Page #1
--------------------------------------------------------------------------
________________
કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ
[ ૩૪ ] કલ્પસૂત્રમાં અન્ય તીર્થકરની જીવનકથાના અંશે છે, તેમ જ એમાં ભગવાન મહાવીરના સાધુસંધમાંના પ્રમુખ સ્થવિરેની યાદી પણ છે; છતાં કલ્પસૂત્રની પ્રતિષ્ઠા અને એના વાચન અને શ્રવણને મહિમા મુખ્યપણે એમાંના ભગવાન મહાવીરના જીવનભાગને લીધે છે. ભગવાન દિગંબર, સ્થાનક વાસી અને શ્વેતાંબર એ ત્રણે ફિરકાને એકસરખી રીતે પૂજ્ય અને શ્રદ્ધેય છે, તેમ છતાં જ્યારે પજુસણ કે દશલક્ષણને પ્રસંગ આવે છે ત્યારે કલ્પસૂત્રનું નામ શ્વેતાંબર પરંપરામાં જેવું ઘેર ઘેર અને આબાલવૃદ્ધ દરેકને મુખે સંભળાય છે તેવું સ્થાનકવાસી કે દિગંબર ફિરકામાં સંભળાતું નથી. કલ્પસૂત્રમાંની ઘણી હકીકત અને સ્થવિરપરંપરાને દિગંબરે ન માને તેથી તેઓ કલ્પસૂત્રને ન વાંચે કે ન સાંભળે એ સમજી શકાય તેવી બાબત છે, પણ સ્થાનકવાસીઓ, જેમને કલ્પસૂત્રમાંની એક પણ બાબત અમાન્ય નથી કે તેની સાથે વિરોધ નથી, તેઓ સુધ્ધાં કલ્પસૂત્ર પ્રત્યે એટલે આદર નથી ધરાવતા એટલે શ્વેતાંબરે. પજુસણના દિવસોમાં એ જ કારણથી શ્વેતાંબર પરંપરામાં કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અનિવાર્ય લેખાય છે અને તે ભારે આદર, આડંબર તેમ જ નિયમપૂર્વક ચાલતું જોવાય છે, જ્યારે સ્થાનકવાસીઓમાં કલ્પસૂત્રનું વાચન-શ્રવણ પજુસણના દિવસોમાં પણ અનિવાર્ય નથી અને દેખાદેખીથી કાઈ ક્યારેક ક્યાંય વાંચે તે એની પાછળ એટલે દેખાવ, આડંબર કે ખર્ચ નથી થતો. આ રીતે આપણે જોવા જઈએ તે કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ એ વિશે જે કાંઈ વિચારવું ઘટે છે તે સામાન્ય રીતે સકલ જૈન પરંપરાને ઉદ્દેશીને વિચારવાનું પ્રાપ્ત હોવા છતાં ખરી રીતે અથવા મુખ્ય રીતે શ્વેતાંબર પરંપરાને ઉદ્દેશીને જ વિચારવાનું અત્યારે પ્રાપ્ત થાય છે.
