Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે || આવકાર અને ધન્યવાદ જૈન સમાજના અગ્રણી સમાજહિતચિન્તક, સિદ્ધહસ્ત લેખક, કુશળ સંપાદક અને પીઢ ઇતિહાસકાર સદ્ગત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનાં, જૈન' સાપ્તાહિક પત્રમાં પ્રગટ થયેલાં લખાણો, તેમના જ સુપુત્રના હાથે સંપાદિત થઈને, આજે ગ્રંથસ્થ થઈ રહ્યાં છે, તે બદલ હૈયે અનેરા આનંદની લાગણી અનુભવાય છે. આ લખાણો સમસામયિક વિવિધ ઘટનાઓ, પ્રવાહો અને સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને, મુખ્યત્વે, લખાયેલાં છે – એ ખરું, પરંતુ તેથી આજે તેની પ્રાસંગિકતા કે ઉપાદેયતા ઓછી છે તેવું નથી. આ લખાણોમાં ઘણું બધું એવું છે કે જે આજે પણ અત્યંત ઉપયોગી તથા મહત્વપૂર્ણ બની રહે તેવું છે, તો કેટલુંક એવું પણ છે કે જેનું મૂલ્ય ચિરકાલપર્યત ઓછું થાય તેમ નથી. આ પુસ્તકમાં સમાવાયેલાં લખાણો જૈનસંઘનાં વિવિધ અંગો, જેવાં કે સાધુઓના આચાર, પદવીઓ, સાધ્વીજીઓના પ્રશ્નો, જ્ઞાનાભ્યાસ, સંઘની તથા જૈનોની એકતા, તિથિચર્ચા – ઈત્યાદિ પરત્વે, વિશદ વિશ્લેષણ, વેધક નિરીક્ષણ, સરળ ઉપાયોની શોધ, સ્પષ્ટ અને નિર્ભીક મંતવ્ય, ઘેરી ચિંતા અને સંવેદના – આ બધું વ્યક્ત કરે છે. જો કે લેખકના બધા વિચારો સાથે સંમત થવાનું જરૂરી નથી હોતું, તો પણ આ વિચારો જ કરીને, લેખક વિચારશીલ અને સંઘ-સમાજ માટે ચિંતાશીલ લોકોને વિચાર કરતા. કી મૂકવામાં તો અવશ્ય સફળ થયા છે – થાય છે એ નિઃશંક છે. જૈન સમાજમાં વિચારધનાની હંમેશાં ખામી પ્રવર્યા કરે છે. આ સમાજ ક્રિયાશીલ જરૂર છે, પણ તેને વિચારશીલતા બહુ ઓછી ફાવે છે. એટલે સહજપણે જ રતિભાઈનાં લખાણો વાંચીને તેઓ સુધારક તેમ જ સાધુ-વિરોધી હોવાની કલ્પના સુગમતાપૂર્વક થઈ આવે. પરંતુ રતિભાઈનો નિકટનો પરિચય કરનારા સહુ કોઈને જાણ છે કે તેઓના હૃદયમાં સાધુઓ અને સાધુતા પ્રત્યે કેટલો ઊંડો અને ઉમદા રાગ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 561