Book Title: Kalpsutra
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ કલ્પસૂત્ર પપ પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાચનમાં ત્રિશલા માતાનાં ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીરસ્વામીના જન્મ વિશેનું લખાણ જે દિવસે વંચાય છે તે દિવસ મહાવીર જયંતી” (મહાવીર જન્મકલ્યાણક વાચન દિન) તરીકે ઊજવાય છે. તે દિવસે સુપન ( ખ) ઉતારવાની અને જન્મવધાઈનો ઉત્સવ ઊજવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. કલ્પસૂત્ર એક એવો અપૂર્વ ગ્રંથ છે કે જેના ઉપર સમયે સમયે પૂર્વાચાર્યોને સવિસ્તર ટીકા કે વિવરણ લખવાનું મન થયું છે. હજારો શ્લોક એના ઉપર વિવરણરૂપે લખાયા છે જે કલ્પસૂત્રની મૂલ્યવત્તા દર્શાવે છે. એના ઉપર લખાયેલા સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથોમાંના કેટલાક નીચે મુજબ છે : (૧) કલ્પપંજિકા (જિનપ્રભસૂરિ કૃત – વિ. સં. ૧૩૬૪; શ્લોકસંખ્યા ૨૫૦૦). (૨) કલ્પકિરણાવલિ (ઉપાધ્યાય ધર્મસાગરકત – વિ. સં. ૧૯૨૮; શ્લોકસંખ્યા ૪૮૧૪) (૩) કલ્પદીપિકા પંન્યાસ જયવિજયકુત - વિ.સં. ૧૯૭૭; શ્લોકસંખ્યા ૩૪રર). (૪) કલ્પપ્રદીપિકા (પંન્યાસ સંઘવિજયકૃત – વિ. સં. ૧૯૮૧; શ્લોકસંખ્યા ૩૫૦) (પ) કલ્પસુબોધિકા (ઉપાધ્યાય વિનયવિજયજી કૃત – વિ. સં. ૧૬૯૬) (૬) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શાંતિસાગરકત — વિ. સં. ૧૭૦૭; શ્લોકસંખ્યા ૩૭૦૭) (૭) કલ્પલતા (ઉપાધ્યાય સમયસુંદરત – વિ.સં. ૧૯૮૫; શ્લોકસંખ્યા ૭૭૦૦) કલ્પસત્ર ઉપર આ ઉપરાંત બીજી પણ સંખ્યાબંધ ટીકાઓ મળે છે. વર્તમાન સમયમાં દુનિયાની ઘણી ભાષાઓમાં કલ્પસૂત્રનાં ભાષાંતરો થયાં છે. જર્મનીના ડૉ. હર્મન જેકોબીએ કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યો ત્યારથી પાશ્ચાત્ય વિદ્વાનોમાં કલ્પસૂત્રનું નામ વિશેષ જાણીતું થયેલું છે. કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાનભંડારમાં પધરાવવાનું કાર્ય અત્યંત પવિત્ર મનાતું આવ્યું છે. એથી કલ્પસૂત્રની ઘણી હસ્તપ્રતો મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6