ્રાચીન ગ્રંથો તે પિસ્તાલીસ આગમો છે. એમાંના કેટલાકમાં ભગવાન મહાવીરની વાણી સચવાયેલી છે અને કેટલાક ગ્રંથો ટીકા કે વિવરણરૂપે લખાયા છે. દિગંબર સંપ્રધયના પણ કેટલાક પ્રાચીન ગ્રંથો મળે છે. આ બધા ગ્રંથોમાંથી કોઈ એક જ ગ્રંથને પ્રતિનિધિ ગ્રંથ ગણવો હોય તો કોને ગણીશું ? જૈનોના બધા જ ફિરકાને માન્ય અને જેમાં જૈન તત્ત્વજ્ઞાનનો નિષ્કર્ષ આપવામાં આવ્યો છે તેવો ગ્રંથ વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર” છે. પરંતુ તે ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે; વળી તે ઉત્તરકાલીન છે. એનાથી પ્રાચીન અને અર્ધમાગધીમાં લખાયેલા ગ્રંથોમાંથી કેટલાક એક દૃષ્ટિએ મહત્ત્વના છે, તો કેટલાક બીજી દષ્ટિએ. આવી જ સ્થિતિ બૌદ્ધ ધર્મગ્રંથોની પણ છે. એના ત્રિપિટક ગ્રંથોના ઘણા વિભાગો છે. અંગ્રેજોએ ભારતમાં અદાલતોની સ્થાપના કરી ત્યારે ધર્મના સોગંદ ખાવા માટે માણસને એના હાથમાં એના ધર્મનો પવિત્ર ગ્રંથ આપવાની પ્રથા ચાલુ થઈ. હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તી માટે તેમનો ધર્મગ્રંથ નિશ્ચિત હતો. તે સમયે જેનોએ પોતાના એક પવિત્ર ગ્રંથ તરીકે “કલ્પસૂત્ર'નું નામ માન્ય કરાવ્યું હતું. બૌદ્ધોના પ્રતિનિધિરૂપ ધર્મગ્રંથ તરીકે “ધમ્મપદનું નામ નિશ્ચિત થયું હતું. જો કે ત્યારે ભારતમાં બૌદ્ધોની ખાસ કશી વસ્તી ન હતી. કલ્પસૂત્ર પ્રતિનિધિરૂપ ગ્રંથ છે એટલે એમાં ૪૫ આગમનો સાર આવી જાય છે એવું નથી. (એવો ગ્રંથ હવે તૈયાર કરાવવામાં આવ્યો છે અને એનું નામ સમUIકુત્તy રાખવામાં આવ્યું છે. અલબત્ત, એ સંકલનના પ્રકારનો ગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ ફિલ્મસૂત્ર છે. કેટલાકની દૃષ્ટિએ એ સંકલન સંતોષકારક નથી.) જૈનોના પ્રાચીન ગ્રંથો તો ઘણા છે, પરંતુ પવિત્ર ગ્રંથ તરીકે કલ્પસૂત્ર મશહૂર છે, કારણ કે એની રચના ચરમ શ્રુતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કરેલી છે અને આ ગ્રંથનું વાચન હજાર કે પંદરસો કરતાં વધુ વર્ષથી જેન સંઘોમાં પર્યુષણના દિવસો દરમિયાન સાધુ-ભગવંતો દ્વારા સતત થતું આવ્યું છે. કલ્પસૂત્રની ભાષા અર્ધમાગધી છે અને ભગવાનની વાણીની યાદ અપાવે એવી લલિતકોમલ એની પદાવલિ છે. મધુર અને હૃદયસ્પર્શી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો પ્રત્યેક શબ્દ જાણે ઘૂંટીઘૂંટીને લખ્યો હોય, એક પણ શબ્દ નિરર્થક લખાયો ન હોય એવી સઘન સમાસયુક્ત એની શૈલી છે. ગ્રંથકાર આખા ગ્રંથમાં શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર યાદ કરે છે. તેvi or તે સમ સમ માવે મહાવીરે... જેવો વાક્યખંડ ઘણીબધી કંડિકાઓમાં વાંચવા મળે છે. છતાં તે પુનરુચ્ચારણના દોષ તરીકે કઠતો નથી. બલ્લે તે તાદૃશતા અને ભાવની દૃઢતાને માટે સુમધુર રીતે પોષક બને છે. કલ્પસૂત્રમાં મુખ્ય ત્રણ વિભાગ છે : (૧) તીર્થકરોનાં ચરિત્ર, (૨) સ્થવિરાવલિ અને (૩) સાધુઓની સમાચારી. તીર્થકરોનાં ચરિત્રનો આરંભ ભગવાન મહાવીરસ્વામીના ચરિત્રથી થયો છે. ત્યારથી ભૂતકાળમાં ક્રમાનુસાર