Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
જૈનશાસન અને સયમધર્મની રક્ષા માટે અભૂતપૂર્વ પરાક્રમ દાખવનારા અને જેમના નિણ યથી સંવત્સરી મહાપર્વની આરાધના પાંચમની ચેાથના . આજ પર્યંત પ્રવતી રહી છે. એવા
આચાર્ય શ્રી કાલકસૂરિ (બીજા કાલકાચાર્ય) મહારાજ
ધરક્ષા અને સંયમરક્ષા માટે ઝઝૂમનાર એકલવીર આચાર્ય કાલકસૂરિ ( ખીજા કાલકાચા )નું નામ જૈન ઇતિહાસમાં સુપ્રસિદ્ધ અને સંસ્મરણીય છે. આચાય કાલકસૂરિએ પશ્ચિમમાં છેક ઇરાન સુધી વિહાર કર્યાં હતા. તેમના આ વિહાર ધ રક્ષા અને સંચમરક્ષા માટે જ હતા, અને તે અનિવાય હતે.
૧૫
શ્રી કાલકસૂરિના જન્મ ધારાવાસ નામના નગરમાં થયેા હતે. ત્યાંના રાજા વીરસ અને રાણી સુરસુ ંદરીના તેઓ કુંવર હતા. તેમની બહેનનું નામ સરસ્વતી અને તેમનુ પોતાનું નામ કાલક હતું.
એક વખત કુમાર કાલક સામતા સાથે ઘેાડા ઉપર બેસી નગર બહાર જઈ રહ્યા હતા. બહાર ઉદ્યાનમાં તેમણે શ્રી ગુણાકરસૂરિ નામના જૈનાચાય ને ઉપદેશ આપતા જોયા. તેમની ત્યાગગર્ભિત ધીર-ગંભીર અને હૃદયસ્પર્શી વાણી સાંભળી તેમને વૈરાગ્ય ઊપજ્યું. રાજમહેલે આવી માપિતાની અનુમતિ મેળવી. મહેન સરસ્વતીએ પણ દીક્ષા લેવાના નિણુ ય કરતાં, બંનેએ આચાર્ય ગુણાકરસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી.
કાલકકુમાર હવે કાલક મુનિ બની ગયા. તેજ બુદ્ધિ અને તીવ્ર જ્ઞાનરુચિને કારણે અલ્પ સમયમાં તે જિનાગમેના પારગામી બની ગયા. ગુરુએ તેમને સ` રીતે ચેગ્ય જાણી આચાર્ય પદથી વિભૂષિત કર્યાં. એક વખત આચાર્યાં કાલકસૂરિ શિષ્યપરિવાર સાથે અવંતિ (ઉજ્જયિની) પધાર્યા. તેઓએ નગર બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી હતી. તેમનાં બહેનમહારાજ સાધ્વીજી સરસ્વતી પણ અતિ પધાર્યા હતાં. તે નામ પ્રમાણે સાક્ષાત્ સરસ્વતી જેવાં હતાં. દેખાવમાં રૂપ રૂપનો અંબાર હતાં. તે સમયે અવતિમાં ગદ્ય બિલ્લરાજા રાજ્ય કરતે હતા. તે ઘણા કામાંધ હતા. સાધ્વી સરસ્વતીના રૂપની તેને જાણ થતાં પેાતાના સૈનિકો દ્વારા તેનું અપહરણ કરાવ્યું. સાધ્વી સરસ્વતીએ ઘણી ચીસ પાડી અને અમે પાડી પણ રાજાની ભારે ધાકથી કોઇ ડાવવા આવ્યું નહી. આચાય કાલકસૂરિને આ ખબર મળતાં તુરત રાજસભામાં પધાર્યા; અને રાજા ગભિલ્લ સામે જોઈ ખેલ્યા કે, “હું રાજન્ ! વાડથી રક્ષિત ફળનું જો વાડ જ ભક્ષણ કરવા લાગે તે ફળની રક્ષા કેવી રીતે થાય? રક્ષક જે ભક્ષક અને તે દુઃખની વાત કાની પાસે જઈ ને કરવી ? આપ સમગ્ર પ્રજાના રક્ષક છે. આપના દ્વારા એક સાધ્વીજીનું અપહરણ થાય એ કૈાઇ રીતે ઉચિત નથી. માટે આપ તેને મુક્ત કરો. ’
