________________
Celebrating Jain Society of Houston Pratishtha Mahotsav 1995
પ્રતિષ્ઠા મહો સવ
પ્રભુ પ્રતિમાનો પ્રતિષ્ઠા
પંડત ધીરજલાલ ડાહ્લાલ મેહતા
અનંત કાળમાં થયેલા શ્રી અનંત ર્તીથંકર ભગવન્તોનો આપણા ઉપર સંસાર તરવાનો માંગ બતાવવા રૂપ અનંત ઉપકાર છે. પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં એકેક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી કાળમાં ચોવીસ ર્તીથંકર ભગવન્તો થાય છે. હાલની વંતમાન અવપણી કાળમાં શ્રી ઋષભદેવ પ્રભુ થી શ્રી મહાવીરસ્વામી પ્રભુ સુધીના કુલ ૨૪ ર્તીથંકર ભગવન્તો થયા છે. સર્વ ર્તીથંકર ભગવન્તોએ કેવલજ્ઞાન યા પછી પ્રતિદિન સતત જે ધર્મદેશના આપી તેના પ્રતાપે અનેક મહા મા જીવો સ્વઃપરનું આ માક લ્યાણ કરનારા બન્યા છે. સંસાર તરી સર્વકર્મોનો ક્ષય કરી શુધ્ધ બુધ્ધ સર્વથા નિવારણ થઇ શાત્રવત આ મસુખને પામ્યા છે.
આ
જ્યારે ભૂમિ ઉપર પ્રભુ વિચરતા હોય ત્યારે તેઓ સાક્ષાત ઉપકારી છે. તેને ભાવનિક્ષેપ કહેવાય છે. તેઓની ગેરહાજરીમાં તેઓના ગુણોને યાદ કરવામાં નિ િતભૂત તેઓની પ્રતિમા ઉપકારી છે. તેને સ્થાપના નિક્ષેપ કહેવાય છે. પ્રભુની ગેરહાજરીમાં પ્રભુની પ્રતિમા દર્શનીય પૂજનીય અને ગુણોની સ્મૃતનો હેતુ મનાય છે.
માતા પિતા આદિ ઉપકારી વડીલો દર્શનીય છે. રાજ્ય અને લોકોના સંસારિક સુખ માટે જીવનનો ભોગ અપપનાર રાજનેતાઓ ના ફોટા અને મૂર્તિ દર્શનીય છે. તે જ રીતે આત્માનો સંસારમાંથી ઉધ્ધાર કરી સાચી તરવાની દિશા બતાવનાર પરમ માની મૂર્તિ પણ દર્શનીય વંદનીય અને પૂજનીય છે. આ કલિયુગમાં તો પ્રભુજીની પ્રતિમા જ ઉપકારી હોવાથી પ્રભુસરખી છે. તેની જાળવણી માટે તથા તેની સુરક્ષા માટે 'મંદિર' બનાવવું પણ અ યાવશ્યક છે.
ઘણા લોકોને એમ લાગે છે કે મૂર્તિની પુજા કરવામાં અને મંદિર બનાવવામાં હિંસા થાય છે. તો તે કેમ આવકાર્ય કહેવાય? તેનો
ઉત્તર એ છે કે આ સ્વરૂપહિંસા છે તેનાથી અનુબંધહિંસા ટળે છે. જ્યારે અનુબંધહિસા દૂર થતી હોય યારે સ્વરૂપહિંસા અકોન્ટે યાજય બનતી નથી. આ મામાંથી રાગ દ્વેશ મોહ કષાય આદિ દુર્ગુણો ઓછા થવા અને સદ્દગુણો પ્રાપ્ત થવા એ અનુબંધહિંસાનો . ત્યાગ કહેવાય છે. જેમ ગુરૂમહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવા જઇએ અને આવીએ તેમાં સ્વરૂપહિંસા છે તો પણ અનુબંધહિંસા દુર થાય માટે આવકાર્ય છે તેમ અહીં પણ સમજવું તથા મુનિ મહા માઓ છ કાચના રક્ષક છે કોઇ પણ જાતની હિંસા ન કરનારા છે. તો પણ એક વધુ ગામમાં રહેવાથી રાગ દ્વેશ થાય ત અનુબંધહિંસા છે, તે ન થાય તેટલા માટે વિહાર કરે રસ્તામાં નહીં આવે તો ઉતરે તે સ્વરૂપહિંસા છે. અનુબંધહિંસા ત્યજવામાં સ્વરૂપહિંસા ગૌણ છે. તેમ મૂર્તિ મંદિરમાં પણ અનુબંધહિંસા યજાય છે. માટે સ્વરૂપહિંસા ગૌણ બને છે. તથા વળી મંદિર મૂર્તિ શ્રાવકો જ બનાવે છે કે જેઓ માત્ર નિરપધારી પ્રસકાયની હિંસાના જ યાગી છે સ્થાવરકાયની હિંસાના દ યાગી ની
ઘણા લોકો એવો પ્રશ્ન પણ કરે છે કે પ્રભુ વીતરાગી છે. ત્યાગી છે તેમની મૂર્તિને મુગટ કુંડલ અંગરચના આભૂષણ આદિ કેમ? પરંતુ આ મુગટ કુંડલ ઇ યાદિ પ્રભુની રાજ્ય અવસ્થા છે. આવા મુગટબધ્ધ નથી છતાં તેને અસાર સમજી પ્રભુ યાગી બન્યા. હું એવો મુગટબધ્ધ નથી છતાં યાગી બની શક્તો નથી. એવી ઉપમા સમજવા આ અંગરચના છે. આપણી કરાયેલી અંગરચનાથી પ્રભુ વીતરાગીને બદલે રાર્ગી બની જતા નથી. આ કેવલી પૂવની
અવસ્થાવિશેષ છે.
