Book Title: Jirndurga Junagadh Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249368/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે સન્ ૧૯૨૫-૧૯૫૯ દરમિયાન જૂનાગઢના સરકારી સંગ્રહાલયના રક્ષપાલ તરીકે હું કામ કરતો હતો ત્યારે, બપોરે વિશ્રાંતિસમયે, ત્યાંનાં પ્રાણીસંગ્રહસ્થાનનો વિદ્વાન્ અને ઇતિહાસપ્રેમી ચોકીદાર ભાઈ જૂમો મારી પાસે અવારનવાર બેસવા આવતો. (જૂમાનાં ઊર્દૂ અને ફારસી ઉચ્ચારણોની ખુમારીભરી, મીઠી, ખાનદાની અસલિયત ફરીને સાંભળવા મળી નથી.) વાતો દરમિયાન જૂમાએ ઘણી વાર એ બાબતનો ઉલ્લેખ કરેલો કે જૂનાગઢનું નામ “જૂનાખાં” પરથી પડેલું છે; ને મિરાતે અહમદીમાં એવી નોંધ લેવાઈ છે, વગેરે. મિરાતે અહમદી ગ્રંથમાં એ સંદર્ભ છે કે નહીં તે તપાસી જોવા જેટલી ઉત્સુકતા ત્યારે થઈ નહોતી (ને આજે પણ નથી), પણ ભાઈ જૂમાની વાત તથ્યપૂર્ણ હોવા અંગે તે ઘડીએ મનોમન વિશ્વાસ બેઠેલો નહીં. મધ્યકાલીન જૈન લેખકોના કથિત “જીર્ણદુર્ગ” નામ પરથી જ “જૂનાગઢ' નામ જનભાષામાં પછીથી આવી ગયું હશે, અને “જીર્ણ' એટલે જૂનું' અને “દુર્ગનો પર્યાય “ગઢ’ હોઈ, તેમ જ ઉચ્ચારણની દૃષ્ટિએ જીર્ણદુર્ગ” કરતાં “જૂનાગઢ' શબ્દમાં સુગમતા રહેતી હોઈ, નગરની નામ-સંજ્ઞાનો મૂલાર્થ કાયમ રાખી રૂપાંતર-ભાષાંતરની પ્રક્રિયાના આશ્રયે જેમ અન્યત્ર પરિવર્તન થયાનાં દષ્ટાંતો છે તેવું જ અહીં પણ બન્યું હશે તેવું મનમાં ઘોળાતું હોવાનું યાદ છે. પણ “શિલાલેખોમાં કુતિયાણા” નામક લેખ અંતર્ગત જૂનાગઢના નામોત્પત્તિ વિશે શ્રી છો. મ. અત્રિ(અમદાવાદ ૧૯૭૦)એ કરેલ જે રસમય ચર્ચા જોવા મળી, તેમાં ભાઈ જૂમાએ કહેલ મતનું એક રીતે સમર્થન મળી રહે છે : આથી આ સમસ્યા પર વધુ વિચારવાની હવે જરૂરિયાત ઊભી થતી હોવાનું મને લાગતાં અહીં તેનાં વિવિધ પાસાંઓ તપાસી જે કંઈ નિર્ણયો થઈ શકે તે રજૂ કરીશ. શ્રી અત્રિએ “કુનિપુર' પરથી “કુતિયાણા” નામ ઊતરી આવ્યું છે કે નહીં તે મૂળ મુદ્દાની કાળજીપૂર્વકની કરેલી તપાસણીમાં નામ-પરિવર્તનના નિયમોની શોધ ચલાવતાં ત્યાં જે સંદર્ભગત સામગ્રી રજૂ કરી છે તેમાં “જૂનાગઢ' નામોત્પત્તિ સંબંધ વિશે જે બન્યું હોવું જોઈએ તે સંભાવ્ય હકીકત પુરાવા તરીકે મૂકી છે. અહીં શ્રી અત્રિની ચર્ચાના સંબંધભૂત મૂળ લેખન ભાગ ટાંકી, તેમની તારવણીઓ પરથી ઉપસ્થિત થતા મુદ્દાઓ વિશે અવલોકીશું. શ્રી અત્રિએ અન્ય ગામોની સાથે જૂનાગઢના પર્યાયો વિશે અભિલેખોના આધારે પ્રથમ તો કાલક્રમબદ્ધ તાલિકા રજૂ કરી છે : “જૂનાગઢ' ગામ તેમાં પ્રારંભે મૂક્યું છે; એ જૂનાગઢવાળા ભાગને જ અહીંની ચર્ચા સાથે નિસબત હોઈ મૂળ લાંબી તાલિકાના તેટલા ભાગને જ અહીં ઉદ્ધત કરી આગળ ચર્ચા કરીશું: ક્રમ તળપદી સંજ્ઞા સંસ્કારેલું રૂપ લેખ-વર્ષ પ્રકાશન-સંદર્ભ વિક્રમ-ઈસુ ૧. