Book Title: Jina Stuti Chaturvinshtika Author(s): Shobhanmuni, Ajitsagarsuri Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (અર્થાનુસાર પદ ઘટના) વિગેરેથી આ ટીકા રચવાનો પ્રયાસ તેવા પ્રકારના અભ્યાસીઓને ઉદ્દેશી સફળ છે. અને આવી જાતની સફળતા ધ્યાનમાં રાખીને જ અમે આ ગ્રંથને સટીક ગુજરાતી અનુવાદ સહ અભ્યાસકોની માગણી અને સુગમતા માટે પ્રકાશિત કરવા લલચાયા છીએ. અમે આ ગ્રંથને શ્રી અજિતસાગરસૂરિ ગ્રંથમાળાના ગ્રન્થાંક ૧૭ તરીકે પ્રગટ કરીએ છીએ. આજ સુધી આ ગ્રંથમાળા અજિતસાગરસૂરિ શાસ્ત્ર સંગ્રહ-પ્રાંતીજ તરફથી બહાર પડતી હતી. તેને ગ્રંથાંક ૧૬ “ગીત પ્રભાકર” બહાર પડ્યા પછી તેની બધી વ્યવસ્થા અને દેખરેખ મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીની પ્રેરણાથી અમારે (શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિરને) હસ્તક આવવા પામી છે. તે સંબંધી કેટલાક ખુલાસે અમે અમારા રિપોર્ટમાં બહાર પાડી ચૂક્યા છીએ. આ પુસ્તકને બહોળા પ્રચાર થાય તે માટે અમે તેની પડતર કિસ્મત કરતાં ઓછી જ કિસ્મત રાખી છે. ગ્રંથાંક ૧૬માં જણાવ્યા પ્રમાણે આ એક પુસ્તક બહાર પડ્યા પછી, હવે બૅડા સમયમાં જ ‘સ્તોત્ર રત્નાકર ભાગ ૧ લે” તથા “અજિતસાગરસૂરિકૃત સ્તવનાદિ સંગ્રહ” (ગીતરત્નાકર ભાગ ૨) આ બે પુસ્તક સાથે દેવવંદન અને સુભાષિતરત્નાકર પણ અમે જનતાના હાથમાં મુકી શકીશું આ બધાં પુસ્તકોનાં વેચાણનું જે કાંઈ દ્રવ્ય આવે તે તેના ખર્ચ પુરતું પણ ભાગ્યે જ હશે. ઉપરાંત બીજા પણ કેટલાંક પુસ્તક આચાર્યશ્રીનાં રચેલાં દરેક વિષયનાં–અત્યંત ઉપયોગી અપ્રગટ પડયાં છે તો તેને પણ છપાવવા અમે ઇરાદે રાખીએ છીએ તો, તે પુસ્તકો ઓછી કિસ્મત કે ભેટ તરીકે આપી શકીએ એમ બને માટે, આશા છે કે ઉદાર ગૃહસ્થ આવા જ્ઞાન પ્રચારના કાર્યમાં પિતાની લક્ષ્મીને સદુપયોગ કરવા ઉદાર હાથ લંબાવે. અમને આ ટીકાની પ્રત આચાર્યશ્રીના પ્રિય શિષ્યરત્ન મુનિ શ્રીહેમેન્દ્ર સાગરજીએ આપી અને આ પુસ્તકનું સંશોધન પણ તેમણે જ કર્યું છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 301