Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 11
________________ આચાર્ય શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી ભુવનવિજયજી ગણિવરના મહાન તપસ્વી શિષ્યરત્ન મુનિ શ્રી પ્રબંધવિજ્યજી મહારાજને જીવન પરિચય ગુજરાતમાં આવેલા મેયાણ પાસે રમણિય નાનુગામ લાંઘણજ આવેલું છે. તે ગામમાં વસતા શેઠ દેવચંદ સરૂપચંદ ઘણું પ્રમાણિક ધરાગી, શાસન પ્રેમી અને અગ્રણી પોતાનું ગામડાનું જીવન સુખપૂર્વક ગુજારતા હતા. તેમની ધર્મપત્રિનું નામ શીવીબેન હતું બન્ને આત્માઓ સરલ સ્વભાવી અને ભદ્રિક મનવાલાં હતાં. તેમને ત્રણ પુત્ર પુના પુન્યથી સદગુણ હતા. મટાપુત્રનું નામ મણુલાલ રાખવામાં આવેલ હતું. અને તેમણે આ સંસાર અસાર સમજી આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય થયા અને તેમનું નામ મેઘસાગરજી રાખવામાં આવેલ. તેથી નાના પુત્રનું નામ કેશવલાલ હતું અને તેમને આચાર્ય મહારાજ કુમુદસૂરિના શિષ્ય મેરવિજયજીના શિષ્ય થયા, તેમનું નામ મુનિપ્રેમવિજયજી રાખવામાં આવેલ છે, સૌથી નાના ત્રીજા પુત્ર જેઓનો જન્મ ગામ લોંચમાં પોતાના સાળમાં થયો હતો. અને તેમનું નામ પુનમચંદ હતું, તે ઘણાજ ધર્મિષ્ઠ સરલ સ્વભાવી અને સદગુણી હતા. તેઓ મેરાણુની પાઠશાળામાં સં. ૧૯૮૧ તથા ૧૯૮૨ની સાલમાં ધાર્મિક અભ્યાસ કરી, અને તે સં૦ ૧૯૮૩ તથા સં. ૧૯૮૪ ની સાલમાં ગામ મે આદરેજમાં પાઠશાળાભણાવતા હતા અને તેમને ગામ મેડાઆદરેજમાંજ વર્ધમાન તપની ઓળીની શરૂઆત પ્રથમ કરી. અને ત્યાં સાત ઓળી પુરી કરી અને ત્યાંથી નીકળી મેસાણા પાસે ગામ ખેરવાની પાઠશાળામાં સં. ૧૯૮૫ અને સં. ૧૯૮૬ સુધી ભણાવી. અને ત્યાં રહેતાં થકાં પોતાની ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે ઘણીજ પ્રિતિ હોવાથી પોતે અને ગામના બીજા માણસને ધર્મ આરાધના સારી રીતે કરતા અને કરાવતા હતા. દીન પ્રતિદીન ધર્મ કરતા વૈરાગ્ય ઉપર પ્રીતિવાળા થયા.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 502