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૩પ ! ૧૩૭૮ ડિસકળકર ૨. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૪૪૫ ૧૩૮૯ ડિસકળકર Page #2 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે ૧૯૧ ૩. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૬૯ ! ૧૪૧૩ ડિસકળકર ૪. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૫૭૨ { ૧૫૧૬ નાહર તાલિકા આપ્યા બાદ શ્રી અત્રિએ “જૂનાગઢ પર કરેલ ચર્ચા-વિસ્તારને અહીં યથાતથ રજૂ કરી તે પછી તેના પર આગળ વિચાર કરવો અનુકૂળ રહેશે : ઉપર્યુક્ત તાલિકા જોતાં જણાઈ આવશે કે “જીર્ણપ્રાકાર’ અને ‘જીર્ણદુર્ગ બંને જૂનાગઢનાં સંસ્કૃત તત્સમ રૂપ હોવાને બદલે સંસ્કૃત અનુવાદ માત્ર છે. આમ “જીર્ણપ્રાકાર’ કે “જીર્ણદુર્ગમાંથી જૂનાગઢ બનેલ નથી, પરંતુ જૂનાગઢમાંથી “જીર્ણદુર્ગ” આદિ બનાવી દેવામાં આવેલ છે*. વસ્તુતઃ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦માં ગુજરાતના સુલતાન મહંમદ “જૂના એ રા'ખેંગાર ચોથાને હરાવીને ઉપરકોટનું નામ કદાચ પોતાના જૂના (એટલે કે બચપણના) નામ જૂના” ઉપરથી જૂનાગઢ રાખ્યું, અને ઉપરકોટની બહાર વસેલા શહેરને પણ એ નામ મળ્યું એવી પણ એક માન્યતા છે. આમ સુલતાન “જૂનાને જાણે કે ભૂલી જઈ પ્રાચીનતાના અર્થમાં ‘જૂનાગઢને કારણે “જીર્ણદુર્ગ” “જીર્ણપ્રાકાર' જેવાં મઠારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં. એથી જ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦ પહેલાંના અભિલેખોમાં એ ઉભયે સંસ્કૃત સંજ્ઞાઓને બદલે ઉગ્રસેનગઢ ખેંગારગઢ આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી : છતાં જીર્ણદુર્ગ'ના લેખમાં મળી પણ આવે છે.” શ્રી અત્રિના ઉપલા વક્તવ્ય પરથી નીચેના નિર્ણયો તારવી શકાય : (૧) “જૂનાગઢ નામ પરથી “જીર્ણદુર્ગ એવું સંસ્કૃતિકરણ પછીથી થયું છે : અર્થાત આ કિસ્સામાં વ્યુત્પત્તિનો વ્યુત્કમ થયો છે. (૨) “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સુલતાન મહંમદ જૂના પરથી ઈ. સ. ૧૩૫૦ (ઈ. સ. ૧૩૪૭૧)માં રા'ખેંગાર ચોથાને એણે હરાવ્યા