________________
૧૩૬
શાસનપ્રભાવક ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું નહીં. આખરે આચાર્ય કાલકસૂરિનું ક્ષાત્રતેજ પ્રજવલી ઊઠયું. તેમને લાગી આવ્યું કે, “છતે સામ” શું દુષ્કૃત્યની ઉપેક્ષા કરવી ? જે ધર્મનું ધર્માચરણનું અવમાન કરતે હેય, અહિત કરતે હેય તેવા ધર્મભ્રષ્ટને સઘળી શક્તિથી અટકાવવો જ જોઈએ. અને હું એવા ધર્મભ્રષ્ટ ગદંભિલ્લને રાજભ્રષ્ટ ન કરું તે, હું પ્રતિજ્ઞા લઉં છું કે, સંઘની પ્રત્યેનીક, શાસનઘાતક અને સંયમવિનાશક વ્યક્તિની જે ગતિ થાય તેવી ગતિ મને પ્રાપ્ત થાઓ.”
ગભિલ્લ રાજા પિતાની સૈન્યશક્તિથી અને વિદ્યાશક્તિથી ખૂબ સમ્પન્ન હતું, તે આચાર્ય કાલકસૂરિ સારી રીતે જાણતા હતા. આથી જ તેઓ સ્થળ-કાળને ઊંડે અને ગંભીર વિચાર કરી, જાણે જોઈ ને શૂન્યમનસ્કપણે નગરમાં ફરવા લાગ્યા અને જ્યાં ત્યાં અસંબદ્ધ પ્રલાપ કરતાં કહેવા લાગ્યાઃ “ગદંભિલ્લ રાજા હોય તે પણ શું ? દેશ સમૃદ્ધ હોય તે પણ શું? નગરી સુરક્ષિત હોય તે પણ શું ? નગરજને સુંદર વસ્ત્ર પહેરે તે પણ શું? હું ભિક્ષા માટે ભટકું તે પણ શું? હું શૂન્ય ધર્મસ્થાનમાં નિવાસ કરું તે પણ શું? ” આચાર્ય કાલસૂરિના આ પ્રલાપોએ સર્વ પ્રજાજનોને ભ્રાંતિમાં નાખી દીધા. રાજા ગદ ભિલ્લને લાગ્યું કે, આચાર્ય કાલકસૂરિ તેમની બહેનના કારણે મૂઢ બની બકવાટ કરે છે. આચાર્ય કાલકસૂરિ પિતાને કરવા યોગ્ય ભૂમિકા નિર્માણ કરી, કેટલાક સમય પછી ત્યાંથી ચાલી નીકળ્યા. બહેન સરસ્વતીને ગઈ ભિલ્લના પંજામાંથી મુક્ત કરાવવા તેને જીતવા જરૂરી હતો. તે માટે કેઈ રાજસત્તાને સહયોગ મેળવવા જરૂરી હતા. આસપાસના રાજાઓ પર નજર નાખતાં કેઈ એ રાજા ન જા કે જે ગભિલ્લ સામે યુદ્ધ કરે છે તેને હરાવી શકે. દિવસેને દિવસે ફરી ઘણું. રાજાઓને સમજાવી જોયા, મનાવી જોયા, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી. છેવટે આચાર્ય કાલકસૂરિ નિરુપયે સિંધુને કિનારે થઈ હિન્દ બહાર ઈરાન પહોંચ્યા. ઈરાનમાં શક શહેનશાહના નાના નાના શાહી. સામતે (માંડલિક રાજાઓ) સાથે આચાર્ય કાલકસૂરિએ પિતાના વિદ્યાબળે ગાઢ મિત્રતા સ્થાપી.
એક દિવસ ૯૬ શક સામતે રાજભયથી ઘેરાઈ ગયા. આચાર્ય કાલકને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા ને જણાવ્યું કે તે દરેકને બચવું હોય તે હિન્દુસ્તાન આવવું પડશે. મતથી બચવા સૌ કબૂલ થયા. સમય આવ્યે આચાર્ય કાલકસૂરિ સાથે સૌ પિતાપિતાને કાફલે લઈ, સિધુ નદી પાર કરીને સૌરાષ્ટ્રના કિનારે આવી પહોંચ્યા. તેઓએ પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું. અહીં વર્ષાઋતુને લીધે કેટલાક સમય રોકાવું પડ્યું. પછી વિશાળ શક સૈન્ય સાથે આચાર્ય કાલક પ્રયાણ કરી લાટપ્રદેશની રાજધાની ભૃગુકચ્છ (ભરૂચ) આવ્યા. ત્યાંના શાસક બલમિત્રભાનુમિત્રને પણ સેના સાથે લઈ, માલવદેશની સીમાએ પડાવ નાખે.
ગભિલ્લ રાજાને ગભીવિદ્યા સાધ્ય હતી. તે વિદ્યાના બળે અવાજ કાઢી સાડા ત્રણ ગાઉના અંતર સુધીને શત્રુસૈન્યને બેશુદ્ધ કરી શકતો હતો. આચાર્ય કાલકસૂરિ આ વાત જાણતા હતા. તેથી તેઓએ ૧૦૮ લક્ષ્યવેધી બાણુવલીઓને યોગ્ય સ્થાને ગોઠવી દીધા અને સૈન્યને ઉજ્જયિની પર હલ્લે કરવા જણાવ્યું. ગÉભિલ્લ રાજાને જાણ થતાં ગભીવિદ્યા સાધીને કિલ્લા ઉપર જઈ ઊભે અને અવાજ કાઢવા જ્યાં મુખ ખેલ્યું ત્યાં જ ૧૦૮ બાણેથી તેનું મુખ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org