Book Title: Kalakasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ ૧૩૮ શાસન પ્રભાવક દિવસ લૌકિક ઇન્દ્રપર્વ તરીકે ઊજવાતું હતું, અને તેના મહત્સવમાં રાજા-પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ આચાર્ય કાલકસૂરિને વિનંતી કરી કે, “ભાદરવા સુદ પાંચમ લૌકિક પર્વ–મહેન્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તે આપ સંવત્સરી પર્વ ભાદરવા સુદિ પાંચમને બદલે ચોથને દિવસે કરે; જેથી હું તેની બરાબર આરાધના કરી શકું.” આચાર્ય કાલકસૂરિ તેમ કરવા સમ્મત થયા. એટલે આચાર્ય મહારાજ, રાજા અને શ્રીસંઘે તે વર્ષે ભાદરવા સુદિ એથને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. બીજે વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવું – અને ત્યારથી સંવત્સરી મહાપર્વની આરાધના, આચાર્ય કાલકસૂરિને એ નિર્ણય એકરૂપે સૌ કેઈને માન્ય બની, ભાદરવા સુદ ચોથના દિવસે ઊજવાતી આવી છે, જે પરંપરા આજ લગભગ ૧૧૦૦ વર્ષથી પ્રવર્તી રહી છે, અને તે તેમના અદ્વિતીય પ્રતાપ અને પ્રભાવને ચરિતાર્થ કરે છે. આચાર્ય કાલકસૂરિ તેમની વૃદ્ધાવસ્થાએ અવંતિ પધાર્યા ત્યારની આ વાત છે. વાર્ધક્યની ચિંતા કર્યા વગર તેઓ પિતાના શિષ્ય સમુદાયને આગમવાચના આપી રહ્યા હતા. આચાર્ય કાલકસૂરિ જેવો ઉત્સાહ તેમના શિષ્ય સમુદાયમાં ન હતું. શિષ્ય આગમવાચના ગ્રહણ કરવામાં ઉદાસીન હતા. પિતાના શિષ્યોના પ્રમાદભાવથી આચાર્ય ખેદ પામ્યા. તેઓને શિક્ષા કરવા માટે આચાર્ય કાલકસૂરિએ શિષ્યથી અલગ થવાની વાત વિચારી. આચાર્યશ્રીએ ગંભીરપણે વિચાર કર્યો કે–અવિનીત અને પ્રમાદી શિષ્ય કષ્ટદાયક થાય છે. તેમની સાથે રહેવાથી દુર્ગતિનું બંધન થાય છે. આથી શિષ્યને મોહ છોડી બીજે ચાલ્યા જવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. આમ વિચાર કરીને તેમણે શય્યાતરની પાસે જઈને કહ્યું કે –“હું મારા અવિનીત અને પ્રમાદી શિષ્યસમુદાયને જણાવ્યા વિના મારા પ્રશિષ્ય સાગરની પાસે સ્વર્ણભૂમિ તરફ જાઉં છું. વિચાર છું કે–શિ દ્વારા અનુગ ગ્રહણ ન કરાય તે માટે તેમની વચ્ચે રહેવાને કેઈ ઉપગ નથી. ઊલટું, એ શિષ્યની ઉછુંખલતા કર્મબંધનને હેતુ છે. બની શકે કે મારા ચાલ્યા જવાથી તેઓને પિતાની ભૂલ સમજાય અને તેઓને ભૂલ સમજાય તે જ મારા ચાલ્યા જવાની વાત, શિષ્યવર્ગ અત્યંત આગ્રહપૂર્વક પૂછે તો જ, અને તે પણ તેમને રોહરહિત વેરેમાં જ બતાવવી.” શય્યાતરને આ પ્રમાણે સૂચના આપી, શિષ્યોને કહ્યા વગર આચાર્ય કાલકસૂરિએ એકલા વિહાર કર્યો. વચ્ચેની ભૂમિ-વસ્તીને દૂર કરી અત્યંત દૂર સ્વર્ણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે પહોંચ્યા. આગમવાચનરત પ્રશિષ્ય સાગરે તેમને સામાન્ય વૃદ્ધ સાધુ સમજી, તેમનું અભ્યસ્થાપૂિર્વક કઈ સ્વાગત ન કર્યું. અધપૌરુષી (અર્ધવાચના)ના સમયે પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલકસૂરિને સંકેત કરી પૂછ્યું કે, “હે મુનિ! મારું કથન આપને સમજાય છે?” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે, “હા.” સાગરમુનિ ગર્વ સહિત બોલ્યા, “વૃદ્ધ! સાવધાન થઈને સાંભળે.” આચાર્ય કાલકસૂરિ ગંભીર મુદ્રામાં બેઠા હતા. મુનિ સાગર અનુગ આપવામાં પ્રવૃત્ત થયા. આ બાજુ આચાર્ય કાલકસૂરિના શિષ્યોએ પ્રાતઃકાળે જોયું કે, આચાર્ય કાલકસૂરિ તેમની વચ્ચે નથી. તેમણે ચારે તરફ તપાસ કરી પણ તેઓ ન મળ્યા. શય્યાતર પાસે જઈને પૂછ્યું, આચાર્યદેવ કયાં છે?” મુખમુદ્રાને વક્ર બનાવી શય્યાતરે કહ્યું, “તમારા આચાર્યો તમને કાંઈ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6