બાદ પ્રચારમાં આવી હોય. અને જૂનાગઢનો જીર્ણદુર્ગ જેવો થતો શબ્દાર્થ, બાહ્ય રૂપના ભળતાપણાને કારણે ઉદભવ્યો માનવો ઘટે. (૩) જૂનાગઢ સંજ્ઞાને સ્થાને “જીણદુર્ગ” કે “જીર્ણપ્રાકાર' જેવાં સંસ્કારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં : તે પહેલાં “ઉગ્રસેનગઢ “ખેંગારગઢ આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી. * શ્રી અત્રિની આ સ્થળે પાદટીપ ક્રમાંક ૬ આવે છે: ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય પ્રક્રિયા દ્વારા જીર્ણદુર્ગ'માંથી “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સાધી શકાય, પરંતુ અહીં એ સિદ્ધાંતનો વ્યક્રમ થયો જણાય છે.” + અત્રિ, પાદટીપ ક્રમાંક ૭ : “શાસ્ત્રી (અ) કે. કા. સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, પથિક, એપ્રિલ-મે ૧૯૬૯, પૃ. ૪૯. શ્રી કે. કા. શાસ્ત્રીનું મૂળ વિધાન આ પ્રમાણે છે : “બીજે મતે મહંમદ તઘલઘની સંજ્ઞા “જૂના' હતી તેના નામથી આ ‘જૂનોગઢ' કહેવાયું.' + અત્રિ, પાદટીપ ક્રમાંક ૮: “શાસ્ત્રી ડૉ. હરિપ્રસાદ ગુજરાતી દૈનિક વૃત્તપત્ર ““ફૂલછાબ'ના તા. ર૬-૧૨-૬૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલો લેખ.” (શ્રી શાસ્ત્રીજીનો આ લેખ મને સંદર્ભથે જોવા મળી શક્યો નથી.) Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આ ફલશ્રુતિ તત્ત્વાર્થમાં સાચી હોય તો એને જૂનાગઢના ઇતિહાસને અજવાળતું એક નોંધપાત્ર તથ્ય ગણી શકાય પરંતુ શ્રી અત્રિના નિર્ણયોને સ્વીકારતાં પહેલાં તેના ઉપલક પરીક્ષણથી ઊભા થતા કેટલાક પ્રશ્નોના સંતોષપ્રદ ખુલાસા મેળવવા જરૂરી બની રહે છે. પ્રશ્નમાલા આ પ્રમાણે રચી શકાય : ૧) “જૂનાગઢ' સંજ્ઞાનો પ્રયોગ બતાવતા જૂનામાં જૂના ઉત્કીર્ણ લેખો તેમ જ વામનાં પ્રમાણ ક્યાં છે અને કેટલાં મળે છે : ઈ. સ. ૧૩૫૦ પહેલાનાં ખરાં ? ૨) એ જ પ્રમાણે “જીર્ણદુર્ગ' અભિધાનના ઉલ્લેખો કેટલા પ્રાચીન મળે છે: ‘જૂનાગઢ માટે ઈ. સ. ૧૩૫૦ પહેલાં “જીર્ણદુર્ગ” એ સંજ્ઞા પ્રચારમાં હતી કે નહીં? ૩) “જૂનાગઢ' સંજ્ઞા “સુલતાન મહંમદ જૂના' પરથી પડી આવી છે કે “જીદુર્ગ'નું જ એ તદર્થભૂત તળપદું રૂપાંતર છે. ૪) ‘ઉગ્રસેનગઢ' કે “ખેંગારગઢ'નું ‘જૂનાગઢ' (કે પછી “જીર્ણદુર્ગ) સાથે સમીકરણ થઈ શકતું હોવાનું સીધું પ્રમાણ છે કે નહીં? આ સવાલોના હાર્દ વિશે વિચારતાં અને ઉપલબ્ધ સાધનોના પરીક્ષણથી પ્રાપ્ત થતા જવાબો હવે ક્રમબદ્ધ જોઈ જઈએ. ૧) લભ્ય અભિલેખોમાં તમને ખ્યાલ છે ત્યાં સુધી) જૂનાગઢ રૂપ મળી આવતું નથી. મધ્યકાલીન અભિલેખો તથા સંસ્કૃતમાં જ રચાતા અને વાક્ય કે પદરચના માટે ભાષાની પ્રકૃતિને લક્ષમાં લેતાં “જૂનાગઢ' શબ્દ લોકજીભે ચાલતો હોય તોપણ, ત્યાં “જીર્ણદુર્ગ કે જીર્ણપ્રાકાર’ જેવું રૂપ જ વાપરવું સુસંગત, ઔચિત્યપૂર્ણ, ઇષ્ટ ગણાય; પણ સંસ્કૃતેતર વામય–પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ સાહિત્યમાં–આવું બંધન ન હોઈ શકે, ને ત્યાં “જૂનાગઢ અભિધાન મળી આવે છે કે નહીં, અને હોય તો આવા સંદર્ભો કેટલા પ્રાચીન છે તે વિશે તપાસ ધરતાં મને બે જૂના ઉલ્લેખો હાથ લાગ્યા છે. તેમાં પહેલો ખરતરગચ્છીય ઉપાધ્યાય વિનયપ્રભની ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલી જૂની ગુજરાતી “તીર્થમાળાસ્તવનમાં : નવકારઉ નઉ સિરિપાસ મંગલક, મંગલપુરે હિ | વીરહ એ વઉણથલીયંમિ જુનઇગઢિ સિરિપાસ પહુ ! ચડિયઉ એ ગિરિગિરનારિ દીઠી નયણિહિ નેમિજણ ! નાથી એ ભવસય પાવુ જગગુર જાગિઉ પુત્રગણુ !૨વી આમાં મંગલપુરમાંગરોળ-સોરઠ)ના શ્રી પાર્થ, વણથલી (વંથળી-સોરઠ)ના શ્રી વીર, જૂનઈગઢ (જૂનાગઢ)ના શ્રી પાર્શ્વ, અને ગિરનારસ્થ શ્રી નેમિનાથને વાંઘાની નોંધ છે. બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ કાળથી એક સદી બાદના (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટી સ્તવન”માંથી. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે જૂનઈગઢી પાસ તેજલવિહાર નવપલ્લવ મંગલપુરિ મઝાર ! પુરિ પાસ રિસહ મયણી મુઝારિ ભંભિલીય સંપ્રતિ કે ગઈ વિહારી વા અહીં પણ “જૂનઈગઢી(જૂનાગઢ)ના “પાર્થ'નો ઉલ્લેખ છે. (સાથે સાથે “મંગલપુરના પ્રસિદ્ધ નવપલ્લવ પાર્શ્વનાથ, ને વિશેષમાં “પુર'(પોરબંદર)ના પાર્શ્વનાથ, “મયણી’ (મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુબિલી(ધૂમલી)ના સંપ્રતિનિર્મિત વિહારનો ઉલ્લેખ છે.) ઉપલા બંને સંદર્ભો પરથી સિદ્ધ થાય છે કે ઓછામાં ઓછું ૧૪મા શતકના છેલ્લા ચરણ જેટલા જૂના કાળમાં લોકબાનીમાં જૂનઈગઢી'માં વર્તમાન “જૂનાગઢનું સાતમી વિભક્તિનું વપરાયું હતું. પણ એ બંને રચનાઓ ઈ. સ. ૧૩૫૦ બાદની છે; તેથી “જૂનાગઢ' સંજ્ઞા સુલતાન મહંમદ જૂના' પરથી વ્યુત્પન્ન નથી જ થઈ એવું પ્રથમ દર્શને તો પુરવાર કરવા માટે તેની સાક્ષી ઉપયુક્ત નથી નીવડતી. એનાથી “જૂનાગઢ” અભિયાનની ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણની પૂર્વસીમા જ નિદર્શિત થાય છે. (૨) “જૂનાગઢને “જીર્ણદુર્ગ” તરીકે સંબોધતા ઉલ્લેખો–ઈ. સ. ૧૩૫૦ પહેલાંના–ચોક્કસ પ્રાપ્ત છે. અલબત્ત થોડી માત્રામાં ઉફ્રેંકિત લેખોમાંથી તો હજી સુધી નજરે ચડ્યા નથી, પણ સાહિત્યમાં જે મળે છે તેમાં મુખ્યત્વે આ છે : ઉપકેશગચ્છીય “સિદ્ધસૂરિના શિષ્ય “કક્કસૂરિએ સં. ૧૩૯૩ ! ઈ. સ. ૧૩૩૭માં રચેલ નાભિનંદનજીિનોદ્ધાર પ્રબંધમાં સંઘપતિ સમરાશા શત્રુંજય પર તેમણે કરાવેલ આદિજિનની પુનઃપ્રતિષ્ઠા બાદ “જીર્ણદુર્ગ” ગયાનો ઉલ્લેખ છે. એ જ ગ્રંથમાં સૌરાષ્ટ્રના અન્ય જૈન તીર્થોની યાત્રા બાદ સંઘમાં સાથે રહેલા સિદ્ધસૂરિ કંઈક રોગથી પીડિત થતાં “જીર્ણદુર્ગમાં રોકાયા હતા એવી નોંધ છે. (૩) આથી સ્પષ્ટ થાય છે કે શ્રી અત્રિએ ટાંકેલ ઈ. સ. ૧૩૭૮ અને ઈ. સ. ૧૩૮૭ના તુલ્યકાલીન અભિલેખોમાં વપરાયેલા “જીર્ણપ્રાકાર” “જીર્ણદુર્ગ એ જૂનાગઢનું સંસ્કૃતીકરણ નહીં, પણ “જૂનાગઢનું અસલી (સંસ્કૃત) નામ-સ્મરણ સંસ્કૃત રચનાઓ પૂરતું, જીવંત રહ્યાનું સૂચન કરે છે. સુલતાન મહંમદ જૂના સાથે તેનો કોઈ સંબંધ નથી જ. ભળતી નામછાયાને કારણે મુસ્લિમ ઇતિહાસકારોએ પાછળથી પોતાને અનુકૂળ એવી વ્યુત્પત્તિ કલ્પી લીધી હોય તેમ લાગે છે, જો મિરાતે અહમદીમાં કે એવા કોઈ અન્ય સાધનગ્રંથમાં એવો ઉલ્લેખ હોય તો. આથી “જૂના મિયાં'નું નામ ભુલાઈ જઈ, ‘જૂના” એટલે ગુજરાતી શબ્દ “જૂનું' એવો અર્થ કરી, પછીથી જીર્ણદુર્ગ” થયું એમ ઘટાવવા માટે કોઈ આધાર તો નથી જ, પણ પુરાણ પ્રમાણો ‘જીર્ણદુર્ગ અને જૂનાગઢને પર્યાયાર્થ-મૂલાર્થ દષ્ટિએ, સ્પષ્ટ રીતે, તદ્ભવ સંબંધથી સાંકળી દે છે. (૪) “ઉગ્રસેનગઢ ખેંગારગઢ અને “જીર્ણદુર્ગ એ એકબીજાના પર્યાયો છે તેમ સિદ્ધ કરતું મહત્ત્વનું પ્રમાણ શ્રી જિનપ્રભસૂરિની સુપ્રસિદ્ધ રચના ક્મપ્રદીપ અંતર્ગત પ્રાકૃત “રૈવત ગિરિલ્પ”માં મોજૂદ છે : तेजलपुस्स्स पूव्वदिसाए उग्गसेणगढं नाम दुग्गं जुगाइनाप्पमुह जिणमंदिररेहिल्लं विज्जइ ! નિ, ઐ- ભા. ૧-૨૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ तस्स य तिण्णि नामधिज्जाइं पसिद्धाई । इं जहा-उग्गसेणगढं ति वा, खंगारगढं ति वा, जुण्णदुग्गं ति वा ॥ કલ્પપ્રદીપનું સમાપ્તિનું વર્ષ સં૧૩૮૯ | ઈ. સ. ૧૩૩૩ આપ્યું છે. “પૈવતગિરિકલ્પ’એ પહેલાં થોડા વર્ષ અગાઉ રચાઈ ચૂક્યો હશે; જેમ કે તે ગ્રંથ અંતર્ગતનો વૈભારગિરિકલ્પ” સં. ૧૩૬૪ { ઈસ. ૧૩૦૮માં રચાયો હતો, આ સમીકરણમાં “જુણદુશ્મ' શબ્દ આપ્યો છે, “જિણદુગ્ગ' (એટલે કે જીર્ણદુર્ગ)નહીં તે વાત નોંધવી જોઈએ. પ્રાકૃત “જુણ સંસ્કૃત ‘જૂર્ણ’ પરથી આવ્યો છે; અને જૂર્ણ તેમ જ “જીર્ણ' શબ્દો પર્યાયવાચી છે. આ મુદ્દો “જૂનાગઢ' શબ્દની વ્યુત્પત્તિ નિશ્ચિત કરવા માટે અત્યંત મહત્ત્વનો બની રહે છે. આ દૃષ્ટિકોણથી જોતાં “જૂર્ણદુર્ગજુણ્યઉદુમ્મુ જૂનોગઢ'-જૂનાગઢ' એ રીતે ક્રમિક રૂપપલટો થયો હોય તેમ જણાય છે : સ્વાભાવિક લાગે છે. જૂના' ભાગ ‘જીર્ણ પરથી સીધી રીતે નહીં, પણ તેના પર્યાય “જૂર્ણ' પરથી ઊતરી આવ્યો છે અને “ગઢ” અને “દુર્ગ” એકબીજાના પર્યાય હોઈ ‘જૂર્ણદુર્ગને બદલે સારલ્યમૂલક જૂનોગઢ' અને પછીથી “જૂનાગઢ' શબ્દ લોકભાષામાં પ્રચલિત બની ગયો. ‘જૂનાગઢ'નું સાતમી વિભક્તિનું એક ઉચ્ચારણ “જૂનેગઢ' પણ વૃદ્ધજનોને કરતાં મેં બચપણમાં સાંભળેલા.(“હું પરમણે “દિ જૂનેગઢ ગ્યોતો” જેવી વાક્ય રચનામાં.) આ રૂપ “જૂની ગુજરાતી’ કે ‘ગૂર્જર ભાષામાં વપરાતું “જૂનઇગઢિ' પરથી ઉતરી આવ્યું છે. જૂનાગઢના વિવિધ નામકરણ વિશે થોડું વિચારીએ તો તેમાં ‘ઉગ્ગએણગઢ' એટલે કે “ઉગ્રસેનગઢ' એ પૌરાણિક બ્રાહ્મણીય, તેમ જ નેમિનાથ સંબંધીનાં જૈન કથાનકોને અનુસરતું પારંપરિક નામ હશે. જયારે “ખેંગારગઢ' નામ જયસિંહ સિદ્ધરાજના સમકાલીન ચૂડાસમા રા'ખેંગાર પરથી પડ્યું હશે. ખેંગારનું નામ જોડાવાના કારણમાં તો વંથળીથી જૂનાગઢ ગાદી બદલનાર રા'ખેંગારે “જૂનાગઢ'ના ઉપરકોટને સમરાવી વિસ્તાર્યો હશે તે હોવું જોઈએ. ઉપરકોટની જૂની આલંકારિક પ્રતોલીનાં લક્ષણો ૧૨મા શતકના પૂર્વાર્ધનાં હોઈ એને રા'ખેંગારની સમયની કૃતિ ગણવી જોઈએ. જ્યારે “જીર્ણદુર્ગ” કે “જુષ્ણદુગ્ગ” નામ એ સૂચવે છે કે ઉપરકોટને સ્થાને મૂળ ઘણા પુરાતન કાળનો ગઢ(રા'ગ્રહરિપુએ દશમા શતકમાં સમરાવેલ કે નવ નિર્માવેલ ?) ગઢ હશે જેનું ‘જીર્ણદુર્ગ” એવું નામ રાખેંગારના સમયના નવોદ્ધાર પછી પણ આદતને કારણે પ્રચારમાં રહી જવા પામ્યું હશે, જે છેક ‘જૂનાગઢ' નામરૂપમાં આજ દિવસ સુધી ટકી રહ્યું છે. ટિપ્પણો : ૧. આના દાખલાઓ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વિશેષ છે. મૂળ વિષય સાથે તેની બહુ ઉપયુક્તતા ન હોઈ અહીં વિગતોમાં ઊતરવું અનાવશ્યક છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે 195 2. પથિક વર્ષ 9, અંક 8-9, મે જૂન 1970, (ખાસ સૌરાષ્ટ્ર અંક), પૃ. 96-97. 3. એજન, પૃ. 96. 4. અત્રિ, પૃ. 97. 5. શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ 17, અંક 1. (ક્રમાંક 193), અમદાવાદ 15-10-51, પૃ. 