આચાર્ય કાલકસૂરિએ ખૂબ ખૂબ સમજાણ્યે; પણ કામાંધ રાજા જરા પણ સમયે નહીં. મહાજને, ધજના, વિદ્વજનો, નગરજને અને મંત્રી આદિ રાજ્યાધિકારીઓએ પણ નિવેદન કર્યું ; પડેશના રાજાએ સુદ્ધાંએ અનેક પ્રયત્ન કર્યો; પણ મૂઢમતિ રાજાએ કોઈની વાત
2010-04
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શાસનપ્રભાવક ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું નહીં. આખરે આચાર્ય કાલકસૂરિનું ક્ષાત્રતેજ પ્રજવલી ઊઠયું. તેમને લાગી આવ્યું કે, “છતે સામ” શું દુષ્કૃત્યની ઉપેક્ષા કરવી ? જે ધર્મનું ધર્માચરણનું અવમાન કરતે હેય, અહિત કરતે હેય તેવા ધર્મભ્રષ્ટને સઘળી શક્તિથી અટકાવવો જ જોઈએ. અને હું એવા ધર્મભ્રષ્ટ ગદંભિલ્લને રાજભ્રષ્ટ ન કરું તે, હું પ્રતિજ્ઞા લઉં છું કે, સંઘની પ્રત્યેનીક, શાસનઘાતક અને સંયમવિનાશક વ્યક્તિની જે ગતિ થાય તેવી ગતિ મને પ્રાપ્ત થાઓ.”
ગભિલ્લ રાજા પિતાની સૈન્યશક્તિથી અને વિદ્યાશક્તિથી ખૂબ સમ્પન્ન હતું, તે આચાર્ય કાલકસૂરિ સારી રીતે જાણતા હતા. આથી જ તેઓ સ્થળ-કાળને ઊંડે અને ગંભીર વિચાર કરી, જાણે જોઈ ને શૂન્યમનસ્કપણે નગરમાં ફરવા લાગ્યા અને જ્યાં ત્યાં અસંબદ્ધ પ્રલાપ કરતાં કહેવા લાગ્યાઃ “ગદંભિલ્લ રાજા હોય તે પણ શું ? દેશ સમૃદ્ધ હોય તે પણ શું? નગરી સુરક્ષિત હોય તે પણ શું ? નગરજને સુંદર વસ્ત્ર પહેરે તે પણ શું? હું ભિક્ષા માટે ભટકું તે પણ શું? હું શૂન્ય ધર્મસ્થાનમાં નિવાસ કરું તે પણ શું? ” આચાર્ય કાલસૂરિના આ પ્રલાપોએ સર્વ પ્રજાજનોને ભ્રાંતિમાં નાખી દીધા. રાજા ગદ ભિલ્લને લાગ્યું કે, આચાર્ય કાલકસૂરિ તેમની બહેનના કારણે મૂઢ બની બકવાટ કરે છે. આચાર્ય કાલકસૂરિ પિતાને કરવા યોગ્ય ભૂમિકા નિર્માણ કરી, કેટલાક સમય પછી ત્યાંથી ચાલી નીકળ્યા. બહેન સરસ્વતીને ગઈ ભિલ્લના પંજામાંથી મુક્ત કરાવવા તેને જીતવા જરૂરી હતો. તે માટે કેઈ રાજસત્તાને સહયોગ મેળવવા જરૂરી હતા. આસપાસના રાજાઓ પર નજર નાખતાં કેઈ એ રાજા ન જા કે જે ગભિલ્લ સામે યુદ્ધ કરે છે તેને હરાવી શકે. દિવસેને દિવસે ફરી ઘણું. રાજાઓને સમજાવી જોયા, મનાવી જોયા, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી. છેવટે આચાર્ય કાલકસૂરિ નિરુપયે સિંધુને કિનારે થઈ હિન્દ બહાર ઈરાન પહોંચ્યા. ઈરાનમાં શક શહેનશાહના નાના નાના શાહી. સામતે (માંડલિક રાજાઓ) સાથે આચાર્ય કાલકસૂરિએ પિતાના વિદ્યાબળે ગાઢ મિત્રતા સ્થાપી.
