Book Title: Jinendra Bhakti Vinay Gunmala Author(s): Vinayvijay Publisher: Veljibhai Muljibhai Gandhi View full book textPage 7
________________ વસ્તુને તમામ પીને સંગ્રહ કરી એક પુસ્તક પ્રગટ કરે. જેથી ફકત એકજ પુરત પોતાની પાસે રાખે અને ગમે ત્યાં બહાર ગામ જાય ત્યાં પણ સાથે ફેરવી શકે. વલી સાધુ સાધ્વીને વિહારમાં આ એકજ પુસ્તક સાથે રાખવાથી શહેરમાં હોય કે ગામડામાં હેય ત્યાં પણ જે ટાઈમે જે પર્વોની આરાધના માટે જે વસ્તુની આવશ્યકતા લાગે તે વસ્તુ આ પુસ્તકમાંથી તુરત મલી આવે. બોજ પુસ્તક કે ટાઈમે શોધવા ન પડે, અને સુલભતા થાય, તેથી આ પુસ્તક પ્રગટ કરવાની અમારી ભાવના જાગ્રત થઈ. તે અરસામાં એટલે સં. ૨૦૦૩ માં અમો અમારા ગુરૂદેવ શ્રીમદ્ આચાર્યદેવ શ્રી વિજય ભક્તિ સૂરિવરજી મહારાજ સાહેબ આદિ બહેળા પરિવાર સાથે કપડવંજ ચોમાસા માટે જતા હતા. વચમાં આંતરોલી ગામ આવે છે. ત્યાંના શ્રાવોએ ગુરૂદેવ પાસે ચાર પાંચ મુનિરાજોને ચોમાસું કરવા વિનંતી કરો, વણજ આગ્રહ થતાં ગુરૂદેવે તેમના શિષ્યરત્ન ભુવનવિજયજી ગણીવરના શિષ્ય મહાન તપસ્વી ચાલુ અઠ્ઠમના પારણે અમથી વરશીતપ કરનાર મુનિરાજ શ્રી પ્રબંધવિજયજીને તથા તેમની વૈયાવચ્ચે ભકિત માટે તથા વ્યાખ્યાન વાણી શ્રાવને સંભલાવવા માટે મુનિશ્રી વિનયવિજયજી તથા તેમના શિષ્ય મુનિ ગુણવિજયજી ઉપર પ્રમાણે ત્રણે મુનિઓને આજ્ઞા ફરમાવો. તે સાંભલી અમને ઘણુંજ આનંદ થયે જે આવા મહાન તપસ્વીની ભક્તિ વૈયાવચ્ચ વિગેરેને લાભ બાળા પરિવારમાં ન મળે તે લાભ અમને મળતા અમે પુરેપુરા ભાગ્યશાલી બન્યા. આંતરેલીના ચોમાસામાં વ્યાખ્યાન વાણું વગેરે કાર્ય પતી ગયા બાદ જ્યારે નિવૃતી મલતી ત્યારે અનેક પુસ્તકો ભેગા કરી તેની અંદરથી ખાસ જરૂર પુરતી ઉપયોગી વસ્તુને સંગ્રહ કર્યો અને તે ટાઈમ એવી ભાવના જાગ્રત થઈ જે આ પુરતક જેમ બને તેમ તરત જ છપાવી તપસ્વીના પારણુ વખતે તૈયાર કરાવી તેમના ચરણકમલમાં અર્પણ કરવું, સાથે સાથે સાથે તે ટાઈમે તપસ્વીના પારણુ વખતે સિદ્ધગિરિમાં જે જે સાધુ સાધ્વીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 502