________________ પડ જિનતત્ત્વ કેટલીક સચિત્ર હસ્તપ્રતો તો સુવર્ણાક્ષરે લખાયેલી છે. કેટલાક શ્રીમંત માણસો કલ્પસૂત્રની સુવર્ણાક્ષરવાળી પ્રત પોતાના ઘરે વસાવે છે. દુનિયાની મોંધામાં મોંઘી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોની ગણના થાય છે. કલ્પસૂત્રની અત્યાર સુધીમાં મળતી જૂનામાં જૂની હસ્તપ્રત વિ. સં. ૧૨૪૭માં તાડપત્ર ઉપર લખાયેલી મળે છે. કલ્પસૂત્ર' એ આપણો અમૂલ્ય વારસો છે. શ્રુતકેવલી પૂ. ભદ્રબાહુસ્વામીની વાણીનો આપણા જીવન ઉપર કેટલો મોટો પ્રભાવ પડ્યો છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org