Jain Education International
જો મૂર્તિ મંદિર હોય તો જ નાના મોટા બાળકો યુવાનો ભક્તિમાં જોડાય મારે પણ સંસાર તજી પ્રભુ થવાનું છે. એવો આદર્શ
સમજે સંસારને અસાર સમજે, ધર્મમાં જોડાવાનો અને ધર્મનાં બીજ રોપવાનો આ એક માર્ગ બને સજજનમાણસોનો સંપર્ક વધે. સ સંગની પ્રાપ્તિ થાય સ્વાધ્યાયની વૃધ્ધિ થાય દુર્ગુણો અને કુટેવો ઓછી થાય આપણના ઉપર મહાન ઉપકાર છે એમ સમજે. ઇ યાદિ ધણા લાભો મૂર્તિ મંદિરની સ્થાપનામાં છુપાયેલો છે.
પ્રભુની મૂર્તિ બનાવ્યો. પછી તેમાં પ્રભુત્વ આરોપવા માટે જનશલાકા વિધિ કરવામાં આવે છે. ઉતમ સોનાની સળી દ્વારા
પ્રભુપણાનું વિધિ કરવામાં આવે છે. ઉ તમ સોનાની સળી દ્વારા પ્રભુપણાનું વિધિપૂર્વક મંત્રોચ્ચાર યુક્ત અંજન આંજવામાં આવે છે. યારથી પ્રભુની આ મૂર્તિ ગણાતી નથી પરંતુ પ્રભુજ છે એમ કહેવાય છે. અભેદોપચાર થાય છે. તયારથી તે મૂર્તિ પ્રભુ જ હોવાથી દર્શનીય વંદનીય અને પૂજનીય બને છે. સ્નાન વસ્ત્ર અને શરીરાદિની શુધ્ધિ વિના સ્પૃશ્ય ગણાતી નથી. શરીરાદિની શુધ્ધિ હોય તો જ સ્પૃશ્ય ગણાય છે. અન્યથા આશાતના થાય છે. તેની દૃષ્ટિમાં આહાર નિહાર શયન કરાતાં નથી.
આવા પ્રકારની આશાતનાથી બચવા માટે જ આવી પ્રભુની મૂર્તિને મંદિરમાં બીરાજયમાન કરાય છે. ગભારા આદિના ભાગમાં પ્રસ્થાપિત કરાય છે તેને પ્રતિષ્ઠાવિધિ કહેવાય છે. પ્રભુજીને
યોગ્ય ઉચા આસને આશાતના ન થાય તે રીતે બીરાજમાન કરવા તે જ પ્રતિષ્ઠા કહેવાય છે. આ પ્રતિષ્ઠાવિધિ પ્રસંગે સંઘનો અનેરો ઉત્ સાહ હોય છે. સૌ પોત પોતાની શકિત અનુસારે પ્રભુની ભકિત પૂજામાં જોડાય છે. બાળકો સ્ત્રીઓ અને નવજીવનો ધર્મ પામે છે. ધર્મ ન સમજતા હોય તેઓ પણ ધર્મ પામે છે. જૈનેતર લોકો પણ આવા પ્રકારની પ્રભાવના જોઇને જૈનધર્મ પામે છે અને તેની ભૂરિ સૂરિ અનુમોદના કરે છે. રથયાત્રા સાધર્મિકવા સભ્ય અને ગામ જમણ આદિ કાર્યો દ્વારા સલલોકો હષધેલા થાય છે. જેમ રાજા રાજયગાદી ઉપર બીરાજમાન થતા હોય યારે ગામના સમસ્ત લોકો હર્ષના હીલોળે ચડે છે તેમ પ્રભુ જ્યારે બીરાજમાન થતા હોય અર્થાત પ્રભુની પ્રતિષ્ઠાવિધિ હોય ત્યારે ગામનાં અંતરારા કર્યો દૂર થાય છે. અને દિન પ્રતિદિન સંસારિક સુખ સંપ િતથી પણ ગામની વૃધ્ધિ થાય છે.
"A lie is a coward's way of getting out of trouble"
Page 137
For Private & Personal Use Only
(Author Unknown)
www.jainelibrary.org