કલ્પસૂત્રના વાચન અને શ્રવણને ઉદ્દભવ ક્યારે, ક્યા સ્થાનમાં, કેવા સંજોગોમાં અને કેવી રીતે થયું એ વિશે અહીં આજે કાંઈ ચર્ચવા ઇછતે નથી. આજે તે એ વાચન-શ્રવણની ધારાગંગા ક્યા મૂળમાંથી શરૂ થઈ, કેને આધારે આજ સુધી ચાલી આવે છે તે વિશે જ સમીક્ષક દષ્ટિએ કાંઈક
Page #2
--------------------------------------------------------------------------
________________
૫૦૨ ]
દર્શન અને ચિંતન
વિચારવા ધારું છું. કલ્પસૂત્રના વાચન-શ્રવણના પ્રવાહનું મૂળ આધ્યાત્મિક ભક્તિ છે. આધ્યાત્મિક ભક્તિ એટલે જેણે પિતાના જીવનમાં સગુણ વિકસાવી જીવન તન્મય કર્યું હોય એવા મહાપુરુષને આદર્શ નજર સામે રાખી, તેવા ગુણે જીવનમાં પ્રગટાવવાની તાલાવેલી અથવા આડે રસ્તે દોરાઈ જવાય એવા પ્રસંગોથી ઓછામાં ઓછું તેવા ગુણે દ્વારા પ્રતિક્ષણ સચેત કે જાગૃત રહેવાની તમન્ના કપસૂત્રમાં મુખ્ય પાત્ર ભગવાન મહાવીર છે. તેમણે એ પ્રકારનું જીવન સંધ્યાની દરેક જૈનની શ્રદ્ધા છે. તેથી ભગવાનના જીવનને આદર્શ સામે રાખી, તે દિશામાં આગળ ન વધાય તોય તેથી ઊલટી દિશામાં તણાઈ ન જવાની જૈન કહેવડાવનારની, ખાસ કરી ઉંમરે પહોંચેલ દરેક જનની, નેમ છે. આ ગેમને કાયમ રાખવા તેમ જ પોષવા માટે જ ભગવાનની જીવનગાથા પૂરી પાડનાર કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ શરૂ થયું, બીજા કોઈ હેતુથી નહિ; તેથી આપણે હવે વિચારવાનું પ્રાપ્ત થાય છે કે એ વાચન અને શ્રવણ દ્વારા આપણી જેમ ક્યાં લગી સધાતી આવી છે અને અત્યારે કેટલી હદે સધાય છે ? જો એ નેમ સધાતી ન હોય તો એનાં શાં કારણે છે અને તે દૂર કરવાં શક્ય છે કે નહિ? જો શક્ય હોય તે તે કઈ રીતે ?
આટલું તે આપણે પરાપૂર્વથી જોતા જ આવ્યા છીએ કે ભગવાનના જીવનની પ્રતિષ્ઠાનું સ્થાન ધીરે ધીરે બીજી વસ્તુઓએ લીધું. જીવનની પૂજા
નવર્ણન કરનાર કલ્પસૂત્ર પુસ્તક તરફ વળી. કાગળ અને શાહી જ સેનારૂપાથી ન રંગાયાં પણ પૂઠાં, વેષ્ટ અને દોરીઓ સુધાએ કીમતી અલંકારે પહેર્યા, અને તે પણ કલાપૂર્વક. પુસ્તકની પૂજા, પુસ્તકના વાચનાર ગુરુવ તરફ પણ વળી. વાચનાર ગુરુ અનેક રીતે પૂજાવા લાગ્યા. અમુક જાતનો વેશ પહેર્યો એટલે ગુરુ અને જે ગુરુ તેને તે બીજી કોઈ પણ કસોટી વિના વાંચવાનો અધિકાર. જે વાંચવાનો અધિકારી, તે પાટે બેસે અને પૂજાય. આ રીતે મૂળમાં આધ્યાત્મિક ભક્તિ પિષવા જાયેલ સાધનની પૂજા ને પ્રતિષ્ઠા ધીરે ધીરે એટલે સુધી વિસ્તરી અને તેની આજુબાજુ એટલાં બધાં સસ્તાં અને ખર્ચાળ સમારંભ તેમ જ વિધિ-વિધાનો જાય છે કે તેને ભેદી, મૂળ નેમ તરફ જવાની વાત તે બાજુએ રહી પણ એનો વિચાર સુધ્ધાં કરવાનું કામ ભારે અઘરું થઈ પડ્યું છે અને અત્યારે તે કલપસૂત્રનું વાચન અને શ્રવણ એ વર્ષાકાળની પેઠે એક વાર્ષિક અનિવાર્ય નિયમ થઈ ગયો છે.
