Book Title: Kalpasutranu Vachan ane Shravan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૫૦૨ ] દર્શન અને ચિંતન વિચારવા ધારું છું. કલ્પસૂત્રના વાચન-શ્રવણના પ્રવાહનું મૂળ આધ્યાત્મિક ભક્તિ છે. આધ્યાત્મિક ભક્તિ એટલે જેણે પિતાના જીવનમાં સગુણ વિકસાવી જીવન તન્મય કર્યું હોય એવા મહાપુરુષને આદર્શ નજર સામે રાખી, તેવા ગુણે જીવનમાં પ્રગટાવવાની તાલાવેલી અથવા આડે રસ્તે દોરાઈ જવાય એવા પ્રસંગોથી ઓછામાં ઓછું તેવા ગુણે દ્વારા પ્રતિક્ષણ સચેત કે જાગૃત રહેવાની તમન્ના કપસૂત્રમાં મુખ્ય પાત્ર ભગવાન મહાવીર છે. તેમણે એ પ્રકારનું જીવન સંધ્યાની દરેક જૈનની શ્રદ્ધા છે. તેથી ભગવાનના જીવનને આદર્શ સામે રાખી, તે દિશામાં આગળ ન વધાય તોય તેથી ઊલટી દિશામાં તણાઈ ન જવાની જૈન કહેવડાવનારની, ખાસ કરી ઉંમરે પહોંચેલ દરેક જનની, નેમ છે. આ ગેમને કાયમ રાખવા તેમ જ પોષવા માટે જ ભગવાનની જીવનગાથા પૂરી પાડનાર કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ શરૂ થયું, બીજા કોઈ હેતુથી નહિ; તેથી આપણે હવે વિચારવાનું પ્રાપ્ત થાય છે કે એ વાચન અને શ્રવણ દ્વારા આપણી જેમ ક્યાં લગી સધાતી આવી છે અને અત્યારે કેટલી હદે સધાય છે ? જો એ નેમ સધાતી ન હોય તો એનાં શાં કારણે છે અને તે દૂર કરવાં શક્ય છે કે નહિ? જો શક્ય હોય તે તે કઈ રીતે ? આટલું તે આપણે પરાપૂર્વથી જોતા જ આવ્યા છીએ કે ભગવાનના જીવનની પ્રતિષ્ઠાનું સ્થાન ધીરે ધીરે બીજી વસ્તુઓએ લીધું. જીવનની પૂજા નવર્ણન કરનાર કલ્પસૂત્ર પુસ્તક તરફ વળી. કાગળ અને શાહી જ સેનારૂપાથી ન રંગાયાં પણ પૂઠાં, વેષ્ટ અને દોરીઓ સુધાએ કીમતી અલંકારે પહેર્યા, અને તે પણ કલાપૂર્વક. પુસ્તકની પૂજા, પુસ્તકના વાચનાર ગુરુવ તરફ પણ વળી. વાચનાર ગુરુ અનેક રીતે પૂજાવા લાગ્યા. અમુક જાતનો વેશ પહેર્યો એટલે ગુરુ અને જે ગુરુ તેને તે બીજી કોઈ પણ કસોટી વિના વાંચવાનો અધિકાર. જે વાંચવાનો અધિકારી, તે પાટે બેસે અને પૂજાય. આ રીતે મૂળમાં આધ્યાત્મિક ભક્તિ પિષવા જાયેલ સાધનની પૂજા ને પ્રતિષ્ઠા ધીરે ધીરે એટલે સુધી વિસ્તરી અને તેની આજુબાજુ એટલાં બધાં સસ્તાં અને ખર્ચાળ સમારંભ તેમ જ વિધિ-વિધાનો જાય છે કે તેને ભેદી, મૂળ નેમ તરફ જવાની વાત તે બાજુએ રહી પણ એનો વિચાર સુધ્ધાં કરવાનું કામ ભારે અઘરું થઈ પડ્યું છે અને અત્યારે તે કલપસૂત્રનું વાચન અને શ્રવણ એ વર્ષાકાળની પેઠે એક વાર્ષિક અનિવાર્ય નિયમ થઈ ગયો છે. ભકિત એ જીવનના દરેક ક્ષેત્રને રસમય બનાવનાર તત્વ છે, પણ જ્યાં લગી એ તત્ત્વ સજીવન અને શુદ્ધ હોય ત્યાં લગી જ કાર્યસાધક થાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6