એક દિવસ ૯૬ શક સામતે રાજભયથી ઘેરાઈ ગયા. આચાર્ય કાલકને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા ને જણાવ્યું કે તે દરેકને બચવું હોય તે હિન્દુસ્તાન આવવું પડશે. મતથી બચવા સૌ કબૂલ થયા. સમય આવ્યે આચાર્ય કાલકસૂરિ સાથે સૌ પિતાપિતાને કાફલે લઈ, સિધુ નદી પાર કરીને સૌરાષ્ટ્રના કિનારે આવી પહોંચ્યા. તેઓએ પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું. અહીં વર્ષાઋતુને લીધે કેટલાક સમય રોકાવું પડ્યું. પછી વિશાળ શક સૈન્ય સાથે આચાર્ય કાલક પ્રયાણ કરી લાટપ્રદેશની રાજધાની ભૃગુકચ્છ (ભરૂચ) આવ્યા. ત્યાંના શાસક બલમિત્રભાનુમિત્રને પણ સેના સાથે લઈ, માલવદેશની સીમાએ પડાવ નાખે.
ગભિલ્લ રાજાને ગભીવિદ્યા સાધ્ય હતી. તે વિદ્યાના બળે અવાજ કાઢી સાડા ત્રણ ગાઉના અંતર સુધીને શત્રુસૈન્યને બેશુદ્ધ કરી શકતો હતો. આચાર્ય કાલકસૂરિ આ વાત જાણતા હતા. તેથી તેઓએ ૧૦૮ લક્ષ્યવેધી બાણુવલીઓને યોગ્ય સ્થાને ગોઠવી દીધા અને સૈન્યને ઉજ્જયિની પર હલ્લે કરવા જણાવ્યું. ગÉભિલ્લ રાજાને જાણ થતાં ગભીવિદ્યા સાધીને કિલ્લા ઉપર જઈ ઊભે અને અવાજ કાઢવા જ્યાં મુખ ખેલ્યું ત્યાં જ ૧૦૮ બાણેથી તેનું મુખ
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
૧૩૭
પુરાઈ ગયું અને શક સામત તથા લાટન વિરાટ સૈન્ય સામે ઉજ્જયિનીની સેના પરાસ્ત થતાં ગભિલ્લ રાજાને પરાજ્ય થયો. બહેન સરસ્વતીને મુક્ત કરાવી આચાર્ય કાલકસૂરિએ ફરીથી પ્રાયશ્ચિત્તપૂર્વક તેમને દીક્ષા આપી. આચાર્ય પિતે પણ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં સમતાભાવ લાવી વિશુદ્ધ થયા. યુદ્ધના અંતે અવન્તિ પર શક સામંતનું શાસન સ્થપાયું. કેટલાક સમય પછી આ વિદેશી સત્તાને હરાવી રાજા બલમિત્રભાનુમિત્ર અવનિપતિ બન્યા, જ્યારે “બૃહદ્દ૯૫ ભાષ્યચૂણિ'ના આધારે રાજ બલમિત્ર અને ભાનુમિત્રએ વિજ્ય મેળવી, બલમિત્રે રાજ્ય સંભાળ્યું અને નાના ભાઈ ભાનુમિત્રને યુવરાજ બનાવ્યું. આ બલમિત્ર એ જ વિક્રમ સંવત-પ્રવર્તક મહારાજ વિક્રમાદિત્ય હતા અને તે બંને ભાઈઓ આચાર્ય કાલકસૂરિના ભાણેજ હતા.
