________________
કહપસૂત્રનું વાચન અને શ્રવણ
[ ૫૫ જે ભગવાનના જીવનમાંથી માણસને અનેક દિશામાં વિચાર કરતે બનાવી શકાય તે જ જીવનના યંત્રવત બનેલા વાચનના ચીલા ઉપર ચાલતાં ચાલતાં વાચનાર પોતે અને શ્રોતાવર્ગ બને એક એવા સંકુચિત દષ્ટિબિન્દના જાળામાં અને કાલ્પનિક તત્વજ્ઞાનમાં સપડાઈ ગયા કે હવે એની ગાંઠમાંથી છૂટવાનું કામ તેમને માટે ભારે થઈ ગયું છે, અને વળી બુદ્રિોહ એટલે સુધી વધે છે કે જો કોઈ એ પકડમાંથી છૂટવા પ્રયત્ન કરે તે એને ધર્મભ્રંશ કે નાસ્તિકતા કહેવામાં આવે છે !
કલ્પસૂત્રની ચોમેર માત્ર વાંચનારાઓના જ સ્વાર્થનું આવરણ નથી પથરાયું, પણ તેઓએ સુધ્ધાં એની પાછળ લક્ષ્મી, સંતતિ, અધિકાર અને આરોગ્યના આશાદક સેવ્યા છે અને અત્યારે પણ એ મેકે વાસ્તે હજાર રૂપિયા ખર્ચાય છે. આ રીતે ઉપરથી ઠેઠ નીચે સુધી, જ્યાં નજર નાખે ત્યાં, કલ્પસૂત્રના વાચન-શ્રવણને મૂળ આત્મા જ હણાયેલો છે. પ્રશ્ન થાય છે કે ત્યારે કાંઈ રસ્તે છે? જવાબ સ્પષ્ટ છે. બુદ્ધિ અને હિંમત વાસ્તે રસ્તા અનેક છે. વળી તેમાંથી નવા રસ્તા પણ નીકળી શકે. હું અત્યારના વિચારક વર્ગ વાસ્તે જે માર્ગ જેઉં છું તે નમ્રપણે જણાવી દેવા પણ ઈચ્છું છું. એનાથી વધારે સારે માર્ગ શોધી તેને અનુસરવાની સૌને સ્વતંત્રતા છે જ.
(૧) સાધુ, જતિ કે પંડિત સામે વ્યક્તિશઃ દેષ કે તિરસ્કાર જરા પણ સેવ્યા સિવાય, જ્યાં બુદ્ધિશન્ય અને શુદ્ધિવિહીન વાચન-શ્રવણની નિર્જીવ પ્રણાલી ચાલુ હોય ત્યાં નિર્ભય વિચારકેએ તેમાં જરાય ભાગ ન લે.
(૨) બુદ્ધિના વિવિધ પ્રદેશને સ્પર્શ કરે અગર એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જીવનકથા ચર્ચે અને તે પણ સીધી કે આડકતરી રીતે કઈ પણ જાતની દાન, દક્ષિણા કે ચો સ્વીકારવાની વૃત્તિ વિના જ, તેને સ્થળે, પછી વાંચનાર સાધુ હોય, યતિ હેાય કે ગૃહસ્થ હોય, આદરપૂર્વક ભાગ લે.
(૩) આધ્યાત્મિકતાની શુષ્ક ચર્ચામાં સામૂહિક દૃષ્ટિએ ન પડવું અને સામાન્ય રીતે જે સમાજને અધિકાર દેખાય છે તે જ અધિકારને ધ્યાનમાં રાખી દંભ ન પિષાય એવી રીતે પ્રામાણિકપણે વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય અગર વિશ્વીય પ્રશ્નો વિશે અભ્યાસ તેમ જ તટસ્થતાભરેલી ચર્ચાઓ વાતે બધી શક્ય ગઠવણ કરવી અને પજુસણના દિવસેને ઉપગ એક જ્ઞાન અને શાંતિના સાપ્તાહિક સત્ર તરીકે કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org