ભકિત એ જીવનના દરેક ક્ષેત્રને રસમય બનાવનાર તત્વ છે, પણ જ્યાં લગી એ તત્ત્વ સજીવન અને શુદ્ધ હોય ત્યાં લગી જ કાર્યસાધક થાય છે અને
Page #3
--------------------------------------------------------------------------
________________
કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ
[ ૫૦૩
સદ્ગુણ ખને છે. ભક્તિનું જીવંતપણું વિચાર અને શ્રુદ્ધિને લીધે છે. તેની શુદ્ધિ નિઃસ્વાર્થતાને લીધે હોય છે. જ્યારે મુદ્દિના પ્રદેશ ખેડાતા અટકે છે અને સ્વાસ્થ્ય તેમ:જ ભાગપિત્તના કચરા આજુબાજુ એકઠો થાય છે ત્યારે ભક્તિ નિર્જીવ અને અશુદ્ધ બની જઈ સદ્ગુણુરૂપ નથી રહેતી; તે ઊલટી દ્વેષ બની જાય છે. ભક્તિ પોષનાર અને તે માર્ગે ચાલનાર આખા સમાજનું જીવન એ દોષને કારણે જડ, સંકુચિત અને ક્લેશપ્રધાન બની જાય છે.
સામાન્ય રીતે જૈન જનતાની કલ્પસૂત્ર પ્રત્યે ભક્તિ છે, પણ એમાં બુદ્ધિનુ જીવન કે નિઃસ્વાથૅતાની શુદ્ધિ ભાગ્યે જ રહી છે. એનાં ખીજા અનેક કારણે હાય, પણ એનું પ્રધાન કારણ ગુરુમુખથી શાસ્ત્ર શ્રવણ કરવાની પાષાયેલી શ્રદ્ઘા એ છે. ગુરુ વાસ્તવિક અર્થમાં ગુરુ સમજાયા હોત અને તેમને અધિકાર યેાગ્યતાને લીધે મનાતો આવ્યો હોત તો આવી સ્ખલના ન થાત, જે શ્વેતાએ માત્ર જન્મને કારણે બ્રાહ્મણુત્વ અને તેના ગુરુપદ સામે લડત ચલાવી તે જ જેના ગુણુની પ્રધાનતા ગાતાં ગાતાં છેવટે વેશમાત્રમાં ગુરુપદ માની સંતુષ્ટ થઇ ગયા ! કલ્પસૂત્ર સાંભળવું છે, વાંચનાર જોઈ એ અને તે કઈ ગુરુ સાધુ જ હાવા જોઈએ. બીજી ચેાગ્યતા હ્રાય કે નહિ પણ ભેખ હાય તેય ખસ છે, એ વૃત્તિ શ્રેતાવગ માં બાઈ. પરિણામ અનેક રીતે અનિષ્ટ જ આવ્યાં. લાયકાતની કાઈ પણ કસોટીની જરૂર ન જ રહી. વેશધારી એટલા ગુરુ અને ગુરુએ એટલા વ્યાખ્યાતાઓ છેવટે કલ્પસૂત્ર પૂરતા. માત્ર કલ્પસૂત્રના અક્ષરે વાંચી જાણે. એટલે વડેરાએ આશ્રય ઇંડી સ્વતંત્ર વિચરવાનું સટિ ક્રિકેટ મળી જાય ! ભક્તા તા સૌને જોઈ એ જ. તે હાય ગણ્યાગાંઠયા, એટલે તેમના ભાગલા નાના નાના પડ઼ે. જેના ભક્ત વધારે અગર એછા છતાં જેના ભકતો પૈસાદાર તે ગુરુ મોટા. આ માન્યતામાંથી વાંચવાની દુકાનદારી હરીફાઈ ઉપાશ્રયે પોષાઈ, કલ્પસૂત્રના વાચનમાંથી ઊભા થતા નાણાં જ્ઞાતખાતાના એ ખરું, પણ તેના ઉપભોકતા છેવટે કાણુ? ગુરુ જ, અને ગુરુઓને કાંઇ ખર્ચે એછે નહિ. આકાશમાંથી એ આવે નહિ. બીજી રીતે એમને પરસેવા ઉતારવાના જ નહિ, એટલે ખર્ચને પહેોંચી વળવા ખાતર પણ સામાન્ય આવકનું કામ કલ્પસૂત્રના વાચને કરવા માંડ્યું. દેખીતી રીતે નિઃસ્વાર્થ જણાતા સાધુજીવનના પ્રમાદમય ઝીણા દ્રિોમાં અનેક રીતે સ્વાથ પર પરાએ પ્રવેશ કર્યો. વાડા ધાયા. પોતાના ઉપાશ્રયના શ્રાવક્રએ હંમેશાં નહિ તા પશુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવા પૂરતું ત્યાં જ આવવુ શાભે એવી મક્કમ માન્યતા બંધાઈ. કાણ વાંચનાર ચેાગ્ય અને કણ અયેાગ્ય એ વિવેક જ વિસારે પડ્યો. કલ્પસૂત્ર તેા વર્ષમાં એક વાર કાને પડવું જ જોઈએ અને તે ગુરુમુખથી. વળી તે પણ ચાલી
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ]
દર્શન અને ચિંતન આવતી પરંપરા પ્રમાણે અમુક ગુરુના જ મુખમાંથી. એ માન્યતામાં તણાતા વિચાર અને બુદ્ધિનું ખૂન થયું, પક્ષાપક્ષી બંધાઈ અને તે એટલે સુધી કે કાશી, મથુરા કે ગયામાં શ્રાદ્ધ કે સ્નાન કરાવવા પંડયાએ જેમ એક યાત્રી પાછળ પડે છે તેમ ઘણીવાર ને ટે સર્વસાહૂ એ પદથી વંદાતા, સ્તવાતા જૈન ગુરુએ શ્રેતાવર્ગ મેળવવાની ખેંચતાણમાં પડ્યા. મેં અનેક સ્થળે એ જોયું છે કે એક ઉપાશ્રયમાં ચોમાસુ રહેલ અનેક સાધુએ કલ્પસૂત્ર વાંચવાની તક જતી હોય તે તેને મેળવવા અકળ ખટપટ કરતા. આવી ખેંચતાણ નિઃસ્વાર્થભાવ હોય ત્યાં કદી ન જ સંભવે. પણું કલ્પસૂત્રના વાચનના અવિચારી
અધિકાર ઉપર એકાનિક ભાર આપવાનું માત્ર આટલું જ પરિણામ નથી આવ્યું. એ અનિષ્ટ બહુ દૂર સુધી પ્રસર્યું છે. એક વાર શ્રાવકોએ માન્યું કે કલ્પસૂત્ર ન સાંભળીએ તે જીવન અલેખે જાય. જાતે તે ન વંચાય ત્યારે શોધો જતિને. જ્યાં સાધુઓ પહોંચે નહિ ત્યાં ગમે તેટલે દૂર જતિ પહેરો. જતિઓને બીજી આવક કશી ન હોય તેય તેમને વાસ્તે કલ્પસૂત્ર એ કામધેન. સાધુ વિનાના સેંકડે ક્ષેત્ર ખાલી, ત્યાં જતિએ પહોંચે. એમને પાકી આવક થાય. શ્રાવકેને ક્યાં જેવું છે કે આધ્યાત્મિક જીવન સંભળાવનાર આ છેલછબીલા જાતિ મહારાજ પૈસા ક્યાં વાપરે છે? જીવન કેમ ગાળે છે ? એ તે માને છે કે કલ્પસૂત્ર સાંભળ્યું એટલે જન્મારો લેખે. પૈસા આપણે તે સદબુદ્ધિથી આખા છે. લેનાર પિતાનું કરમ પિતે જાણે! આ મરજાદી લેકના જેવી ગાંડી શ્રાવકભક્તિ આજે અનેક કુપથગામી જાતિવાડાઓને બેસાઈઓની પેઠે નભાવી રહી છે. આ તે નિઃસ્વાર્થતાની શુદ્ધ ભકિતમાંથી ચાલી જવાનું પરિણામ થયું, જે આજે આપણે સામે એક મહાન અનિષ્ટ તરીકે ઊભું છે, પણ એથીયે વધારે ઘાતક પરિણામ તે ભક્તિમાંથી બુદ્ધિવન જવાને લીધે આવ્યું છે.
