Book Title: Kalakasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શ્રમણભગવા ૧૯ >> ન કહ્યું તેા મને કેમ કહે ? ” શિષ્યેાએ ફરીથી આચાર્ય ને શોધવા પ્રયત્ન કર્યો, પણ તેમાં સફળ ન થયા. આથી ફરી આગ્રહપૂર્વક પૂછવાથી શખ્યાતરે કઠોર શબ્દોમાં કહ્યું કે, “ આપ જેવા અવિનીત શિષ્યાને અનુયાગ ગ્રહણ કરવામાં પ્રમાદી જોઈ ને ખિન્ન થયેલા આચાય કાલકસૂરિ સ્વણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે ચાલ્યા ગયા છે, ’' * 27 શય્યાતરના કટુ ઉપાલંભથી લજ્જિત અને ગુરુના જવાથી આધાર વગરના બનેલા ઉદાસીન શિષ્યાએ તત્કાલ અવંતિમાંથી સ્વ ભૂમિ તરફ પ્રયાણ કર્યુ. વિશાળ સઘને વિહાર કરતાં જોઇ ને લેાકે પ્રશ્ન કરતા હતા કે, કયા . આચાર્ય મહારાજ જઈ રહ્યા છે? ” શિષ્ય કહેતા કે, “ આચાર્ય કાલક, આ વાત કાનકાન તેલબિંદુની જેમ વિસ્તાર પામી. શ્રાવકવ મુનિ સાગરને જણાવ્યું કે, “ વિશાળ પરિવાર સાથે આચાય કાલક આવી રહ્યા છે. ’’ પેાતાના દાદાગુરુના આગમનની વાત સાંભળી તે અત્યંત પ્રસન્ન થયા. રામાંચિત થઈ મુનિ સાગરે પોતાના શિષ્યાને ગુરુના આગમનની સૂચના આપી કહ્યું કે, “હું તેમને કેટલાક ગંભીર પ્રશ્નો પૂછીને સમાધાન મેળવીશ, ક '' ઉતાવળે ઉતાવળે ચાલતા આચાર્ય કાલકના શિષ્યા સ્વર્ણભૂમિ પહોંચ્યા અને સ્વાગત માટે સામે આવેલા શ્રમણ સાગરના શિષ્યાને પૂછ્યું કે, “ આચાર્ય કાલક અહી પધાર્યા છે? ’’ જવાબ મળ્યા કે—“ એક વૃદ્ધ સાધુ સિવાય બીજા કોઈ અહી આવ્યા નથી. આ જાણી આચાર્ય કાલકના શિષ્યાએ ઉપાશ્રયે પહોંચી પેલા વૃદ્ધ સાધુ મહારાજને ભક્તિપૂર્વક વંદન કર્યુ નવા આવેલા શ્રમણસમુદાયથી વંદન કરાયેલા એઈ મુનિસાગરે ત્યારે જ આચાય કાલકને ઓળખ્યા. પાતાનાથી કરાયેલા અવિનયને કારણે તે લખ્ત પામ્યા. હૃદય પશ્ચાત્તાપથી ભરાઈ ગયું. દાદાગુરુનાં ચરણોમાં પડી ક્ષમા માગી. વિનમ્ર સ્વરમાં પૂછ્યું કે—“ ગુરુદેવ ! હું. અનુયોગ વાચના ઉચિત પ્રકારે આપતા હતા કે કેમ ? ” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે- તમારી અનુયાગ વાચના ખરેખર છે, પરંતુ ગર્વ કરતા નહિ. જ્ઞાન અનંત છે. મુઠ્ઠીભર ધૂળ એક સ્થાનેથી બીજે સ્થાને રાખતા અને બીજે સ્થાનેથી ત્રીજે સ્થાને રાખવા ઉડાવતા તે અલ્પ અપતર થતી જાય છે, તેમ તીર્થંકર પ્રતિપાદિત જ્ઞાન, ગણધર, આચાર્ય અને ઉપાધ્યાય દ્વારા આપણા સુધી પહોંચતાં પહેાંચતાં અત્યંત અલ્પ થઇ ગયુ છે. ” આચાર્ય કાલકે પ્રશિષ્ય સાગરને અનેક પ્રકારે શિખામણ આપી અને પાતે પણ અનુયાગ પ્રવર્તનમાં લાગી ગયા. પ્રભાવક ચરિત્રમાં પ્રાપ્ત થતા વર્ણન મુજબ, પેાતાના શિષ્યેા છેડી આચાય કાલક અવંતિમાં પ્રશિષ્ય સાગર પાસે પહોંચ્યા. તે વખતે આગમવાચનામાં રત સાગરમુનિ આચાર્ય કાલકને સામાન્ય વૃદ્ધ સમજી ઊભા ન થયા તેમ જ ખીજા કોઈ પ્રકારે સ્વાગત ન કર્યુ. આચાય કાલક ઉપાશ્રયના એક ખૂણામાં જઈ સહજભાવે બેસી ગયા; અને પરમેષ્ઠિ સ્મરણમાં લીન થયા. આગમવાચનાનું કાય. પૂરુ થયા પછી પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલક પાસે જઈ પૂછ્યું' કે--- વૃદ્ધ તપેનિધિ ! આપને કાંઇ સદેહ પૂછવા હોય તે પૃ છે. ” આચાર્ય કાલક એલ્યા—— વૃદ્ધ થવાને કારણે હું તમારા કથનને ખરેખર સમજી શકતા નથી. છતાં પણ પૂછું છું કેઅષ્ટપુષ્પીને અથ શું છે ? ’' સાગરમુનિએ ગપૂર્વક અષ્ટપુષ્પીની વ્યાખ્યા કરી. આ * 66 Jain Education International2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6