આચાર્ય કાલકસૂરિ પ્રભાવશાળી વ્યક્તિત્વ વડે પૂર્વ વત્ સંઘનું નેતૃત્વ સંભાળવા લાગ્યા. નિશીથચૂાણ મુજબ એક વખત આચાર્ય કાલકે અવન્તિમાં ચાતુર્માસ કર્યું હતું. અવન્તિ પર એ સમયે બલમિત્ર અને ભાનુમિત્રનું શાસન હતું. બલમિત્ર અને ભાનુમિત્રની બહેનનું નામ ભાનુશ્રી હતું. ભાનુશ્રીના પુત્રનું નામ બલભાનું હતું. પરમ વૈરાગ્ય પામીને બલભાનુએ આચાર્ય કાલક પાસે દીક્ષા લીધી. તેથી બલમિત્ર અને ભાનુમિત્ર રોષે ભરાયા. તેમણે પ્રતિકૂળ પરિષહ ઉત્પન્ન કરી આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરવા માટે વિવશ કરી દીધા. પ્રભાવક ચરિત્ર મુજબ, આચાર્ય કાલકનું ચાતુર્માસ ભરૂચમાં હતું. બલમિત્રની બહેન ભાનુશ્રી અને ભાણેજ ભાનુમિત્રને ઉલેબ પ્રભાવક ચરિત્રમાં છે. આ ગ્રંથ મુજબ ચાતુર્માસમાં આચાર્ય કાલકસૂરિના વિહારનું નિમિત્ત રાજપુરોહિત હતું. ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રને આચાર્ય કાલક ઉપર અગાધ શ્રદ્ધા હતી. પરંતુ આચાર્યને મળતું રાજસન્માન જોઈ ભરૂચને રાજપુરોહિત ઈર્ષા કરતા હતા.
એક દિવસ શાસ્ત્રાર્થમાં આચાર્ય કાલકથી પરાભવ પામી, રાજ પુરોહિતે આચાર્યને કાઢી મૂકવાની યેજના વિચારી. તેણે બલમિત્ર અને ભાનુમિત્રને જણાવ્યું કે, “રાજ! મહાપુણ્યશાળી આચાર્ય કાલકનાં ચરણ આપણા માટે વંદનીય છે. માર્ગ પર અંક્તિ તેમનાં ચરણચિહ્નો પર નગરજનનાં પગ પડવાથી અથવા તેમનું ઉલ્લંઘન કરવાથી ગુરુજનની અશાતના થાય છે. આ અશાતના રાજ્ય માટે વિદાકારક છે. આથી દેશમાં અમંગલ થવાને સંભવ છે.” બંને ભાઈએનાં સરળ હૃદયમાં નિકટવર્તી રાજપુરોહિતની વાત ઊતરી ગઈ. પરંતુ વર્ષાકાળમાં આચાર્ય કાલકને કાઢી મૂકવામાં ઘણી નિંદા થવાને ભય હતો. એ અપવાદથી બચવા રાજાના આદેશથી રાજપુરોહિતે ઘરે ઘરે આધાકર્મષનિષ્પન્ન ભારે ભોજન આચાર્ય કલકને આપવાની ઘોષણા કરી. નગરનાં લેકેએ તેમ કર્યું. એષણીય આહારપ્રાપ્તિના અભાવમાં રાજ્ય-વ્યવસ્થા તરફથી અનુકૂળ ઉપસર્ગ થયેલ જાણી આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરવો પડયો.
