________________
૪૫૪
જૈન તીર્થ સર્વસંગ્રહ નિર્વાણપદ પામ્યા હતા. અહીં મેતા, અઈમુત્તા, પન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, અભયકુમાર, નંદિણ, અર્જુનમાલી, કવન્ના, જંબુસ્વામી, પ્રભાસ,શય્યભવસૂરિ, પુણિયા શ્રાવક વગેરે અનેક નામાંક્તિ મહાપુરુ થઈગયા ને આ તીર્થની ખ્યાતિ વધારી ગયા.
અજાતશત્રુ-કણિકે પિતા બિંબિસારના મરણથી આ નગરીને ત્યાગ કર્યો અને ચંપાપુરી નામે નવી નગરી વસાવી. આથી રાજગૃહને સઘળે વૈભવ ચંપાપુરીમાં ઊભરાવા લાગે.
- ખારવેલના શિલાલેખથી જણાય છે કે, ખારવેલે પિતાના રાજકાળના આઠમા વર્ષે રાજગૃહ ઉપર ચડાઈ કરી તેને પિતાના અધિકારમાં લીધી હતી.
ઈ. સ. ની પ્રારંભિક અથવા પૂર્વ શતાબ્દીમાં પારાથી એક આર્થિકા-સાધ્વીઓને સંઘ આ તીર્થની યાત્રા માટે આવ્યું હતું. તેમાં ધીવરી પુતિગંધા પણ એ સંઘમાં હતી, જે પાછળથી કુલ્લિકા-સાધ્વી બની હતી. તે અહીંની નીલગુફામાં સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું.'
મધ્યકાળમાં બૌદ્ધધર્મ આ દેશમાં રાજ્યાશ્રય મેળવી ખૂબ ફાલ્યો; તેના કારણે બોદ્ધ વિહારે આ પ્રદેશમાં અસ્તિત્વમાં આવ્યા. ફાહિયાનના સમય(પાંચમા સૈકા)માં આ નગર નાશ પામેલી સ્થિતિમાં હતું.
વિકમની નવમી શતાબ્દીમાં થયેલા કનોજના આમ રાજાએ રાજગુડ ઉપર ચડાઈ કરીને ૧૨ વર્ષ સુધી ઘરે ઘાલ્યું હતું, પરંતુ તે રાજગૃહને કબજે લઈ શક્યો નહતું. આખરે આમના પુત્ર દંદુન્ના પુત્ર ભેજરાજાએ રાજગૃહને પિતાના અધિકારમાં લઈ ભસ્મસાત્ કરી મૂક્યું. ભસ્મીભૂત થયેલું આ નગર નવીન રાજગુડ હશે કેમકે પુરાણા રાજગૃહને તે વર્ષો અગાઉ નાશ થઈ ચૂક્યો હતે.
એ પછી રાજગૃહ ફરી વસ્યું હોય એમ જણાય છે. આચાર્ય દેવસૂરિ, જેઓ સ્વર્ણકીર્તિ નામે દિગંબર મુનિ હતા, તેઓ રાજગૃહમાં આચાર્ય રાશિલસૂરિ પાસે દીક્ષા લઈ તાંબર મુનિ થયા હતા અને પિતાની પ્રતિભાથી આચાર્ય બની છવદેવસૂરિ તરીકે ખ્યાતિ પામ્યા હતા.
સં. ૧૩૫ર માં વા. શ્રીરાજશેખર ગણિ રાજગૃહની યાત્રાએ આવ્યા હતા, અને રાજગૃહ પાસેના ઉદ્દડવિહાર નગરમાં ચતુર્માસ રહ્યા હતા જ્યાં તેમણે નંદિમહોત્સવ, માલારોપણ વગેરે ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યાં હતાં.
શ્રીજિનપ્રભસૂરિએ સં. ૧૩૬૪ માં અહીંના વૈભારગિરિનું જાતમાહિતીનું વર્ણને પિતાના “વિવિધતીર્થકલ્પ'માં આપેલું છે. ખરતરગચ્છીય “ગુર્નાવલી થી જણાય છે કે, સં. ૧૩૮૩ ના ફાગણ વદિ ૯ ના દિવસે જાહેરમાં શ્રીજિનકુશળસૂરિએ, મંત્રિદલીય ઠ. પ્રતાપસિંહના પુત્ર 8. અચલસિંહે ભરાવેલાં, રાજગૃહના વૈભારગિરિના ચતુર્વિશતિ જિનાલયના મૂળનાયક ૫ શ્રી મહાવીર સ્વામી આદિ અનેક પાષાણ અને ધાતનાં જિનબિંબ, ગુરમૂતિઓ અને અધિષ્ઠાયક દેવતાઓની પ્રતિષ્ઠા કરી હતી. વિપુલગિરિ પર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર 8. મંડનના પુત્ર દેવરાજ અને વછરાજે બનાવેલું તેની માહિતી સં. ૧૪૧૨ ની એક ભેટી પ્રશસ્તિથી જાણવા મળે છે. “વિજ્ઞપ્તિ મહાલેખથી જણાય છે કે, શ્રીલોકહિતાચા સં. ૧૪૩૧ માં રાજગૃહમાં આવી પાંચે પહાડીઓની યાત્રા કરી હતી. સ. ૧૫૦૪ માં શ્રી શુભશીલ ગણિએ અહીંનાં ઘણુ જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રતિષ્ઠિત મૂર્તિઓ વૈભારગિરિનાં ખંડિયેરમાં, સ્વર્ણગિરિ અને નાલંદાનાં મંદિરમાં હજી સુધી વિદ્યમાન છે. સં. ૧૫ર૪ માં શ્રીમાલ શ્રાવક છીતમલે વિભારગિરિના શિખર પર ધન્ના-શાલિભદ્રની મૂર્તિઓ, અગિયાર ગણધરની પાદુકાઓ તેમજ ગુરુ શ્રીજિનભદ્રસૂરિની પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રીસિદ્ધસેનસૂરિ, શ્રીસંગમસૂરિ, શ્રીમુનિપ્રભસૂરિ વગેરેએ રચેલાં સ્તુતિતેત્રમાં રાજગૃહને તીર્થ તરીકે ઉલ્લેખ આપે છે. શ્રીજિનવર્દનસૂરિએ પંદરમી શતાબ્દીમાં રચેલી “તીર્થમાળામાં રાજગૃહ તીર્થનું સુંદર વર્ણન કર્યું છે. સં. ૧૫૬૫ માં શ્રીહંસલેમ, સં. ૧૬૫૭ માં શ્રી જયકીર્તિ, સં. ૧૬૬૪ માં શ્રીજયવિજય, સત્તરમી શતાબ્દીમાં શ્રીવિજયસાગર, સં. ૧૭૪૬ માં શ્રી શીતવિજય, સં. ૧૭૫૦ માં શ્રી સૌભાગ્યવિજય અને ઓગણીસમી શતાબ્દીમાં શ્રીઅમૃતધર્મ ગણિએ રચેલી તીર્થમાળાઓમાં રાજગૃહ તીર્થની મહત્તા ગાઈ છે. એ મહનીય ભવ્ય નગર આજે તે જૈન તીર્થ સિવાય નામશેષ બનેલું છે. પછાત કેમનાં કેટલાંક મકાને સિવાય અહીં બીજી વસ્તી નથી.
૧. શ્રી. કાંતાપ્રસાદ જેનઃ જૈન તીર્થ ઔર ઉનકી યાત્રા.” .