Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ લેખકના બે બોલ (આવૃત્તિ બીજી) શ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈના જીવન સંબંધી પ્રથમ પુસ્તક “સાક્ષાત્ સરસ્વતી” સં. ૧૯૪૩માં તેમની હયાતીમાં પ્રસિદ્ધ થયું હતું. તેમના મિત્ર વિનયચંદ્ર પોપટલાલ દફતરીએ તે તૈયાર કરેલું હતું. તેની પછી શ્રીમદ્ રાજચંદ્ર પોતે સ્વાત્મવૃત્તાંતરૂપ ૧૩ વર્ષ સુધીની પોતાની ચર્યા સં. ૧૯૪૬માં લખી છે. “સાક્ષાતુ સરસ્વતી’ની બે બીજી આવૃત્તિઓ ઈ. સ. ૧૯૨૧માં અમદાવાદના મુમુક્ષ વર્ગ તરફથી પ્રસિદ્ધ થઈ હતી. શ્રીમન્ના દેહોત્સર્ગ પછી સં. ૧૯૬૫ માં ઝવેરી માણેકલાલ ઘેલાભાઈએ “શ્રીમાન્ રાજચંદ્રજીનું આધ્યાત્મિક જીવન” નામનો તેઓશ્રીની જયંતી વખતે એક નિબંધ વાંચેલો તે પણ પ્રસિદ્ધ થયેલો છે. ત્યાર પછી યંતી ઊજવાતી તેમાં ગાંધીજી, આનંદશંકર ધ્રુવ, કાકા કાલેલકર વગેરે વિદ્વાનનાં ભાષણો થતાં, તેનો એક સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”ની ઉત્પત્તિ પણ સં. ૧૯૯૧ની જયંતીને નિમિત્ત થઈ છે. ભાઈ ગોપાળદાસ જીવાભાઈ પટેલની સૂચનાથી નિબંધરૂપે લખવા શરૂ કરેલ, પછી પુસ્તકરૂપે છપાવવાની તેમની ધારણા થવાથી તેમની સૂચના પ્રમાણે કંઈક વિસ્તારપૂર્વક પાછળનો ભાગ લખાયો. પાછળથી તેમનો વિચાર એ નિબંધમાંથી કંઈક લઈ જયંતી વગેરેનાં વ્યાખ્યાન સહિત “શ્રીમદ્ભી જીવનયાત્રા” પ્રસિદ્ધ કરવાનો થયો. તે પ્રમાણે તે ગ્રંથ સં. ૧૯૯૧માં પ્રસિદ્ધ થયો. ભાદરણ શ્રીમદ્ રાજચંદ્ર મંદિરની સ્થાપનાના મહત્સવ પ્રસંગે મુમુક્ષુઓને ભેટ આપવા સં. ૧૯૯૪માં શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળાની પ્રથમ આવૃત્તિ “પ્રસ્થાન કાર્યાલય” દ્વારા પ્રસિદ્ધ થઈ. ત્યાર પછીનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 340