Book Title: Kalpsutra Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ફિલ્મસૂત્ર છે. કેટલાકની દૃષ્ટિએ એ સંકલન સંતોષકારક નથી.) જૈનોના પ્રાચીન ગ્રંથો તો ઘણા છે, પરંતુ પવિત્ર ગ્રંથ તરીકે કલ્પસૂત્ર મશહૂર છે, કારણ કે એની રચના ચરમ શ્રુતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કરેલી છે અને આ ગ્રંથનું વાચન હજાર કે પંદરસો કરતાં વધુ વર્ષથી જેન સંઘોમાં પર્યુષણના દિવસો દરમિયાન સાધુ-ભગવંતો દ્વારા સતત થતું આવ્યું છે. કલ્પસૂત્રની ભાષા અર્ધમાગધી છે અને ભગવાનની વાણીની યાદ અપાવે એવી લલિતકોમલ એની પદાવલિ છે. મધુર અને હૃદયસ્પર્શી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો પ્રત્યેક શબ્દ જાણે ઘૂંટીઘૂંટીને લખ્યો હોય, એક પણ શબ્દ નિરર્થક લખાયો ન હોય એવી સઘન સમાસયુક્ત એની શૈલી છે. ગ્રંથકાર આખા ગ્રંથમાં શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર યાદ કરે છે. તેvi or તે સમ સમ માવે મહાવીરે... જેવો વાક્યખંડ ઘણીબધી કંડિકાઓમાં વાંચવા મળે છે. છતાં તે પુનરુચ્ચારણના દોષ તરીકે કઠતો નથી. બલ્લે તે તાદૃશતા અને ભાવની દૃઢતાને માટે સુમધુર રીતે પોષક બને છે. કલ્પસૂત્રમાં મુખ્ય ત્રણ વિભાગ છે : (૧) તીર્થકરોનાં ચરિત્ર, (૨) સ્થવિરાવલિ અને (૩) સાધુઓની સમાચારી. તીર્થકરોનાં ચરિત્રનો આરંભ ભગવાન મહાવીરસ્વામીના ચરિત્રથી થયો છે. ત્યારથી ભૂતકાળમાં ક્રમાનુસાર ગતિ કરતાં હોઈએ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાન, પછી બાવીસમાં નેમિનાથ ભગવાન અને એમ કરતાં છેવટે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનું ચરિત્ર વર્ણવાયું છે. આ ચરિત્રોમાં સૌથી સવિસ્તર ચરિત્ર તે ભગવાન મહાવીર સ્વામીનું છે. મહાવીરસ્વામીના ચરિત્ર માટે જ જાણે ગ્રંથ લખાયો હોય એવી છાપ પડે છે, કેમ કે આ ગ્રંથમાં સવિસ્તૃત મહત્ત્વ તેને જ અપાયું છે. મહાવીર સ્વામી પછી સાધારણ વિસ્તારથી ચરિત્ર અપાયાં હોય તો તે પાર્શ્વનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનનાં છે. બાકીના તીર્થંકરો વિશે તો એકેક કંડિકામાં નામોલ્લેખ સહિત સમયનો કેટલો આંતરો પસાર થયો તે દર્શાવાયું છે. વિરાવલિના વિભાગમાં ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય ગણધર ગૌતમસ્વામીથી શરૂ કરીને સુધર્મા, જંબૂ, પ્રભવ, શયંભવ, ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, સુહસ્તી, વજસ્વામી, કાલક, રતિ વગેરે સ્થવિરોની પરંપરા અને તેની શાખાઓ દેવદ્ધિગણિ સુધી વર્ણવાઈ છે. ભદ્રબાહુસ્વામીએ આ ગ્રંથની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6