________________
૨૦૪ ]
દર્શન અને ચિંતન આવતી પરંપરા પ્રમાણે અમુક ગુરુના જ મુખમાંથી. એ માન્યતામાં તણાતા વિચાર અને બુદ્ધિનું ખૂન થયું, પક્ષાપક્ષી બંધાઈ અને તે એટલે સુધી કે કાશી, મથુરા કે ગયામાં શ્રાદ્ધ કે સ્નાન કરાવવા પંડયાએ જેમ એક યાત્રી પાછળ પડે છે તેમ ઘણીવાર ને ટે સર્વસાહૂ એ પદથી વંદાતા, સ્તવાતા જૈન ગુરુએ શ્રેતાવર્ગ મેળવવાની ખેંચતાણમાં પડ્યા. મેં અનેક સ્થળે એ જોયું છે કે એક ઉપાશ્રયમાં ચોમાસુ રહેલ અનેક સાધુએ કલ્પસૂત્ર વાંચવાની તક જતી હોય તે તેને મેળવવા અકળ ખટપટ કરતા. આવી ખેંચતાણ નિઃસ્વાર્થભાવ હોય ત્યાં કદી ન જ સંભવે. પણું કલ્પસૂત્રના વાચનના અવિચારી
અધિકાર ઉપર એકાનિક ભાર આપવાનું માત્ર આટલું જ પરિણામ નથી આવ્યું. એ અનિષ્ટ બહુ દૂર સુધી પ્રસર્યું છે. એક વાર શ્રાવકોએ માન્યું કે કલ્પસૂત્ર ન સાંભળીએ તે જીવન અલેખે જાય. જાતે તે ન વંચાય ત્યારે શોધો જતિને. જ્યાં સાધુઓ પહોંચે નહિ ત્યાં ગમે તેટલે દૂર જતિ પહેરો. જતિઓને બીજી આવક કશી ન હોય તેય તેમને વાસ્તે કલ્પસૂત્ર એ કામધેન. સાધુ વિનાના સેંકડે ક્ષેત્ર ખાલી, ત્યાં જતિએ પહોંચે. એમને પાકી આવક થાય. શ્રાવકેને ક્યાં જેવું છે કે આધ્યાત્મિક જીવન સંભળાવનાર આ છેલછબીલા જાતિ મહારાજ પૈસા ક્યાં વાપરે છે? જીવન કેમ ગાળે છે ? એ તે માને છે કે કલ્પસૂત્ર સાંભળ્યું એટલે જન્મારો લેખે. પૈસા આપણે તે સદબુદ્ધિથી આખા છે. લેનાર પિતાનું કરમ પિતે જાણે! આ મરજાદી લેકના જેવી ગાંડી શ્રાવકભક્તિ આજે અનેક કુપથગામી જાતિવાડાઓને બેસાઈઓની પેઠે નભાવી રહી છે. આ તે નિઃસ્વાર્થતાની શુદ્ધ ભકિતમાંથી ચાલી જવાનું પરિણામ થયું, જે આજે આપણે સામે એક મહાન અનિષ્ટ તરીકે ઊભું છે, પણ એથીયે વધારે ઘાતક પરિણામ તે ભક્તિમાંથી બુદ્ધિવન જવાને લીધે આવ્યું છે.
જ્યાં ભગવાનના સર્વક્ષેત્રસ્પર્શી આધ્યાત્મિક જીવનની વિશાળતા અને કયાં તેને સ્પશી અનેક દૃષ્ટિબિન્દુએથી સમાજ સામે વિવિધ પ્રશ્નો છણી એ જીવનને સદાકાળ માટે આકર્ષક બનાવવાની કળાની ઊણપ ! આખો સમાજ કાંઈ આધ્યાત્મિક અધિકાર ધરાવી શકે જ નહિ, તેને તે પિતાના વ્યવહારક્ષેત્રમાં, સામાજિક જીવનમાં એ આદર્શજીવનમાંથી સમુચિત પ્રેરણું મળવી જોઈએ. એક બાજુ સામાજિક જીવનમાં પ્રેરણા આપવાનું કામ વિચારની ખામીને લીધે બંધ પડયું અને બીજી બાજુ સ્વાભાવિક આધ્યાત્મિક જીવનનો અધિકાર ન હતો, એટલે સેંકડે ગુરુઓએ દર વર્ષે કલ્પસૂત્રનું શ્રવણ કરાવવા છતાં સમાજ તે સમસ્યાઓના અંધારામાં જ વધારે ને વધારે ગબડતો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org