Book Title: Kalpasutranu Vachan ane Shravan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ દર્શન અને ચિંતન (4) જ્યાં યોગ્ય અને નિઃસ્વાર્થ વિચાર મેળવવાની મુશ્કેલી હોય અને છતાંય બુદ્ધિની જાગૃતિ કરવી હોય ત્યાં એ દિવસોમાં અમુક જાતનાં પુસ્તક મેળવી તેનું જાતે અગર સામૂહિક વાચન કરવું. એવાં પુસ્તકેમાં મુખ્યપણે ધાર્મિક પર્વને અનુરૂપ જીવનકથાઓને સમાવેશ થાય. બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ અને તેમને પંથે ચાલેલા અનેક સંતની સાચી જીવનકથાઓ વાંચવી. ભગવાન મહાવીરના વ્યાપક અને વિશુદ્ધ જીવનના ઉપાસકે જ્યાં જ્યાં વિશુદ્ધિ અને સદગુણની વૃદ્ધિ દેખાય ત્યાંથી ગુણદષ્ટિએ તેને અભ્યાસ કરી, ભગવાનના જીવનને અનેકાંતદષ્ટિએ જોવાની શક્તિ કેળવવી. કઈ પણ વિચારકને કલ્પસૂત્ર કે તેના વાચન-શ્રવણ પ્રત્યે વિષ કે અણગમો હેઈ જ ન શકે. નિર્જીવતા અને અનુપેગિતા પ્રત્યે અણગમે ગમે તેટલે ખાળવા યત્ન કરીએ તોય તે પ્રગટયા વિના રહે જ નહિ. ખરું, જીવન જૈનત્વમાં છે, તેથી જૈનત્વને જીવન સાથે મેળ જ હવે જોઈએ, વિધ નહિ. આ કારણથી ભગવાનની જીવનકથાનાં વાચન-શ્રવણ નિમિતે બુદ્ધિની બધી શાખાઓને વિકાસ બનતે પ્રયત્ન કરવા યુવાનો ધર્મ છે. અરવિંદ કે ટાગોર, ગાંધીજી કે મશરૂવાળા જેવાના જીવનસ્પશી વિચારે. વાંચનાર અને વિશાળ તેમ જ ભવ્ય જીવંત આદર્શોમાં વિચરનાર યુવકને.. એકડો ઘૂંટાવે તેવી ધૂળી નિશાળ જેવી પલાળમાં ગંધાઈ રહેવાનું કહેવું એ કેવળજ્ઞાન અને અનેકાંતની ભક્તિને પરિહાસ માત્ર છે. એક વાર વિચારકોએ નિર્ભયપણે પણ વિવેકથી પિતાનું કામ શરૂ કર્યું કે પછી એ જ પિશાળોમાં આપોઆપ વાતાવરણ બદલાવા લાગશે. કન્યા નાલાયકને વરવા ના પાડે તે શ્રીમંતના છોકરાઓને પણ લાયકાત કેળવવી જ પડે છે એ ન્યાયે. છોકરીઓને પણ સૌંદર્ય ઉપરાંત લાયકાત કેળવવી પડે છે. એટલે જે જુવાને ચોમેર પ્રકાશ પ્રસારવા ઈચ્છતા હોય તેમણે આ કલ્પસૂત્ર પ્રત્યેની પરંપરાગત ભક્તિને સુંદર ઉપયોગ કરી લે જોઈએ. –જૈન, 13-9-1936 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6