Book Title: Kalakasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 6
________________ 140 શાસનપ્રભાવક વ્યાખ્યાથી આચાર્ય કાલકને સંતોષ ન થયું. પરંતુ તે સમયે કંઈ બોલવું ઉચિત નથી એમ સમજી મૌન રહ્યા. તે પછી કાલકાચાર્યના શિષ્યા આવ્યા. શિષ્યના ગુરુ પ્રત્યેના વિનયભાવ અને ભક્તિભાવને જોઈને સાગમુનિએ આચાર્ય કાલકને ઓળખી લીધા અને મનમાં સકિચ પામી, પિતાના અવિનયની ક્ષમા માગી. અને અષ્ટપુષ્પીના વિષયમાં જિજ્ઞાસા પ્રગટ કરી. એના સમાધાનમાં આચાર્ય કાલકે (1) અહિંસા, (2) સત્ય, (3) અસ્તેય, (4) બ્રહ્મચર્ય, (5) અપરિગ્રહ, રાગ-દ્વેષને ત્યાગ, (7) ધર્મધ્યાન અને (8) શુકલધ્યાન–એ આ પ્રકારનાં પુષ્પથી આત્માની પૂજાને કલ્યાણુકર માર્ગ બતાવી વિશુદ્ધ અધ્યાત્મભાવનું પ્રતિપાદન કર્યું અને પ્રશિષ્ય સાગરને જ્ઞાનને ગર્વ ન કરવાની શિખામણ આપી. અવંતિથી સ્વર્ણ ભૂમિમાં જવાને આચાર્ય કાલકનો ઉલ્લેખ નિશીથચૂર્ણમાં નીચે પ્રમાણે છે: “સળી કામળા શાસ્ત્રમાં સુવાળમણુ” આ ઉલ્લેખ કાલકાચાર્યને અવંતિમાં અને પ્રશિષ્ય સાગરને સુવર્ણ ભૂમિમાં હોવાનું સ્પષ્ટ સંકેત છે. અવિનીત શિષ્યના પરિત્યાગની આ ઘટના વીરનિર્વાણ સં. 45 પહેલાં બનેલી છે. આચાર્ય કાલકનો શિષ્ય સમુદાય વિશાળ હતું, પરંતુ તેમના પર તેમને આસક્તિ ન હતી. અવિનીત શિષ્યો સાથે રહેવાથી કર્મબંધન વધુ થશે એમ વિચારી તેઓએ એકાકી વિહાર કર્યો હતો. આ પ્રસંગે તેમની નિલેપ જીવનસાધનાનું પ્રશસ્ય દષ્ટાંત છે. આચાર્ય કાલક નારાધનાની પ્રવૃત્તિમાં અપ્રમત્તભાવે પ્રવૃત્ત હતા. પિતાની પાસેના શિષ્યની અસ્થિરતા જોઈ, તેમને પિતાના વિજ્ઞાન સંબંધી અપૂર્ણતાને અનુભવ થશે. તેમણે એક વખત વિચાર્યું કે, “મેં અત્યાર સુધી એવું મુહૂર્ત ન જાણ્યું કે જેથી મારા દ્વારા દીક્ષિત શિષ્ય સ્થિરતાને પામે.” હૃદયની આ પ્રેરણાથી પ્રેરાઈને મુહૂર્ત જ્ઞાન સંબંધી વિશેષતા પ્રાપ્ત કરવા આચાર્ય કાલકે આ વિદ્યા પ્રતિષ્ઠાનપુરમાં આજીવિકા પાસેથી ગ્રહણ કરી. આજીવિકે પાસેથી જોતિષવિદ્યા ગ્રહણ કરવાને સમય વીરનિર્વાણ સં. 453 પહેલાને બતાવવામાં આવે છે. કાલકાચાર્ય ઈરાન ગયા ત્યારે પણ ત્યાંના માંડલિક રાજાઓને નિમિત્તવિદ્યા અને મંત્રવિદ્યાના બળથી પ્રભાવિત કરી, તેઓને હિન્દુસ્તાન લાવ્યા હતા. આચાર્ય કાલકસૂરિનું કથાનક કેટલાયે વિસ્મયકારી પ્રસંગેથી ભરપૂર અને પ્રતિબોધરૂપ છે. તેઓએ સમ્રાટ વિક્રમાદિત્ય, રાજા શાતવાહન, લાટપ્રદેશના રાજકુટુંબને, ઈરાનના શક સામતે (ક્ષત્રપ) વગેરેને પ્રતિબોધ્યા હતા. તેઓએ મહાન રાજ્યક્રાન્તિ અને મહાન ધર્મકાન્તિ કરી હતી. આચાર્ય કાલકસૂરિના જીવનમાં પ્રથમ કાલકાચાર્ય (શ્યામાચાર્ય) જે ઇન્દ્ર સમક્ષ નિગેદના આખ્યાનને ઉલેખ મળે છે. તેઓએ પ્રથમાનુગ, ગડિકાનુગ અને કાલકસંહિતા વગેરે ગ્રંથ રહ્યા હતા. આચાર્યશ્રી કાલકસૂરિને વીરનિર્વાણ સં. 465 (લગભગ)માં સ્વર્ગવાસ થયે હતે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6