21. આનું સંપાદન ભંવરલાલજી નાહટાએ સં. 1430 ! ઈસ. ૧૩૭૪ની પ્રત પરથી કર્યું છે. દ, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ 1949, પૃ. 59. સંદ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). 7, “પુરિ પાસ'નો અર્થ “પુરે પાર્થ' થાય. આમાં કહેલું ‘પુર ગામ તે “ભૂતામ્બિલિકાના રાણક બાષ્પદેવના સં. 1045 ? ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ “પૌરવેલાકુલ' અને ઉત્તર મધ્યકાલીન લેખોમાં આવતું “પુરબંદિર' એટલે કે હાલનું “પોરબંદર' હોવું જોઈએ. “પોરબંદરમાં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (સંપાદકે “પુર'ની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) 8, “મણી’ તે પોરબંદરથી 22 માઈલ વાયવ્ય આવેલું સમુદ્રતટવર્તી પુરાણું ગામ “મિયાણી(મણિપુર) જણાય છે. (સંપાદક આ ગામની સાચી પિછાન આપી શકયા નથી.) આજે “મિયાણી'માં ગામના જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના પૂર્વાભિમુખ સં. 1260 ઈ. સ. ૧૨૦૪ના લેખવાળા પૂર્વાભિમુખ મંદિરની સમીપ, પણ ઉત્તરાભિમુખ, જૈન મંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દૃષ્ટિએ ૧૩મી શતાબ્દીનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલ્લિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. 9. ઘુમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભા છે. તેમાંથી મળી આવેલ જિનપ્રતિમાનું રેખાંકન James Burgess tl Antiquities of Kathiawad and Kutch, London 1876, plate XLVI 2% 54). 10. જુઓ 59 લાલચંદ્ર ગાંધી, “શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરાસાહ,” જૈનયુગ, પુ. 1, અંક 9 વૈશાખ 1982, પૃ. 304, 11. સિઘી જૈન ગ્રંથમાલા, સં. (મુનિ જિનવિજય, શાંતિનિકેતન 1934, પૃ. 10. 12. એજન પૃ. 2. 13. આનાં પ્રમાણો અહીં રજૂ કરવાથી વિષય-વિસ્તાર થવાનો ભય હોઈ તે વાત છોડી દીધી છે. પરિશિષ્ટ પ્રા. બંસીધરે જૂનાખા સંબંધમાં નીચેની નોંધ મોકલાવી છે જે શબ્દશઃ અહીં પેશ કરું છું. “જૂનાખો”અરબીમાં “જૂના” = હિંસકપ્રાણી, ખાં = ઘર, રહેઠાણ. આપે મિરાતે અહમદીનો reference ટાંક્યો હોત તો સારું થાત. ત્યાં ફારસીના કોઈ વિદ્વાનું પાસેથી મળી રહેત. કદાચ ગિરનાર પર વાઘ-સિંહ હિંસક પશુઓ રહેવાથી “જૂના-ખાં” જેવું ફારસી-ઉર્દૂ નામ તો નથી ?'