જ્યાં ભગવાનના સર્વક્ષેત્રસ્પર્શી આધ્યાત્મિક જીવનની વિશાળતા અને કયાં તેને સ્પશી અનેક દૃષ્ટિબિન્દુએથી સમાજ સામે વિવિધ પ્રશ્નો છણી એ જીવનને સદાકાળ માટે આકર્ષક બનાવવાની કળાની ઊણપ ! આખો સમાજ કાંઈ આધ્યાત્મિક અધિકાર ધરાવી શકે જ નહિ, તેને તે પિતાના વ્યવહારક્ષેત્રમાં, સામાજિક જીવનમાં એ આદર્શજીવનમાંથી સમુચિત પ્રેરણું મળવી જોઈએ. એક બાજુ સામાજિક જીવનમાં પ્રેરણા આપવાનું કામ વિચારની ખામીને લીધે બંધ પડયું અને બીજી બાજુ સ્વાભાવિક આધ્યાત્મિક જીવનનો અધિકાર ન હતો, એટલે સેંકડે ગુરુઓએ દર વર્ષે કલ્પસૂત્રનું શ્રવણ કરાવવા છતાં સમાજ તે સમસ્યાઓના અંધારામાં જ વધારે ને વધારે ગબડતો ગયો.
Page #5
--------------------------------------------------------------------------
________________
કહપસૂત્રનું વાચન અને શ્રવણ
[ ૫૫ જે ભગવાનના જીવનમાંથી માણસને અનેક દિશામાં વિચાર કરતે બનાવી શકાય તે જ જીવનના યંત્રવત બનેલા વાચનના ચીલા ઉપર ચાલતાં ચાલતાં વાચનાર પોતે અને શ્રોતાવર્ગ બને એક એવા સંકુચિત દષ્ટિબિન્દના જાળામાં અને કાલ્પનિક તત્વજ્ઞાનમાં સપડાઈ ગયા કે હવે એની ગાંઠમાંથી છૂટવાનું કામ તેમને માટે ભારે થઈ ગયું છે, અને વળી બુદ્રિોહ એટલે સુધી વધે છે કે જો કોઈ એ પકડમાંથી છૂટવા પ્રયત્ન કરે તે એને ધર્મભ્રંશ કે નાસ્તિકતા કહેવામાં આવે છે !
કલ્પસૂત્રની ચોમેર માત્ર વાંચનારાઓના જ સ્વાર્થનું આવરણ નથી પથરાયું, પણ તેઓએ સુધ્ધાં એની પાછળ લક્ષ્મી, સંતતિ, અધિકાર અને આરોગ્યના આશાદક સેવ્યા છે અને અત્યારે પણ એ મેકે વાસ્તે હજાર રૂપિયા ખર્ચાય છે. આ રીતે ઉપરથી ઠેઠ નીચે સુધી, જ્યાં નજર નાખે ત્યાં, કલ્પસૂત્રના વાચન-શ્રવણને મૂળ આત્મા જ હણાયેલો છે. પ્રશ્ન થાય છે કે ત્યારે કાંઈ રસ્તે છે? જવાબ સ્પષ્ટ છે. બુદ્ધિ અને હિંમત વાસ્તે રસ્તા અનેક છે. વળી તેમાંથી નવા રસ્તા પણ નીકળી શકે. હું અત્યારના વિચારક વર્ગ વાસ્તે જે માર્ગ જેઉં છું તે નમ્રપણે જણાવી દેવા પણ ઈચ્છું છું. એનાથી વધારે સારે માર્ગ શોધી તેને અનુસરવાની સૌને સ્વતંત્રતા છે જ.
(૧) સાધુ, જતિ કે પંડિત સામે વ્યક્તિશઃ દેષ કે તિરસ્કાર જરા પણ સેવ્યા સિવાય, જ્યાં બુદ્ધિશન્ય અને શુદ્ધિવિહીન વાચન-શ્રવણની નિર્જીવ પ્રણાલી ચાલુ હોય ત્યાં નિર્ભય વિચારકેએ તેમાં જરાય ભાગ ન લે.
(૨) બુદ્ધિના વિવિધ પ્રદેશને સ્પર્શ કરે અગર એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જીવનકથા ચર્ચે અને તે પણ સીધી કે આડકતરી રીતે કઈ પણ જાતની દાન, દક્ષિણા કે ચો સ્વીકારવાની વૃત્તિ વિના જ, તેને સ્થળે, પછી વાંચનાર સાધુ હોય, યતિ હેાય કે ગૃહસ્થ હોય, આદરપૂર્વક ભાગ લે.
