Book Title: Jivan Kala Author(s): Govardhandas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ પ રિ ચ ય આ પુસ્તકની એક વિશેષતા છે. શ્રીમદ્ રાજચન્દ્ર આત્મપ્રતીતિ કરી પરમાત્મદર્શન પામ્યા. તેમના જીવનકાળમાં સંસર્ગમાં આવનારામાંથી કેટલાકને તેમની ચમત્કારી લબ્ધિઓને પરિચય થયો હતો. કોઈ કોઈને તેમણે આત્મપ્રતીતિ કરાવી હતી; કોઈને આત્મરૂપ કર્યા હતા. શ્રી લલ્લુજી મહારાજ–લઘુરાજ નામે પ્રસિદ્ધ તેમના આત્મજ્ઞાનના વારસદાર થયા હતા. તેમનાં અનેક વર્ષો તપશ્ચર્યા અને ધ્યાનમાં વ્યતીત થયાં. સાંપ્રદાયિકોએ તેમનો ત્યાગ કર્યો. અનેક પરિષહો તેમને સહન કરવા પડ્યા. સીમમાં જતા આવતા ખેડૂતો તથા પાટીદાર બાઈઓ પાસેથી તેમને ભિક્ષા મળતી. ધર્મલાભ” આ ભદ્રિક જનોને આપવા માંડ્યો. અને તેમાંથી અનેક બૂક્યારે અનેક લલ્લુજી મહારાજના અન્તવાસી થઈ રહ્યા; આમાંથી અગાસ આશ્રમનો જન્મ થયો. | શ્રી લઘુરાજ સ્વામી શ્રીમદ્દના અનન્ય ભક્ત હતા; તેમની ગુરુભક્તિ ચમત્કારી હતી. “આ સંસારમાં એક આત્મા સાચો છે એ દેશનાનો સતત પ્રવાહ એમના તરફથી વહ્યા કરતો હતો. તેમણે પરમ કરુણાથી કેટલાયે સંશયગ્રસ્ત આધુનિકોને “આત્મા છે એવી ઝાંખી કરાવી હતી. તેમની ભાવનાનો પ્રવાહ અપ્રતિહત હતો. આ મહાત્માના અંતેવાસી બ્રહ્મચારી શ્રી ગોવર્ધનભાઈએ આ પુસ્તક લખી તેમની સમક્ષ વાંચી સંભળાવ્યું હતું. પૂજ્યપાદ શ્રી લઘુરાજ સ્વામીએ તેને કસાટીએ કસી મંજૂર કર્યું હતું. આ પુસ્તકની એ વિશેષતા છે. રસિકલાલ છો. પરીખ magelan Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 340