Book Title: Jain Society Houston TX 1995 11 Pratistha
Author(s): Jain Society Houston TX
Publisher: USA Jain Society Houston TX

View full book text
Previous | Next

Page 184
________________ Celebrating Jain Society of Houston Pratishtha Mahotsav 1995 ૌદ ગુણ સ્થાની નીતિન મહેતા આત્મવિકાસના ચૌદ સોપાન એવા ચૌદ ગુણસ્થાનની વાત એ જૈન દર્શનનું એક અનન્ય પ્રદાન છે. જિનદર્શન, પૂજા, તપ, સ્વાધ્યાય, ઘર્મશ્રવણ અને અન્ય સમગ્ર વ્યવહારધર્મનો એકમાત્ર ન્મોત્યાન છે. એ અપેક્ષાએ, લયની સ્પષ્ટ સમજ હોય તો વ્યવહારઘર્મ વધુ ધ્યેયલક્ષી અને પરિણામદાયી બની શકે. જ્યારે આત્મવિકાસની વાત કરીએ ત્યારે આપણે બે અંતિમો પ્રતિ દ્દષ્ટિપાત કરીએ છીએ.નીચેની તરફ આધ્યાત્મિક વિકાસનો સદંતર અભાવ છે તો સૌથી ઉપ૨ પૂર્ણ, આત્યંતિક આત્મવિકાસ છે. વિકાસની આ આખી પ્રકિયા એ આત્માના સ્વભાવને આવરીને રહેલા ચાર ઘાતી કર્મો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયના ક્ષયોપકામની પ્રક્રિયા છે, અથવા તો એમ પણ કહી શકાય કે ક્રોધ, માન, માયા અને લોભરૂપી ચાર કષાયોને સતત સીલ કરતા જવાની પ્રક્રિયા છે. કષાયોની તીવ્રતાને શાસ્ત્રકારોએ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલનીયના ઉતરતા ક્રમમાં દર્શાવી છે. આ તીવ્રતાના ઘટવા સાથે આત્મા વઘારેને વઘારે શુદ્ધિનો અનુભવ કરે છે. એટલે કે કષાયોની તીવ્રતાનો ઊતરતો કમ એ આત્મશુદ્ધિનો ચઢતો દમ છે. અહિં એટલું સમજી લઈએ કે ક્ષય એટલે કર્મની તેટલી નિરા-કર્મ દલિ કોનું આત્માના પ્રમોથી અલગ થઇ જવું, ઉપકામ એટલે કર્મદલિ કોનું શાંત થઇ જવું કે કામ જેમ પાણીમાં માટી બેસી જવાથી પાણી ઉપરથી વાઢ થઇ જાય પણ વસ્તુતઃ માટી હજી પાણીની અંદર જ છે. તેમાં ક્યાં થોડો ભય અને થોડો ઉપકામ હોય એને સુયોપશમ કહેવાય.. અનંત કાળ બહા૨ સુખ શોધ્યા પછી જ્યારે જીવ અંદર તરફ વળે છે, પોતાની અંદર સખની શોધ કરે છે ત્યારથી આ યાત્રાની શરૂઆત થાય છે. આ યાત્રામાં ઘણા = આવે છે. પર્વતારોહકની જેમ ચડતા પડતા ધીમે ધીમે જીવ ઉપર તરફ ગતિ કરતો જાય છે. જ્યારે ગુણસ્થાનની વાત કરીએ ત્યારે એ સ્વીકારવું ૨હયું કે દરેક આત્મામાં અલ્પારી પણ ગુણ છે. ભલે બહુ થોડી પણ સાચી સમજ છે. ચૌદ ગુણસ્થાન નીચે પ્રમાણે છે. () મિથ્યાદષ્ટિ ગણસ્થાન જેની તત્વતા વિપરીત હોય, અયથાર્થ હોય તે મિથ્યાદષ્ટિ જીવ છે. આવા જવનું આ ગુણસ્થાન છે. નિગોદના અનંતા જીવો આ ગુણસ્થાનમાં હોય છે. આ ગણસ્થાન પ૨ આત્મા અનંત કાળ સુધી રહી શકે છે. (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનઃ આ ગુણસ્થાનને પડતી દશાના જીવો સ્પ છે. જે જીવો ક્ષયને બદલે ઉપશમથી સમ્યકત્વ પામ્યા હોય છે એટલે કે ક્યાં દફનમોહનીયના કર્મદલિકોની નિર્જરા થવાને બદલે ઉપશમન થયું હોય છે એ જીવો સમ્યકત્વનો થોડો સ્વાદ બાકી હોય એવી આ મધ્યવર્તી સ્થિતિ અનુભવે છે. અહિં પહેલા ગુણસ્થાનની અપેક્ષાએ જીવોનો મયોપશમ થોડો અધિક હોય છે. (૩) મિશ્રદષ્ટિ ગુણસ્થાન આ ગુણસ્થાનમાં જીવનું દર્શન અસ્પષ્ટ હોય છે. અમુક અપેક્ષાએ એ સમ્યકત્વનો અને અન્યથા મિથ્યાત્વનો અનુભવ કરતો હોય છે. "Listen and you will hear, look and you will see, think and you will speak: These are the fundamental tenety of any religion" (Author Unknown) Page 168 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218