Book Title: Kalpasutranu Vachan ane Shravan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [ ૩૪ ] કલ્પસૂત્રમાં અન્ય તીર્થકરની જીવનકથાના અંશે છે, તેમ જ એમાં ભગવાન મહાવીરના સાધુસંધમાંના પ્રમુખ સ્થવિરેની યાદી પણ છે; છતાં કલ્પસૂત્રની પ્રતિષ્ઠા અને એના વાચન અને શ્રવણને મહિમા મુખ્યપણે એમાંના ભગવાન મહાવીરના જીવનભાગને લીધે છે. ભગવાન દિગંબર, સ્થાનક વાસી અને શ્વેતાંબર એ ત્રણે ફિરકાને એકસરખી રીતે પૂજ્ય અને શ્રદ્ધેય છે, તેમ છતાં જ્યારે પજુસણ કે દશલક્ષણને પ્રસંગ આવે છે ત્યારે કલ્પસૂત્રનું નામ શ્વેતાંબર પરંપરામાં જેવું ઘેર ઘેર અને આબાલવૃદ્ધ દરેકને મુખે સંભળાય છે તેવું સ્થાનકવાસી કે દિગંબર ફિરકામાં સંભળાતું નથી. કલ્પસૂત્રમાંની ઘણી હકીકત અને સ્થવિરપરંપરાને દિગંબરે ન માને તેથી તેઓ કલ્પસૂત્રને ન વાંચે કે ન સાંભળે એ સમજી શકાય તેવી બાબત છે, પણ સ્થાનકવાસીઓ, જેમને કલ્પસૂત્રમાંની એક પણ બાબત અમાન્ય નથી કે તેની સાથે વિરોધ નથી, તેઓ સુધ્ધાં કલ્પસૂત્ર પ્રત્યે એટલે આદર નથી ધરાવતા એટલે શ્વેતાંબરે. પજુસણના દિવસોમાં એ જ કારણથી શ્વેતાંબર પરંપરામાં કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અનિવાર્ય લેખાય છે અને તે ભારે આદર, આડંબર તેમ જ નિયમપૂર્વક ચાલતું જોવાય છે, જ્યારે સ્થાનકવાસીઓમાં કલ્પસૂત્રનું વાચન-શ્રવણ પજુસણના દિવસોમાં પણ અનિવાર્ય નથી અને દેખાદેખીથી કાઈ ક્યારેક ક્યાંય વાંચે તે એની પાછળ એટલે દેખાવ, આડંબર કે ખર્ચ નથી થતો. આ રીતે આપણે જોવા જઈએ તે કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ એ વિશે જે કાંઈ વિચારવું ઘટે છે તે સામાન્ય રીતે સકલ જૈન પરંપરાને ઉદ્દેશીને વિચારવાનું પ્રાપ્ત હોવા છતાં ખરી રીતે અથવા મુખ્ય રીતે શ્વેતાંબર પરંપરાને ઉદ્દેશીને જ વિચારવાનું અત્યારે પ્રાપ્ત થાય છે. કલ્પસૂત્રના વાચન અને શ્રવણને ઉદ્દભવ ક્યારે, ક્યા સ્થાનમાં, કેવા સંજોગોમાં અને કેવી રીતે થયું એ વિશે અહીં આજે કાંઈ ચર્ચવા ઇછતે નથી. આજે તે એ વાચન-શ્રવણની ધારાગંગા ક્યા મૂળમાંથી શરૂ થઈ, કેને આધારે આજ સુધી ચાલી આવે છે તે વિશે જ સમીક્ષક દષ્ટિએ કાંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6