ત્યાંથી આચાર્ય કાલક પ્રતિષ્ઠાનપુર પધાર્યા. પ્રતિષ્ઠાનપુરના શાસક શાતવાહન (શાલિ. વાહન) રાજ જૈનધર્મના વિશેષ અનુરાગી હતા. નગર સહિત સાતવાહન રાજાએ આચાર્ય કાલકસૂરિનું ભવ્ય સન્માન કર્યું. પર્યુષણ પર્વના દિવસે નજીક આવ્યા. ભાદરવા સુદિ પાંચમના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવાનું હતું. પરંતુ તે વખતે એ પ્રદેશમાં ભાદરવા સુદિ પાંચમનો શ્ર. ૧૮
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શાસન પ્રભાવક દિવસ લૌકિક ઇન્દ્રપર્વ તરીકે ઊજવાતું હતું, અને તેના મહત્સવમાં રાજા-પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ આચાર્ય કાલકસૂરિને વિનંતી કરી કે, “ભાદરવા સુદ પાંચમ લૌકિક પર્વ–મહેન્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તે આપ સંવત્સરી પર્વ ભાદરવા સુદિ પાંચમને બદલે ચોથને દિવસે કરે; જેથી હું તેની બરાબર આરાધના કરી શકું.” આચાર્ય કાલકસૂરિ તેમ કરવા સમ્મત થયા. એટલે આચાર્ય મહારાજ, રાજા અને શ્રીસંઘે તે વર્ષે ભાદરવા સુદિ એથને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. બીજે વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવું – અને ત્યારથી સંવત્સરી મહાપર્વની આરાધના, આચાર્ય કાલકસૂરિને એ નિર્ણય એકરૂપે સૌ કેઈને માન્ય બની, ભાદરવા સુદ ચોથના દિવસે ઊજવાતી આવી છે, જે પરંપરા આજ લગભગ ૧૧૦૦ વર્ષથી પ્રવર્તી રહી છે, અને તે તેમના અદ્વિતીય પ્રતાપ અને પ્રભાવને ચરિતાર્થ કરે છે.
આચાર્ય કાલકસૂરિ તેમની વૃદ્ધાવસ્થાએ અવંતિ પધાર્યા ત્યારની આ વાત છે. વાર્ધક્યની ચિંતા કર્યા વગર તેઓ પિતાના શિષ્ય સમુદાયને આગમવાચના આપી રહ્યા હતા. આચાર્ય કાલકસૂરિ જેવો ઉત્સાહ તેમના શિષ્ય સમુદાયમાં ન હતું. શિષ્ય આગમવાચના ગ્રહણ કરવામાં ઉદાસીન હતા. પિતાના શિષ્યોના પ્રમાદભાવથી આચાર્ય ખેદ પામ્યા. તેઓને શિક્ષા કરવા માટે આચાર્ય કાલકસૂરિએ શિષ્યથી અલગ થવાની વાત વિચારી. આચાર્યશ્રીએ ગંભીરપણે વિચાર કર્યો કે–અવિનીત અને પ્રમાદી શિષ્ય કષ્ટદાયક થાય છે. તેમની સાથે રહેવાથી દુર્ગતિનું બંધન થાય છે. આથી શિષ્યને મોહ છોડી બીજે ચાલ્યા જવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. આમ વિચાર કરીને તેમણે શય્યાતરની પાસે જઈને કહ્યું કે –“હું મારા અવિનીત અને પ્રમાદી શિષ્યસમુદાયને જણાવ્યા વિના મારા પ્રશિષ્ય સાગરની પાસે સ્વર્ણભૂમિ તરફ જાઉં છું. વિચાર છું કે–શિ દ્વારા અનુગ ગ્રહણ ન કરાય તે માટે તેમની વચ્ચે રહેવાને કેઈ ઉપગ નથી. ઊલટું, એ શિષ્યની ઉછુંખલતા કર્મબંધનને હેતુ છે. બની શકે કે મારા ચાલ્યા જવાથી તેઓને પિતાની ભૂલ સમજાય અને તેઓને ભૂલ સમજાય તે જ મારા ચાલ્યા જવાની વાત, શિષ્યવર્ગ અત્યંત આગ્રહપૂર્વક પૂછે તો જ, અને તે પણ તેમને રોહરહિત વેરેમાં જ બતાવવી.”
