Book Title: Jirndurga Junagadh Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ ૧૯૨ નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આ ફલશ્રુતિ તત્ત્વાર્થમાં સાચી હોય તો એને જૂનાગઢના ઇતિહાસને અજવાળતું એક નોંધપાત્ર તથ્ય ગણી શકાય પરંતુ શ્રી અત્રિના નિર્ણયોને સ્વીકારતાં પહેલાં તેના ઉપલક પરીક્ષણથી ઊભા થતા કેટલાક પ્રશ્નોના સંતોષપ્રદ ખુલાસા મેળવવા જરૂરી બની રહે છે. પ્રશ્નમાલા આ પ્રમાણે રચી શકાય : ૧) “જૂનાગઢ' સંજ્ઞાનો પ્રયોગ બતાવતા જૂનામાં જૂના ઉત્કીર્ણ લેખો તેમ જ વામનાં પ્રમાણ ક્યાં છે અને કેટલાં મળે છે : ઈ. સ. ૧૩૫૦ પહેલાનાં ખરાં ? ૨) એ જ પ્રમાણે “જીર્ણદુર્ગ' અભિધાનના ઉલ્લેખો કેટલા પ્રાચીન મળે છે: ‘જૂનાગઢ માટે ઈ. સ. ૧૩૫૦ પહેલાં “જીર્ણદુર્ગ” એ સંજ્ઞા પ્રચારમાં હતી કે નહીં? ૩) “જૂનાગઢ' સંજ્ઞા “સુલતાન મહંમદ જૂના' પરથી પડી આવી છે કે “જીદુર્ગ'નું જ એ તદર્થભૂત તળપદું રૂપાંતર છે. ૪) ‘ઉગ્રસેનગઢ' કે “ખેંગારગઢ'નું ‘જૂનાગઢ' (કે પછી “જીર્ણદુર્ગ) સાથે સમીકરણ થઈ શકતું હોવાનું સીધું પ્રમાણ છે કે નહીં? આ સવાલોના હાર્દ વિશે વિચારતાં અને ઉપલબ્ધ સાધનોના પરીક્ષણથી પ્રાપ્ત થતા જવાબો હવે ક્રમબદ્ધ જોઈ જઈએ. ૧) લભ્ય અભિલેખોમાં તમને ખ્યાલ છે ત્યાં સુધી) જૂનાગઢ રૂપ મળી આવતું નથી. મધ્યકાલીન અભિલેખો તથા સંસ્કૃતમાં જ રચાતા અને વાક્ય કે પદરચના માટે ભાષાની પ્રકૃતિને લક્ષમાં લેતાં “જૂનાગઢ' શબ્દ લોકજીભે ચાલતો હોય તોપણ, ત્યાં “જીર્ણદુર્ગ કે જીર્ણપ્રાકાર’ જેવું રૂપ જ વાપરવું સુસંગત, ઔચિત્યપૂર્ણ, ઇષ્ટ ગણાય; પણ સંસ્કૃતેતર વામય–પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ સાહિત્યમાં–આવું બંધન ન હોઈ શકે, ને ત્યાં “જૂનાગઢ અભિધાન મળી આવે છે કે નહીં, અને હોય તો આવા સંદર્ભો કેટલા પ્રાચીન છે તે વિશે તપાસ ધરતાં મને બે જૂના ઉલ્લેખો હાથ લાગ્યા છે. તેમાં પહેલો ખરતરગચ્છીય ઉપાધ્યાય વિનયપ્રભની ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલી જૂની ગુજરાતી “તીર્થમાળાસ્તવનમાં : નવકારઉ નઉ સિરિપાસ મંગલક, મંગલપુરે હિ | વીરહ એ વઉણથલીયંમિ જુનઇગઢિ સિરિપાસ પહુ ! ચડિયઉ એ ગિરિગિરનારિ દીઠી નયણિહિ નેમિજણ ! નાથી એ ભવસય પાવુ જગગુર જાગિઉ પુત્રગણુ !૨વી આમાં મંગલપુરમાંગરોળ-સોરઠ)ના શ્રી પાર્થ, વણથલી (વંથળી-સોરઠ)ના શ્રી વીર, જૂનઈગઢ (જૂનાગઢ)ના શ્રી પાર્શ્વ, અને ગિરનારસ્થ શ્રી નેમિનાથને વાંઘાની નોંધ છે. બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ કાળથી એક સદી બાદના (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટી સ્તવન”માંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6