Book Title: Jain_Satyaprakash 1955 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ | વર્ષ : ૨૧ હવે રહી ધાર્મિક દૃષ્ટિ. આ સંબંધે તેની નજર કાંતે શેઠ આણંદજી કલ્યાણજી તરફ કે શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફ જ રહેવાની. કેમકે દેવાલયા અંગે પેઢી અગ્રદે છે અને ધાર્મિક પ્રશ્નો અંગે પ્રાિંનધિત્વ ધરાવતી કાન્ફરન્સ છે. આ બન્ને સસ્થાઓએ હવે વધુ પ્રમાણમાં લાંખી નજરે કામ કરવાની અને એ માટે વધુ જાગૃત થવાની જરૂર છે. સૌ પ્રથમ પેઢીના મુરબ્બીઓને આગ્રહભરી વિનંતી કરીએ કે શીખોની અકાલી શિરામણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિનું બંધારણ ધ્યાનમાં રાખી માત્ર અમુક તીર્થોનો જ નહીં પણ સારાયે ભારતવર્ષના મેટાં-નાનાં તીર્થોના, તેમજ ચમત્કારિક દેવાલયેા અને શિલ્પ–કળા-કારીગરીવાળા સર્વ પ્રાસાદા, તેમજ સર્વ કલ્યાણક ભૂમિના વહીવટ પાતાની દેખરેખ હેઠળ વહેલી તકે લેવાના એ નિર્ણય કરે. એ સર્વ ઉપર માલિકી હક્ક શેઃ આણંદજી કલ્યાણજીના જ હાય. શેઠ આણંદજી કલ્યાણ એટલે ભારતવર્ષને અખિલ જૈન શ્વેતાંબર સધ. જો દીર્ઘદર્શિતાથી આ વાત નહીં વિચારાય તો પ્રાંતાના મનફાવતા કાનૂન્નેમાં આપણે આ ધાર્મિક વારસો ગૂંગળાઈ જશે. કદાચ સારા વહીવટના અભાવે હાથમાંથી સરી પણ જશે. વહીવટી જવાબદારી સ્થાનવતી નજીકના સધ-સભ્યાની સમિતિને સોંપાય અને એ માટે બજેટ નક્કી કરાય. આમ કરવામાં મુશ્કેલીએ નથી એમ ન ગણાય, છતાં જે પેઢીના શ્રદ્ધાસંપન્ન કાર્યવાહકા દેશ–કાળને અનુરૂપ ફેરફારા પાતાનાં બંધારણમાં કરશે, અને આમ કરવા પાછળનો શુભ હૅતુ જુદાં જુદાં વહીવટી તંત્રોને સમજાવશે તે એમાં કંઈ જ મુશ્કેલી નડવાની નથી. આજે પણ વહીવટ જુદો હાવા છતાં કેટલાંક મુખ્ય તીથીને દ્દિાર પેઢીને કરાવવા પડે છે. આજે પણ દેવસ્થાન સંબંધી ટાઇ પ્રશ્ન ખડા થતાં પેઢી તરફ નજર જાય છે જ. જો વ્યવસ્થિત તંત્ર, પૂર્ણ વિચારણા કરી ઊભું કરવામાં આવશે તે આજે ગૃહારના નામે કેટલાક સ્થળે મનગમતા ખર્ચા થઇ રહ્યા છે. અરે, ઐતિહાસિક અવશેષો કાંતા શોભાના નામે નાશ પામી રહ્યાં છે અથવા તા એ ઉપર ચૂનાના લપેડા કરાવવામાં આવે છે, તે અટકી જશે, સંભાળ લેનારના અભાવે કળામય ચીજો અસ્તવ્યસ્ત બની ખેંચાઇ જાય છે તે બચી જશે અને સંરક્ષણ વ્યવસ્થિત હશે તો એ ઉપર સરકારને નજર નાખવાપણું નહીં રહે. કેાટાની મૂર્તિ મ્યુઝિયમમાં ગઇ તેવું બનવા નહીં પામે, આમ કરવા જતાં ખરચની જવાબદારી વધશે તેમ આવકનાં સાધના પણ આંખ નીચે આવી જશે. આંખ સામેના ખનાવની ઉપેક્ષા કરી આપણે જો પાણી પહેલાં પાળ નહીં ખાંધીએ તેા, વારસા જે રહ્યો છે તે પણ ગુમાવી એસીશું. બિહાર સરકારનું બિલ અને એ અંગે પાવાપુરી તીર્થ માટે ઊભી થયેલી મુશ્કેલીની વાતને કંઈ બહુ વર્ષો વીત્યાં નથી. એ ઉપરથી ખાધપાઠ ગ્રહણ કરી આપણે સવેળા જાગવાની જરૂર છે. આ સંબંધમાં સારાયે ભારતવર્ષની નજર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર ચોંટે છે અને વિવિધ દષ્ટિબિન્દુથી તપાસતાં તે ઇષ્ટ પણ છે. તેની અત્યાર સુધીની કાર્યવાહી દેવસ્થાના અને તીર્થોના સંરક્ષણની મર્યાદામાં રહેલી છે અને ઉપરની બાબત પણ એમાં જ સમાય છે. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ માટે જાત જાતના ધાર્મિક તેમજ સામાજિક કાયડાએ ઉપસ્થિત થાય અને એ સારુ એને ઠરાવે પણ કરવા પડે, એમાં ન્યાય ન મળે તો ખીજા પગલાં પણ લેવાની જરૂર રહે; એટલે એ પૂર્વે વર્ણવેલા વારસાના વહીવટમાંથી મુક્ત હાય એ લાભદાયી છે. [ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28