ગતિ કરતાં હોઈએ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાન, પછી બાવીસમાં નેમિનાથ ભગવાન અને એમ કરતાં છેવટે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનું ચરિત્ર વર્ણવાયું છે. આ ચરિત્રોમાં સૌથી સવિસ્તર ચરિત્ર તે ભગવાન મહાવીર સ્વામીનું છે. મહાવીરસ્વામીના ચરિત્ર માટે જ જાણે ગ્રંથ લખાયો હોય એવી છાપ પડે છે, કેમ કે આ ગ્રંથમાં સવિસ્તૃત મહત્ત્વ તેને જ અપાયું છે. મહાવીર સ્વામી પછી સાધારણ વિસ્તારથી ચરિત્ર અપાયાં હોય તો તે પાર્શ્વનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનનાં છે. બાકીના તીર્થંકરો વિશે તો એકેક કંડિકામાં નામોલ્લેખ સહિત સમયનો કેટલો આંતરો પસાર થયો તે દર્શાવાયું છે. વિરાવલિના વિભાગમાં ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય ગણધર ગૌતમસ્વામીથી શરૂ કરીને સુધર્મા, જંબૂ, પ્રભવ, શયંભવ, ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, સુહસ્તી, વજસ્વામી, કાલક, રતિ વગેરે સ્થવિરોની પરંપરા અને તેની શાખાઓ દેવદ્ધિગણિ સુધી વર્ણવાઈ છે. ભદ્રબાહુસ્વામીએ આ ગ્રંથની Page #4 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ રચના કરી હોવાથી એમના પછી થયેલા દેવદ્ધિગણિ સુધીની પાટ પરંપરા કેવી રીતે વર્ણવાય એવો પ્રશ્ન સહજ થાય. એટલા માટે જ, વિરાવલિમાં કેટલોક ભાગ પાછળથી ઉમેરાયેલો છે એવો વિદ્વાનોમાં મત પ્રવર્તે છે. જોકે ઉમેરણની ભાષા અને શૈલી મૂળ ગ્રંથને અનુરૂપ છે. સમાચારીના વિભાગમાં સાધુઓના ચાતુર્માસ-વર્ષાવાસ (વાસીવાસ) અને તેમના આચારોની વિચારણા કરવામાં આવી છે, એટલે ઘણી કંડિકાઓનો આરંભ વાવાસ પનાવિવાશબ્ધથી થાય છે. સમાચારી એટલે આચાર-પાલન માટેના નિયમો, જૈન સાધુ-સાધ્વીઓ પંચ મહાવ્રતધારી છે. એમના વ્રતના પાલન માટે વિચારપૂર્વક ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી આચાર-પાલનમાં શિથિલતા ન આવી જાય. રહેઠાણ, ગોચરી, વિહાર, સ્વાધ્યાય, તપ, ગુરુ આજ્ઞા, પ્રાયશ્ચિત વગેરેને લગતા જે નિયમો આપવામાં આવ્યા છે તે પરથી શ્રમણ-સમુદાયનું જીવન કેટલું કડક, ઊંચું અને આદરણીય છે તે સમજાય છે. પોતાના દેશો માટે ક્ષમા માગવી અને બીજાને એના દોષો, અપરાધો માટે ક્ષમા આપવી એ બંને ઉપર ઘણો ભાર તેમાં મૂકવામાં આવ્યો છે. જૈન સાધુ-સાધ્વીઓ ક્ષમાના સાક્ષાત્ અવતાર જેવાં હોવાં જોઈએ. એટલે જ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે જે ક્ષમા માગીને તથા ક્ષમા આપીને શાંત, ઉપશાંત થતો નથી તે સાચો આરાધક થઈ શકતો નથી. जो उवसमइ तस्स अस्थि आराहणा। जो न उवसमइ तस्स नत्यि आराहणा। तम्हा अप्पणा चेव उवसमियव्वं । પર્યુષણના દિવસોમાં સાધુ સાધ્વીઓએ કલ્પસૂત્રનું વાચન કે શ્રવણ અવશ્ય કરવું જોઈએ, એવી પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એટલા માટે પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વંચાય છે અને તેના ઉપર (ઘણુંખરું ખીમશાહી પોથી અનુસાર) વિવરણ થાય છે. કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકા જેટલું છે. એનું માપ ૧૨૦૦ થી વધુ ગાથા કે શ્લોકપ્રમાણ જેટલું ગણી શકાય. એટલા માટે કલ્પસૂત્ર “બારસાસૂત્ર' તરીકે પણ ઓળખાય છે. પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે વ્યાખ્યાન દરમિયાન સાધુ-ભગવંતો આખું બારસાસૂત્ર’ સળંગ વાંચી જાય છે, જે આ પવિત્ર સૂત્રની મહત્તા કેટલી બધી છે તે દર્શાવે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર પપ પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાચનમાં ત્રિશલા માતાનાં ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીરસ્વામીના જન્મ વિશેનું લખાણ જે દિવસે વંચાય છે તે દિવસ મહાવીર જયંતી” (મહાવીર જન્મકલ્યાણક વાચન દિન) તરીકે ઊજવાય છે. તે દિવસે સુપન ( ખ) ઉતારવાની અને જન્મવધાઈનો ઉત્સવ ઊજવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. કલ્પસૂત્ર એક એવો અપૂર્વ ગ્રંથ છે કે જેના ઉપર સમયે સમયે પૂર્વાચાર્યોને સવિસ્તર ટીકા કે વિવરણ લખવાનું મન થયું છે. હજારો શ્લોક એના ઉપર વિવરણરૂપે લખાયા છે જે કલ્પસૂત્રની મૂલ્યવત્તા દર્શાવે છે. એના ઉપર લખાયેલા સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથોમાંના કેટલાક નીચે મુજબ છે : (૧) કલ્પપંજિકા (જિનપ્રભસૂરિ કૃત – વિ. સં. ૧૩૬૪; શ્લોકસંખ્યા ૨૫૦૦). (૨) કલ્પકિરણાવલિ (ઉપાધ્યાય ધર્મસાગરકત – વિ. સં. ૧૯૨૮; શ્લોકસંખ્યા ૪૮૧૪) (૩) કલ્પદીપિકા પંન્યાસ જયવિજયકુત - વિ.સં. ૧૯૭૭; શ્લોકસંખ્યા ૩૪રર). (૪) કલ્પપ્રદીપિકા (પંન્યાસ સંઘવિજયકૃત – વિ. સં. ૧૯૮૧; શ્લોકસંખ્યા ૩૫૦) (પ) કલ્પસુબોધિકા (ઉપાધ્યાય વિનયવિજયજી કૃત – વિ. સં. ૧૬૯૬) (૬) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શાંતિસાગરકત — વિ. સં. ૧૭૦૭; શ્લોકસંખ્યા ૩૭૦૭) (૭) કલ્પલતા (ઉપાધ્યાય સમયસુંદરત – વિ.સં. ૧૯૮૫; શ્લોકસંખ્યા ૭૭૦૦) કલ્પસત્ર ઉપર આ ઉપરાંત બીજી પણ સંખ્યાબંધ ટીકાઓ મળે છે. વર્તમાન સમયમાં દુનિયાની ઘણી ભાષાઓમાં કલ્પસૂત્રનાં ભાષાંતરો થયાં છે. જર્મનીના ડૉ. હર્મન જેકોબીએ કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યો ત્યારથી પાશ્ચાત્ય વિદ્વાનોમાં કલ્પસૂત્રનું નામ વિશેષ જાણીતું થયેલું છે. કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાનભંડારમાં પધરાવવાનું કાર્ય અત્યંત પવિત્ર મનાતું આવ્યું છે. એથી કલ્પસૂત્રની ઘણી હસ્તપ્રતો મળે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પડ જિનતત્ત્વ કેટલીક સચિત્ર હસ્તપ્રતો તો સુવર્ણાક્ષરે લખાયેલી છે. કેટલાક શ્રીમંત માણસો કલ્પસૂત્રની સુવર્ણાક્ષરવાળી પ્રત પોતાના ઘરે વસાવે છે. દુનિયાની મોંધામાં મોંઘી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોની ગણના થાય છે. કલ્પસૂત્રની અત્યાર સુધીમાં મળતી જૂનામાં જૂની હસ્તપ્રત વિ. સં. ૧૨૪૭માં તાડપત્ર ઉપર લખાયેલી મળે છે. કલ્પસૂત્ર' એ આપણો અમૂલ્ય વારસો છે. શ્રુતકેવલી પૂ. ભદ્રબાહુસ્વામીની વાણીનો આપણા જીવન ઉપર કેટલો મોટો પ્રભાવ પડ્યો છે !