શય્યાતરને આ પ્રમાણે સૂચના આપી, શિષ્યોને કહ્યા વગર આચાર્ય કાલકસૂરિએ એકલા વિહાર કર્યો. વચ્ચેની ભૂમિ-વસ્તીને દૂર કરી અત્યંત દૂર સ્વર્ણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે પહોંચ્યા. આગમવાચનરત પ્રશિષ્ય સાગરે તેમને સામાન્ય વૃદ્ધ સાધુ સમજી, તેમનું અભ્યસ્થાપૂિર્વક કઈ સ્વાગત ન કર્યું. અધપૌરુષી (અર્ધવાચના)ના સમયે પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલકસૂરિને સંકેત કરી પૂછ્યું કે, “હે મુનિ! મારું કથન આપને સમજાય છે?” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે, “હા.” સાગરમુનિ ગર્વ સહિત બોલ્યા, “વૃદ્ધ! સાવધાન થઈને સાંભળે.” આચાર્ય કાલકસૂરિ ગંભીર મુદ્રામાં બેઠા હતા. મુનિ સાગર અનુગ આપવામાં પ્રવૃત્ત થયા.
આ બાજુ આચાર્ય કાલકસૂરિના શિષ્યોએ પ્રાતઃકાળે જોયું કે, આચાર્ય કાલકસૂરિ તેમની વચ્ચે નથી. તેમણે ચારે તરફ તપાસ કરી પણ તેઓ ન મળ્યા. શય્યાતર પાસે જઈને પૂછ્યું,
આચાર્યદેવ કયાં છે?” મુખમુદ્રાને વક્ર બનાવી શય્યાતરે કહ્યું, “તમારા આચાર્યો તમને કાંઈ
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવા
૧૯
>>
ન કહ્યું તેા મને કેમ કહે ? ” શિષ્યેાએ ફરીથી આચાર્ય ને શોધવા પ્રયત્ન કર્યો, પણ તેમાં સફળ ન થયા. આથી ફરી આગ્રહપૂર્વક પૂછવાથી શખ્યાતરે કઠોર શબ્દોમાં કહ્યું કે, “ આપ જેવા અવિનીત શિષ્યાને અનુયાગ ગ્રહણ કરવામાં પ્રમાદી જોઈ ને ખિન્ન થયેલા આચાય કાલકસૂરિ સ્વણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે ચાલ્યા ગયા છે, ’'
*
27
શય્યાતરના કટુ ઉપાલંભથી લજ્જિત અને ગુરુના જવાથી આધાર વગરના બનેલા ઉદાસીન શિષ્યાએ તત્કાલ અવંતિમાંથી સ્વ ભૂમિ તરફ પ્રયાણ કર્યુ. વિશાળ સઘને વિહાર કરતાં જોઇ ને લેાકે પ્રશ્ન કરતા હતા કે, કયા . આચાર્ય મહારાજ જઈ રહ્યા છે? ” શિષ્ય કહેતા કે, “ આચાર્ય કાલક, આ વાત કાનકાન તેલબિંદુની જેમ વિસ્તાર પામી. શ્રાવકવ મુનિ સાગરને જણાવ્યું કે, “ વિશાળ પરિવાર સાથે આચાય કાલક આવી રહ્યા છે. ’’ પેાતાના દાદાગુરુના આગમનની વાત સાંભળી તે અત્યંત પ્રસન્ન થયા. રામાંચિત થઈ મુનિ સાગરે પોતાના શિષ્યાને ગુરુના આગમનની સૂચના આપી કહ્યું કે, “હું તેમને કેટલાક ગંભીર પ્રશ્નો પૂછીને સમાધાન મેળવીશ, ક
''
