________________
૩૨૦
જૈન તીર્થ સર્વસંગ્રહ આ હાટબજારમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક આજુએ ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજી બાજુએ શ્રીનેમનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. મૂળ મંદિરમાં બે પ્રાચીન પ્રતિમાઓ દશમા સૈકાની છે ને બીજી મૂર્તિઓ ઉપર સં. ૧૫૪ર ના લેખે વિદ્યમાન છે. મૂળ મદિરની ચારે બાજુએ મળીને કુલ ૪૨ દેવકુલિકાઓ છે. મંદિરની આગળ એક ચોમુખ દેવળ છે, તેની આગળ રાયણવૃક્ષ છે. દેરીમાં પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. : - મંદિરની પાછળ આવેલા બગીચામાં પાંચ દેરીઓ છે, જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રીઅભયદેવસૂરિ અને દાદાજી વગેરેનાં પગલાં પધરાવેલાં છે. અહીં ૫૦. જેનેની વસ્તી અને ૨ ધર્મશાળાઓ છે. '
૧૭૭. તાલનપુર
(કોઠા નંબર : ૩રરપ૩રર૬) - દાહોદ સ્ટેશનથી ૭૩ માઈલ અને કુકસીથી રમાઈલ દૂર તાલનપુર નામે પ્રાચીન તીર્થસ્થળ છે. એનું પ્રાચીન નામ તંગિયાપત્તન અથવા તારણપુર. સેળમી શતાબ્દીના આરંભમાં અહીં સારી આબાદી હતી એથી જ શ્રીપરમદેવાર્યનું ચતુર્માસ અહીં થયું હતું અને તેમણે આ સ્થળે “શ્રીમહાવીર જિનશ્રાદ્ધકુલક” નામને ગ્રંથ લખ્યું હતું, તેની પિકામાં આ પ્રકારે ઉલ્લેખ કરેલું છે— * __" सं० १५२८ वर्षे आश्विनसिते ५ तिथौ तुंगियापत्तने लिखितमिदं श्रीमहावीरजिनश्राद्धकुलकं परमदेवार्येण स्वपरपठनार्थम् ।।" ૧. સં. ૧૯૧૬માં અહીંના એક ખેતરના સેંયરામાંથી ૨૫ જિનપ્રતિમાઓ નીકળી હતી. કુકસી જૈનસંઘ સં. ૧૫૦ માં
શિખરબંધી મંદિર બંધાવ્યું, જેમાં એ મૂર્તિઓ પધરાવવામાં આવી. આ પ્રતિમાઓ ઉપર લેખ નથી પરત એની રચનાપદ્ધતિ ઉપરથી આ પ્રતિમાઓ વિક્રમની છઠ્ઠી–સાતમી શતાબ્દીની માલમ પડે છે. મૂળનાયક શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાન ઉપર આ પ્રકારે લેખ છે –
" स्वस्ति श्रीपार्श्वजिनप्रसादात् संवत् १०२२ वर्षे मासे फाल्गुने सुदिपक्षे ५ गुरुवारे श्रीमान् श्रेष्ठिसुराजराज्ये प्रतिष्टितं श्रीवप्पभट्टिमूरिभिः तुंगोयापत्तने ॥" ૨. બીજું મંદિર શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી છે. સં. ૧૯૦૩ માં એને જીર્ણોદ્ધાર થયે છે. મૂળનાયકની . જમણી તરફથી ચોથી પ્રતિમાના આસન ઉપર સં. ૬૧૨ ને લેખ આ પ્રકારે વાંચવામાં આવ્યો છે –
" संवत् ६१२ वर्षे शुभचैत्रमासे शुक्ले च पंचम्यां तिथौं भौमवासरे श्रीमंडपदुर्गे मध्यभागे तारापुरस्थितपार्श्वनाथप्रासादे, गगनचुंबी(बि)शिखर श्रीचंद्रप्रभबिस्य प्रतिष्ठा कार्या प्रतिष्टाकर्ता च धनकुवेर शा० चंद्र सहस्य भार्या जमुनापुत्रश्रेयोथै प्र० जगच्चंद्रसूरिभिः ॥ "
આ શિલાલેખથી આ મૂર્તિ માંડવગઢની પાસેના તારાપુરની હોવાનું જણાય છે, જે તત્કાલીન જેની સ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. અહીં કાર્તિકી ૧૫ અને ચૈત્રી ૧૫ ના રોજ મેળા ભરાય છે. * આ ગામની ચારે બાજુના ભૂમિપ્રદેશ ઉપર લગભગ બમ્બે માઈલ સુધી જિનાલયે અને મકાનોના સુંદર નકસીદાર પથ્થરે નીકળી આવે છે, જેનાથી આ સ્થળની પૂર્વકાલીન આબાદીનું અનુમાન કરી શકાય છે. અહીંની ગેખડા વાવડી અને તળાવને ઘાટ એની પ્રાચીન સમૃદ્ધિનું ભાન કરાવી રહ્યો છે.'
અહીં જેનું એક ઘર નથી, પણ રા માઈલ દૂર આવેલા કુકસીમાં ૩૫૦ જેની વસ્તી છે. ૪ ઉપાશ્રયો અને ૨ ધર્મશાળા છે, એમાં ૬ જિનાલય છે. તેમાંનું શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સ. ૧૩૧૭ માં અંધાવેલું મનાય છે.