Book Title: Kalakasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ શ્રમણભગવંતો ૧૩૭ પુરાઈ ગયું અને શક સામત તથા લાટન વિરાટ સૈન્ય સામે ઉજ્જયિનીની સેના પરાસ્ત થતાં ગભિલ્લ રાજાને પરાજ્ય થયો. બહેન સરસ્વતીને મુક્ત કરાવી આચાર્ય કાલકસૂરિએ ફરીથી પ્રાયશ્ચિત્તપૂર્વક તેમને દીક્ષા આપી. આચાર્ય પિતે પણ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં સમતાભાવ લાવી વિશુદ્ધ થયા. યુદ્ધના અંતે અવન્તિ પર શક સામંતનું શાસન સ્થપાયું. કેટલાક સમય પછી આ વિદેશી સત્તાને હરાવી રાજા બલમિત્રભાનુમિત્ર અવનિપતિ બન્યા, જ્યારે “બૃહદ્દ૯૫ ભાષ્યચૂણિ'ના આધારે રાજ બલમિત્ર અને ભાનુમિત્રએ વિજ્ય મેળવી, બલમિત્રે રાજ્ય સંભાળ્યું અને નાના ભાઈ ભાનુમિત્રને યુવરાજ બનાવ્યું. આ બલમિત્ર એ જ વિક્રમ સંવત-પ્રવર્તક મહારાજ વિક્રમાદિત્ય હતા અને તે બંને ભાઈઓ આચાર્ય કાલકસૂરિના ભાણેજ હતા. આચાર્ય કાલકસૂરિ પ્રભાવશાળી વ્યક્તિત્વ વડે પૂર્વ વત્ સંઘનું નેતૃત્વ સંભાળવા લાગ્યા. નિશીથચૂાણ મુજબ એક વખત આચાર્ય કાલકે અવન્તિમાં ચાતુર્માસ કર્યું હતું. અવન્તિ પર એ સમયે બલમિત્ર અને ભાનુમિત્રનું શાસન હતું. બલમિત્ર અને ભાનુમિત્રની બહેનનું નામ ભાનુશ્રી હતું. ભાનુશ્રીના પુત્રનું નામ બલભાનું હતું. પરમ વૈરાગ્ય પામીને બલભાનુએ આચાર્ય કાલક પાસે દીક્ષા લીધી. તેથી બલમિત્ર અને ભાનુમિત્ર રોષે ભરાયા. તેમણે પ્રતિકૂળ પરિષહ ઉત્પન્ન કરી આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરવા માટે વિવશ કરી દીધા. પ્રભાવક ચરિત્ર મુજબ, આચાર્ય કાલકનું ચાતુર્માસ ભરૂચમાં હતું. બલમિત્રની બહેન ભાનુશ્રી અને ભાણેજ ભાનુમિત્રને ઉલેબ પ્રભાવક ચરિત્રમાં છે. આ ગ્રંથ મુજબ ચાતુર્માસમાં આચાર્ય કાલકસૂરિના વિહારનું નિમિત્ત રાજપુરોહિત હતું. ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રને આચાર્ય કાલક ઉપર અગાધ શ્રદ્ધા હતી. પરંતુ આચાર્યને મળતું રાજસન્માન જોઈ ભરૂચને રાજપુરોહિત ઈર્ષા કરતા હતા. એક દિવસ શાસ્ત્રાર્થમાં આચાર્ય કાલકથી પરાભવ પામી, રાજ પુરોહિતે આચાર્યને કાઢી મૂકવાની યેજના વિચારી. તેણે બલમિત્ર અને ભાનુમિત્રને જણાવ્યું કે, “રાજ! મહાપુણ્યશાળી આચાર્ય કાલકનાં ચરણ આપણા માટે વંદનીય છે. માર્ગ પર અંક્તિ તેમનાં ચરણચિહ્નો પર નગરજનનાં પગ પડવાથી અથવા તેમનું ઉલ્લંઘન કરવાથી ગુરુજનની અશાતના થાય છે. આ અશાતના રાજ્ય માટે વિદાકારક છે. આથી દેશમાં અમંગલ થવાને સંભવ છે.” બંને ભાઈએનાં સરળ હૃદયમાં નિકટવર્તી રાજપુરોહિતની વાત ઊતરી ગઈ. પરંતુ વર્ષાકાળમાં આચાર્ય કાલકને કાઢી મૂકવામાં ઘણી નિંદા થવાને ભય હતો. એ અપવાદથી બચવા રાજાના આદેશથી રાજપુરોહિતે ઘરે ઘરે આધાકર્મષનિષ્પન્ન ભારે ભોજન આચાર્ય કલકને આપવાની ઘોષણા કરી. નગરનાં લેકેએ તેમ કર્યું. એષણીય આહારપ્રાપ્તિના અભાવમાં રાજ્ય-વ્યવસ્થા તરફથી અનુકૂળ ઉપસર્ગ થયેલ જાણી આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરવો પડયો. ત્યાંથી આચાર્ય કાલક પ્રતિષ્ઠાનપુર પધાર્યા. પ્રતિષ્ઠાનપુરના શાસક શાતવાહન (શાલિ. વાહન) રાજ જૈનધર્મના વિશેષ અનુરાગી હતા. નગર સહિત સાતવાહન રાજાએ આચાર્ય કાલકસૂરિનું ભવ્ય સન્માન કર્યું. પર્યુષણ પર્વના દિવસે નજીક આવ્યા. ભાદરવા સુદિ પાંચમના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવાનું હતું. પરંતુ તે વખતે એ પ્રદેશમાં ભાદરવા સુદિ પાંચમનો શ્ર. ૧૮ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6