ઉતાવળે ઉતાવળે ચાલતા આચાર્ય કાલકના શિષ્યા સ્વર્ણભૂમિ પહોંચ્યા અને સ્વાગત માટે સામે આવેલા શ્રમણ સાગરના શિષ્યાને પૂછ્યું કે, “ આચાર્ય કાલક અહી પધાર્યા છે? ’’ જવાબ મળ્યા કે—“ એક વૃદ્ધ સાધુ સિવાય બીજા કોઈ અહી આવ્યા નથી. આ જાણી આચાર્ય કાલકના શિષ્યાએ ઉપાશ્રયે પહોંચી પેલા વૃદ્ધ સાધુ મહારાજને ભક્તિપૂર્વક વંદન કર્યુ નવા આવેલા શ્રમણસમુદાયથી વંદન કરાયેલા એઈ મુનિસાગરે ત્યારે જ આચાય કાલકને ઓળખ્યા. પાતાનાથી કરાયેલા અવિનયને કારણે તે લખ્ત પામ્યા. હૃદય પશ્ચાત્તાપથી ભરાઈ ગયું. દાદાગુરુનાં ચરણોમાં પડી ક્ષમા માગી. વિનમ્ર સ્વરમાં પૂછ્યું કે—“ ગુરુદેવ ! હું. અનુયોગ વાચના ઉચિત પ્રકારે આપતા હતા કે કેમ ? ” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે- તમારી અનુયાગ વાચના ખરેખર છે, પરંતુ ગર્વ કરતા નહિ. જ્ઞાન અનંત છે. મુઠ્ઠીભર ધૂળ એક સ્થાનેથી બીજે સ્થાને રાખતા અને બીજે સ્થાનેથી ત્રીજે સ્થાને રાખવા ઉડાવતા તે અલ્પ અપતર થતી જાય છે, તેમ તીર્થંકર પ્રતિપાદિત જ્ઞાન, ગણધર, આચાર્ય અને ઉપાધ્યાય દ્વારા આપણા સુધી પહોંચતાં પહેાંચતાં અત્યંત અલ્પ થઇ ગયુ છે. ” આચાર્ય કાલકે પ્રશિષ્ય સાગરને અનેક પ્રકારે શિખામણ આપી અને પાતે પણ અનુયાગ પ્રવર્તનમાં લાગી ગયા.
પ્રભાવક ચરિત્રમાં પ્રાપ્ત થતા વર્ણન મુજબ, પેાતાના શિષ્યેા છેડી આચાય કાલક અવંતિમાં પ્રશિષ્ય સાગર પાસે પહોંચ્યા. તે વખતે આગમવાચનામાં રત સાગરમુનિ આચાર્ય કાલકને સામાન્ય વૃદ્ધ સમજી ઊભા ન થયા તેમ જ ખીજા કોઈ પ્રકારે સ્વાગત ન કર્યુ. આચાય કાલક ઉપાશ્રયના એક ખૂણામાં જઈ સહજભાવે બેસી ગયા; અને પરમેષ્ઠિ સ્મરણમાં લીન થયા. આગમવાચનાનું કાય. પૂરુ થયા પછી પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલક પાસે જઈ પૂછ્યું' કે--- વૃદ્ધ તપેનિધિ ! આપને કાંઇ સદેહ પૂછવા હોય તે પૃ છે. ” આચાર્ય કાલક એલ્યા—— વૃદ્ધ થવાને કારણે હું તમારા કથનને ખરેખર સમજી શકતા નથી. છતાં પણ પૂછું છું કેઅષ્ટપુષ્પીને અથ શું છે ? ’' સાગરમુનિએ ગપૂર્વક અષ્ટપુષ્પીની વ્યાખ્યા કરી. આ
*
66
2010_04
Page #6
--------------------------------------------------------------------------
