Book Title: Jirndurga Junagadh Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 6
________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે 195 2. પથિક વર્ષ 9, અંક 8-9, મે જૂન 1970, (ખાસ સૌરાષ્ટ્ર અંક), પૃ. 96-97. 3. એજન, પૃ. 96. 4. અત્રિ, પૃ. 97. 5. શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ 17, અંક 1. (ક્રમાંક 193), અમદાવાદ 15-10-51, પૃ. 21. આનું સંપાદન ભંવરલાલજી નાહટાએ સં. 1430 ! ઈસ. ૧૩૭૪ની પ્રત પરથી કર્યું છે. દ, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ 1949, પૃ. 59. સંદ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). 7, “પુરિ પાસ'નો અર્થ “પુરે પાર્થ' થાય. આમાં કહેલું ‘પુર ગામ તે “ભૂતામ્બિલિકાના રાણક બાષ્પદેવના સં. 1045 ? ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ “પૌરવેલાકુલ' અને ઉત્તર મધ્યકાલીન લેખોમાં આવતું “પુરબંદિર' એટલે કે હાલનું “પોરબંદર' હોવું જોઈએ. “પોરબંદરમાં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (સંપાદકે “પુર'ની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) 8, “મણી’ તે પોરબંદરથી 22 માઈલ વાયવ્ય આવેલું સમુદ્રતટવર્તી પુરાણું ગામ “મિયાણી(મણિપુર) જણાય છે. (સંપાદક આ ગામની સાચી પિછાન આપી શકયા નથી.) આજે “મિયાણી'માં ગામના જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના પૂર્વાભિમુખ સં. 1260 ઈ. સ. ૧૨૦૪ના લેખવાળા પૂર્વાભિમુખ મંદિરની સમીપ, પણ ઉત્તરાભિમુખ, જૈન મંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દૃષ્ટિએ ૧૩મી શતાબ્દીનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલ્લિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. 9. ઘુમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભા છે. તેમાંથી મળી આવેલ જિનપ્રતિમાનું રેખાંકન James Burgess tl Antiquities of Kathiawad and Kutch, London 1876, plate XLVI 2% 54). 10. જુઓ 59 લાલચંદ્ર ગાંધી, “શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરાસાહ,” જૈનયુગ, પુ. 1, અંક 9 વૈશાખ 1982, પૃ. 304, 11. સિઘી જૈન ગ્રંથમાલા, સં. (મુનિ જિનવિજય, શાંતિનિકેતન 1934, પૃ. 10. 12. એજન પૃ. 2. 13. આનાં પ્રમાણો અહીં રજૂ કરવાથી વિષય-વિસ્તાર થવાનો ભય હોઈ તે વાત છોડી દીધી છે. પરિશિષ્ટ પ્રા. બંસીધરે જૂનાખા સંબંધમાં નીચેની નોંધ મોકલાવી છે જે શબ્દશઃ અહીં પેશ કરું છું. “જૂનાખો”અરબીમાં “જૂના” = હિંસકપ્રાણી, ખાં = ઘર, રહેઠાણ. આપે મિરાતે અહમદીનો reference ટાંક્યો હોત તો સારું થાત. ત્યાં ફારસીના કોઈ વિદ્વાનું પાસેથી મળી રહેત. કદાચ ગિરનાર પર વાઘ-સિંહ હિંસક પશુઓ રહેવાથી “જૂના-ખાં” જેવું ફારસી-ઉર્દૂ નામ તો નથી ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6