Book Title: Jirndurga Junagadh Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ ૧૯૩ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે જૂનઈગઢી પાસ તેજલવિહાર નવપલ્લવ મંગલપુરિ મઝાર ! પુરિ પાસ રિસહ મયણી મુઝારિ ભંભિલીય સંપ્રતિ કે ગઈ વિહારી વા અહીં પણ “જૂનઈગઢી(જૂનાગઢ)ના “પાર્થ'નો ઉલ્લેખ છે. (સાથે સાથે “મંગલપુરના પ્રસિદ્ધ નવપલ્લવ પાર્શ્વનાથ, ને વિશેષમાં “પુર'(પોરબંદર)ના પાર્શ્વનાથ, “મયણી’ (મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુબિલી(ધૂમલી)ના સંપ્રતિનિર્મિત વિહારનો ઉલ્લેખ છે.) ઉપલા બંને સંદર્ભો પરથી સિદ્ધ થાય છે કે ઓછામાં ઓછું ૧૪મા શતકના છેલ્લા ચરણ જેટલા જૂના કાળમાં લોકબાનીમાં જૂનઈગઢી'માં વર્તમાન “જૂનાગઢનું સાતમી વિભક્તિનું વપરાયું હતું. પણ એ બંને રચનાઓ ઈ. સ. ૧૩૫૦ બાદની છે; તેથી “જૂનાગઢ' સંજ્ઞા સુલતાન મહંમદ જૂના' પરથી વ્યુત્પન્ન નથી જ થઈ એવું પ્રથમ દર્શને તો પુરવાર કરવા માટે તેની સાક્ષી ઉપયુક્ત નથી નીવડતી. એનાથી “જૂનાગઢ” અભિયાનની ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણની પૂર્વસીમા જ નિદર્શિત થાય છે. (૨) “જૂનાગઢને “જીર્ણદુર્ગ” તરીકે સંબોધતા ઉલ્લેખો–ઈ. સ. ૧૩૫૦ પહેલાંના–ચોક્કસ પ્રાપ્ત છે. અલબત્ત થોડી માત્રામાં ઉફ્રેંકિત લેખોમાંથી તો હજી સુધી નજરે ચડ્યા નથી, પણ સાહિત્યમાં જે મળે છે તેમાં મુખ્યત્વે આ છે : ઉપકેશગચ્છીય “સિદ્ધસૂરિના શિષ્ય “કક્કસૂરિએ સં. ૧૩૯૩ ! ઈ. સ. ૧૩૩૭માં રચેલ નાભિનંદનજીિનોદ્ધાર પ્રબંધમાં સંઘપતિ સમરાશા શત્રુંજય પર તેમણે કરાવેલ આદિજિનની પુનઃપ્રતિષ્ઠા બાદ “જીર્ણદુર્ગ” ગયાનો ઉલ્લેખ છે. એ જ ગ્રંથમાં સૌરાષ્ટ્રના અન્ય જૈન તીર્થોની યાત્રા બાદ સંઘમાં સાથે રહેલા સિદ્ધસૂરિ કંઈક રોગથી પીડિત થતાં “જીર્ણદુર્ગમાં રોકાયા હતા એવી નોંધ છે. (૩) આથી સ્પષ્ટ થાય છે કે શ્રી અત્રિએ ટાંકેલ ઈ. સ. ૧૩૭૮ અને ઈ. સ. ૧૩૮૭ના તુલ્યકાલીન અભિલેખોમાં વપરાયેલા “જીર્ણપ્રાકાર” “જીર્ણદુર્ગ એ જૂનાગઢનું સંસ્કૃતીકરણ નહીં, પણ “જૂનાગઢનું અસલી (સંસ્કૃત) નામ-સ્મરણ સંસ્કૃત રચનાઓ પૂરતું, જીવંત રહ્યાનું સૂચન કરે છે. સુલતાન મહંમદ જૂના સાથે તેનો કોઈ સંબંધ નથી જ. ભળતી નામછાયાને કારણે મુસ્લિમ ઇતિહાસકારોએ પાછળથી પોતાને અનુકૂળ એવી વ્યુત્પત્તિ કલ્પી લીધી હોય તેમ લાગે છે, જો મિરાતે અહમદીમાં કે એવા કોઈ અન્ય સાધનગ્રંથમાં એવો ઉલ્લેખ હોય તો. આથી “જૂના મિયાં'નું નામ ભુલાઈ જઈ, ‘જૂના” એટલે ગુજરાતી શબ્દ “જૂનું' એવો અર્થ કરી, પછીથી જીર્ણદુર્ગ” થયું એમ ઘટાવવા માટે કોઈ આધાર તો નથી જ, પણ પુરાણ પ્રમાણો ‘જીર્ણદુર્ગ અને જૂનાગઢને પર્યાયાર્થ-મૂલાર્થ દષ્ટિએ, સ્પષ્ટ રીતે, તદ્ભવ સંબંધથી સાંકળી દે છે. (૪) “ઉગ્રસેનગઢ ખેંગારગઢ અને “જીર્ણદુર્ગ એ એકબીજાના પર્યાયો છે તેમ સિદ્ધ કરતું મહત્ત્વનું પ્રમાણ શ્રી જિનપ્રભસૂરિની સુપ્રસિદ્ધ રચના ક્મપ્રદીપ અંતર્ગત પ્રાકૃત “રૈવત ગિરિલ્પ”માં મોજૂદ છે : तेजलपुस्स्स पूव्वदिसाए उग्गसेणगढं नाम दुग्गं जुगाइनाप्पमुह जिणमंदिररेहिल्लं विज्जइ ! નિ, ઐ- ભા. ૧-૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6