________________ 140 શાસનપ્રભાવક વ્યાખ્યાથી આચાર્ય કાલકને સંતોષ ન થયું. પરંતુ તે સમયે કંઈ બોલવું ઉચિત નથી એમ સમજી મૌન રહ્યા. તે પછી કાલકાચાર્યના શિષ્યા આવ્યા. શિષ્યના ગુરુ પ્રત્યેના વિનયભાવ અને ભક્તિભાવને જોઈને સાગમુનિએ આચાર્ય કાલકને ઓળખી લીધા અને મનમાં સકિચ પામી, પિતાના અવિનયની ક્ષમા માગી. અને અષ્ટપુષ્પીના વિષયમાં જિજ્ઞાસા પ્રગટ કરી. એના સમાધાનમાં આચાર્ય કાલકે (1) અહિંસા, (2) સત્ય, (3) અસ્તેય, (4) બ્રહ્મચર્ય, (5) અપરિગ્રહ, રાગ-દ્વેષને ત્યાગ, (7) ધર્મધ્યાન અને (8) શુકલધ્યાન–એ આ પ્રકારનાં પુષ્પથી આત્માની પૂજાને કલ્યાણુકર માર્ગ બતાવી વિશુદ્ધ અધ્યાત્મભાવનું પ્રતિપાદન કર્યું અને પ્રશિષ્ય સાગરને જ્ઞાનને ગર્વ ન કરવાની શિખામણ આપી. અવંતિથી સ્વર્ણ ભૂમિમાં જવાને આચાર્ય કાલકનો ઉલ્લેખ નિશીથચૂર્ણમાં નીચે પ્રમાણે છે: “સળી કામળા શાસ્ત્રમાં સુવાળમણુ” આ ઉલ્લેખ કાલકાચાર્યને અવંતિમાં અને પ્રશિષ્ય સાગરને સુવર્ણ ભૂમિમાં હોવાનું સ્પષ્ટ સંકેત છે. અવિનીત શિષ્યના પરિત્યાગની આ ઘટના વીરનિર્વાણ સં. 45 પહેલાં બનેલી છે. આચાર્ય કાલકનો શિષ્ય સમુદાય વિશાળ હતું, પરંતુ તેમના પર તેમને આસક્તિ ન હતી. અવિનીત શિષ્યો સાથે રહેવાથી કર્મબંધન વધુ થશે એમ વિચારી તેઓએ એકાકી વિહાર કર્યો હતો. આ પ્રસંગે તેમની નિલેપ જીવનસાધનાનું પ્રશસ્ય દષ્ટાંત છે. આચાર્ય કાલક નારાધનાની પ્રવૃત્તિમાં અપ્રમત્તભાવે પ્રવૃત્ત હતા. પિતાની પાસેના શિષ્યની અસ્થિરતા જોઈ, તેમને પિતાના વિજ્ઞાન સંબંધી અપૂર્ણતાને અનુભવ થશે. તેમણે એક વખત વિચાર્યું કે, “મેં અત્યાર સુધી એવું મુહૂર્ત ન જાણ્યું કે જેથી મારા દ્વારા દીક્ષિત શિષ્ય સ્થિરતાને પામે.” હૃદયની આ પ્રેરણાથી પ્રેરાઈને મુહૂર્ત જ્ઞાન સંબંધી વિશેષતા પ્રાપ્ત કરવા આચાર્ય કાલકે આ વિદ્યા પ્રતિષ્ઠાનપુરમાં આજીવિકા પાસેથી ગ્રહણ કરી. આજીવિકે પાસેથી જોતિષવિદ્યા ગ્રહણ કરવાને સમય વીરનિર્વાણ સં. 453 પહેલાને બતાવવામાં આવે છે. કાલકાચાર્ય ઈરાન ગયા ત્યારે પણ ત્યાંના માંડલિક રાજાઓને નિમિત્તવિદ્યા અને મંત્રવિદ્યાના બળથી પ્રભાવિત કરી, તેઓને હિન્દુસ્તાન લાવ્યા હતા. આચાર્ય કાલકસૂરિનું કથાનક કેટલાયે વિસ્મયકારી પ્રસંગેથી ભરપૂર અને પ્રતિબોધરૂપ છે. તેઓએ સમ્રાટ વિક્રમાદિત્ય, રાજા શાતવાહન, લાટપ્રદેશના રાજકુટુંબને, ઈરાનના શક સામતે (ક્ષત્રપ) વગેરેને પ્રતિબોધ્યા હતા. તેઓએ મહાન રાજ્યક્રાન્તિ અને મહાન ધર્મકાન્તિ કરી હતી. આચાર્ય કાલકસૂરિના જીવનમાં પ્રથમ કાલકાચાર્ય (શ્યામાચાર્ય) જે ઇન્દ્ર સમક્ષ નિગેદના આખ્યાનને ઉલેખ મળે છે. તેઓએ પ્રથમાનુગ, ગડિકાનુગ અને કાલકસંહિતા વગેરે ગ્રંથ રહ્યા હતા. આચાર્યશ્રી કાલકસૂરિને વીરનિર્વાણ સં. 465 (લગભગ)માં સ્વર્ગવાસ થયે હતે. 2010_04