(૩) આધ્યાત્મિકતાની શુષ્ક ચર્ચામાં સામૂહિક દૃષ્ટિએ ન પડવું અને સામાન્ય રીતે જે સમાજને અધિકાર દેખાય છે તે જ અધિકારને ધ્યાનમાં રાખી દંભ ન પિષાય એવી રીતે પ્રામાણિકપણે વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય અગર વિશ્વીય પ્રશ્નો વિશે અભ્યાસ તેમ જ તટસ્થતાભરેલી ચર્ચાઓ વાતે બધી શક્ય ગઠવણ કરવી અને પજુસણના દિવસેને ઉપગ એક જ્ઞાન અને શાંતિના સાપ્તાહિક સત્ર તરીકે કર.
Page #6
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન (4) જ્યાં યોગ્ય અને નિઃસ્વાર્થ વિચાર મેળવવાની મુશ્કેલી હોય અને છતાંય બુદ્ધિની જાગૃતિ કરવી હોય ત્યાં એ દિવસોમાં અમુક જાતનાં પુસ્તક મેળવી તેનું જાતે અગર સામૂહિક વાચન કરવું. એવાં પુસ્તકેમાં મુખ્યપણે ધાર્મિક પર્વને અનુરૂપ જીવનકથાઓને સમાવેશ થાય. બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ અને તેમને પંથે ચાલેલા અનેક સંતની સાચી જીવનકથાઓ વાંચવી. ભગવાન મહાવીરના વ્યાપક અને વિશુદ્ધ જીવનના ઉપાસકે જ્યાં જ્યાં વિશુદ્ધિ અને સદગુણની વૃદ્ધિ દેખાય ત્યાંથી ગુણદષ્ટિએ તેને અભ્યાસ કરી, ભગવાનના જીવનને અનેકાંતદષ્ટિએ જોવાની શક્તિ કેળવવી. કઈ પણ વિચારકને કલ્પસૂત્ર કે તેના વાચન-શ્રવણ પ્રત્યે વિષ કે અણગમો હેઈ જ ન શકે. નિર્જીવતા અને અનુપેગિતા પ્રત્યે અણગમે ગમે તેટલે ખાળવા યત્ન કરીએ તોય તે પ્રગટયા વિના રહે જ નહિ. ખરું, જીવન જૈનત્વમાં છે, તેથી જૈનત્વને જીવન સાથે મેળ જ હવે જોઈએ, વિધ નહિ. આ કારણથી ભગવાનની જીવનકથાનાં વાચન-શ્રવણ નિમિતે બુદ્ધિની બધી શાખાઓને વિકાસ બનતે પ્રયત્ન કરવા યુવાનો ધર્મ છે. અરવિંદ કે ટાગોર, ગાંધીજી કે મશરૂવાળા જેવાના જીવનસ્પશી વિચારે. વાંચનાર અને વિશાળ તેમ જ ભવ્ય જીવંત આદર્શોમાં વિચરનાર યુવકને.. એકડો ઘૂંટાવે તેવી ધૂળી નિશાળ જેવી પલાળમાં ગંધાઈ રહેવાનું કહેવું એ કેવળજ્ઞાન અને અનેકાંતની ભક્તિને પરિહાસ માત્ર છે. એક વાર વિચારકોએ નિર્ભયપણે પણ વિવેકથી પિતાનું કામ શરૂ કર્યું કે પછી એ જ પિશાળોમાં આપોઆપ વાતાવરણ બદલાવા લાગશે. કન્યા નાલાયકને વરવા ના પાડે તે શ્રીમંતના છોકરાઓને પણ લાયકાત કેળવવી જ પડે છે એ ન્યાયે. છોકરીઓને પણ સૌંદર્ય ઉપરાંત લાયકાત કેળવવી પડે છે. એટલે જે જુવાને ચોમેર પ્રકાશ પ્રસારવા ઈચ્છતા હોય તેમણે આ કલ્પસૂત્ર પ્રત્યેની પરંપરાગત ભક્તિને સુંદર ઉપયોગ કરી લે જોઈએ. –જૈન, 13-9-1936