Book Title: Jirndurga Junagadh Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ ૧૯૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ तस्स य तिण्णि नामधिज्जाइं पसिद्धाई । इं जहा-उग्गसेणगढं ति वा, खंगारगढं ति वा, जुण्णदुग्गं ति वा ॥ કલ્પપ્રદીપનું સમાપ્તિનું વર્ષ સં૧૩૮૯ | ઈ. સ. ૧૩૩૩ આપ્યું છે. “પૈવતગિરિકલ્પ’એ પહેલાં થોડા વર્ષ અગાઉ રચાઈ ચૂક્યો હશે; જેમ કે તે ગ્રંથ અંતર્ગતનો વૈભારગિરિકલ્પ” સં. ૧૩૬૪ { ઈસ. ૧૩૦૮માં રચાયો હતો, આ સમીકરણમાં “જુણદુશ્મ' શબ્દ આપ્યો છે, “જિણદુગ્ગ' (એટલે કે જીર્ણદુર્ગ)નહીં તે વાત નોંધવી જોઈએ. પ્રાકૃત “જુણ સંસ્કૃત ‘જૂર્ણ’ પરથી આવ્યો છે; અને જૂર્ણ તેમ જ “જીર્ણ' શબ્દો પર્યાયવાચી છે. આ મુદ્દો “જૂનાગઢ' શબ્દની વ્યુત્પત્તિ નિશ્ચિત કરવા માટે અત્યંત મહત્ત્વનો બની રહે છે. આ દૃષ્ટિકોણથી જોતાં “જૂર્ણદુર્ગજુણ્યઉદુમ્મુ જૂનોગઢ'-જૂનાગઢ' એ રીતે ક્રમિક રૂપપલટો થયો હોય તેમ જણાય છે : સ્વાભાવિક લાગે છે. જૂના' ભાગ ‘જીર્ણ પરથી સીધી રીતે નહીં, પણ તેના પર્યાય “જૂર્ણ' પરથી ઊતરી આવ્યો છે અને “ગઢ” અને “દુર્ગ” એકબીજાના પર્યાય હોઈ ‘જૂર્ણદુર્ગને બદલે સારલ્યમૂલક જૂનોગઢ' અને પછીથી “જૂનાગઢ' શબ્દ લોકભાષામાં પ્રચલિત બની ગયો. ‘જૂનાગઢ'નું સાતમી વિભક્તિનું એક ઉચ્ચારણ “જૂનેગઢ' પણ વૃદ્ધજનોને કરતાં મેં બચપણમાં સાંભળેલા.(“હું પરમણે “દિ જૂનેગઢ ગ્યોતો” જેવી વાક્ય રચનામાં.) આ રૂપ “જૂની ગુજરાતી’ કે ‘ગૂર્જર ભાષામાં વપરાતું “જૂનઇગઢિ' પરથી ઉતરી આવ્યું છે. જૂનાગઢના વિવિધ નામકરણ વિશે થોડું વિચારીએ તો તેમાં ‘ઉગ્ગએણગઢ' એટલે કે “ઉગ્રસેનગઢ' એ પૌરાણિક બ્રાહ્મણીય, તેમ જ નેમિનાથ સંબંધીનાં જૈન કથાનકોને અનુસરતું પારંપરિક નામ હશે. જયારે “ખેંગારગઢ' નામ જયસિંહ સિદ્ધરાજના સમકાલીન ચૂડાસમા રા'ખેંગાર પરથી પડ્યું હશે. ખેંગારનું નામ જોડાવાના કારણમાં તો વંથળીથી જૂનાગઢ ગાદી બદલનાર રા'ખેંગારે “જૂનાગઢ'ના ઉપરકોટને સમરાવી વિસ્તાર્યો હશે તે હોવું જોઈએ. ઉપરકોટની જૂની આલંકારિક પ્રતોલીનાં લક્ષણો ૧૨મા શતકના પૂર્વાર્ધનાં હોઈ એને રા'ખેંગારની સમયની કૃતિ ગણવી જોઈએ. જ્યારે “જીર્ણદુર્ગ” કે “જુષ્ણદુગ્ગ” નામ એ સૂચવે છે કે ઉપરકોટને સ્થાને મૂળ ઘણા પુરાતન કાળનો ગઢ(રા'ગ્રહરિપુએ દશમા શતકમાં સમરાવેલ કે નવ નિર્માવેલ ?) ગઢ હશે જેનું ‘જીર્ણદુર્ગ” એવું નામ રાખેંગારના સમયના નવોદ્ધાર પછી પણ આદતને કારણે પ્રચારમાં રહી જવા પામ્યું હશે, જે છેક ‘જૂનાગઢ' નામરૂપમાં આજ દિવસ સુધી ટકી રહ્યું છે. ટિપ્પણો : ૧. આના દાખલાઓ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વિશેષ છે. મૂળ વિષય સાથે તેની બહુ ઉપયુક્તતા ન હોઈ અહીં વિગતોમાં ઊતરવું અનાવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6