________________
ઉજ્જૈન
૩૩
સૂરની પ્રવૃત્તિ શ્રીકાલાચાર્યની સુકૃપાનું જ ફળ હતું. શ્રીસિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્યનું બિરૂદ મેળવનાર રાજવીની સભાના એક વિદ્વરત્ન હતા.
આ નગરીની પ્રસિદ્ધિ આવી અનેક ઘટનાઓને આભારી છે પરંતુ વિશેષ ઉલ્લેખનીય ઘટના, જેના કારણે આ -નગરી જેન તીર્થ રૂપે ગવાઈ છે તે અવંતિસુકુમાલનું સ્મારક છે. આર્ય સુહસ્તિસૂરિએ અહીંના અવંતિકાશ્વનાથ તીર્થની સ્થાપના કરી, જે વિશે જેન ગ્રંથમાં આ પ્રમાણે હકીકત મળે છે:
આર્ય સુહસ્તિસૂરિ ઉજજૈન આવ્યા ત્યારે ભદ્રા શેઠાણીના પુત્ર અંતિસુકમાલે નલિનીગુલ્મ વિમાનનું વર્ણન સાંભળ્યું ને તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું. સૂરિજી પાસે પ્રતિબંધ પામી તેમણે દીક્ષા લીધી પરંતુ સાધુસમાચારીને ચિરકાળ પાળવાને અશક્તિમાન હોવાથી તેમણે ગુરુ પાસેથી અનશન કરવાની આજ્ઞા મેળવી. તેમણે જંગલમાં કંથારિકા કુડંગ પાસે અનશન લઈ તપશ્ચર્યા આદરી. કાર્યોત્સર્ગસ્થ આ ધ્યાની મુનિના શરીરને શિયાળિયાં ધીમે ધીમે ફેલી ખાઈ ગયાં.
આ કરુણ ઘટનાથી વૈરાગ્ય પામી ભદ્રા માતા અને અંતિસુકમાલની બત્રીશ રાણીઓ પૈકીની એક સગર્ભા હતી, તેને છેડીને બધાએ દીક્ષા લીધી. સગર્ભા રાણીએ મહાકાલ નામના પુત્રને જન્મ આપે. તેણે શ્રી આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશથી વીરનિર્વાણ સંવત્ ૨૫૦ લગભગમાં ક્ષિપ્રાના કાંઠે પ્તિાના સ્મારકરૂપે શ્રીઅવંતિપાર્શ્વનાથનું ગગનચુંબી વિશાળ મંદિર બંધાવ્યું, જે મહાકાલ મંદિર’ના બીજા નામથી પણ ઓળખાતું હતું. આ જૈન મંદિર પુષ્યમિત્રના સમયમાં મહાદેવના મંદિરમાં પરિવર્તન પામ્યું. શ્રીસિદ્ધસેન દિવાકરે એ મંદિરમાંથી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી અને તેમના ઉપદેશથી એ મંદિરનો જીર્ણોદ્ધાર થયે.
આ ઘટનાને પ્રાચીન એવા શ્વેતાંબર આગમેથી લઈને ચૂર્ણિ, ટીકાઓ, પ્રબંધ અને કથાઓમાં થોડા ફેરફાર સાથે એકસરખો ઉલ્લેખ મળે છે. એ પ્રાચીન ગ્રંથે અને અદ્યતન સ્થિતિના અવલોકન સ્વરૂપ તુલનાત્મક દ્રષ્ટિએ છે. શાટે કાઉ વિક્રમ સ્મૃતિ ગ્રંથમાં “જેન સાહિત્ય ઓર મહાકાલ મંદિર” શીર્ષક લેખમાં જે પ્રમાણે આપી ફિલિતાર્થ ઘટાવે છે એને સાર અહીં આપ ઉપયુક્ત ગણાશે. પ્રાચીન એવા “સંથારપછણય” નામના જૈન ગ્રંથમાં એ ઘટનાને ઉલ્લેખ આ પ્રકારે છે –
" उन्जेणीनयरीए, अवंतिनामेण विस्सुओ आसी । पाओवगमनिवन्नो, सुसाणमझम्मि एगंतो॥ तिन्नि रयणीए खइओ, भल्लंकी रुट्टिया विकड्ढती । सोवि तह खजमाणो, पडिबन्नो उत्तम अष्टुं ॥"
–ઉજૈની નગરીમાં અવંતિ નામે વિખ્યાત પુરુષ હતા. તેણે સ્મશાનમાં એકાંત સ્થળે સમાધિમરણ અંગીકાર કર્યું. રુટ શિયાળણીએ અવંતિને ત્રણ રાત સુધી ચૂંથી નાખીને ખાધે. આ પ્રમાણે ભક્ષિત હોવા છતાં તેણે ઉત્તમાર્થ પ્રાપ્ત કર્યો. આ હકીકતના અનુસંધાનમાં “મરણસમાહિઈય”માં ઉલ્લેખ છે કે –
" मरणम्मि जस्स मुक्कं, सुकुलुमगन्धोदयं च देवेहिं । अञ्जवि गंधबई सा, तं च कुडंगीसरट्ठाणं ॥"
–તેમના મરણ સમયે દેવતાઓએ ઉત્તમ ફૂલ અને સુગંધિત પાણી વરસાવ્યું. આજે પણ તે ગંધવતી નદી -અને કુડંગીસરનું સ્થાન વિદ્યમાન છે.
ઉપર્યુક્ત ગધવતી અને આ નામને ઘાટ ક્ષિપ્રાના પ્રવાહની પૂર્વ દિશામાં આવતી પાર્શ્વનાથના જૈન મંદિર પાસે આજે વિદ્યમાન છે. આ ગ્રંથની ચૂણિમાં જણાવ્યું છે કે –
" तीसे पुत्तो तत्थ देवकुलं करोति, तं झ्याणि महाकालं जातं । लोकेणं परिग्गहितं ॥" –તેના પુત્રે ત્યાં દેવમંદિર બંધાવ્યું તે હવે મહાકાલ બની ગયું. અન્યધમીઓએ તે ગ્રહણ કર્યું આ મહાકાલે બંધાવેલા જિનમંદિરને શિવેએ ગ્રહણ કર્યું ત્યારે વિક્રમાદિત્યના સમકાલીન સિદ્ધસેન દિવાકરે