Book Title: Jain_Satyaprakash 1955 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- રોય, કૂતરો ને સંન્યાસી - લેખક –શ્રીયુત જયભિખુ એક દિવસ સવારનો સમય હતો. એક સંન્યાસી સરયુ નદીમાં તારાસ્નાન કરવા આવ્યો ખૂબ નિરાંતે નાહ્યો, વસ્ત્ર ધોયાં ને પવિત્ર થઈને હાથમાં પૂજાની સામગ્રી સાથે બહાર આવ્યું. નદીતટ પરથી એક ધેરી રસ્તા શહેર તરફ જતો હતો. આ રસ્તા પર એક મેટે કૂતરે બેઠો હતો. એ પણ તાજું સ્નાન કરીને આવ્યા હતા. આખા શરીર પર પાણી ભરેલું હતું. શરીર પરના પાણીને લૂછવા એની પાસે કંઈ સાધન નહોતું. એણે પાણી ઉડાડવા પિતાના સ્વભાવ પ્રમાણે આખું શરીર ધુણાવ્યું. રૂંવાટીમાં ભરાયેલાં જલબિંદુ ઊડી ઊડીને આઘે સુધી પડ્યાં. એ જ વખતે પેલે સંન્યાસી સ્નાનાદિથી શુદ્ધ થઈ ત્યાંથી નીકળ્યો. કૂતરાના શરીરના થોડાક છાંટા તેના દેહ પર પડી. તરત જ સંન્યાસીના ચહેરા પર ક્રોધનાં વાદળો ઘેરાઈ ગયાં, ને ગુસાની વીજળી ગરજવા લાગી. સંન્યાસી બેલ્યો : “રે દુષ્ટ ! તેં મારો પવિત્ર દેહ અભડાવ્યો !' કૂતરે નમ્રતાથી બોલ્યો: “મહારાજ ! હું તાજો નાલે છું. પાણી ઉડાડવા મેં મારી રીત મુજબ મારું શરીર હલાવ્યું. આપને છાંટા જરૂર ઊળ્યા, પણ એથી મારે લેશ પણ ઈરાદો આપને અપવિત્ર કરવાને નહેતા !' સંન્યાસી ગઈને બેલ્યો: “રે મૂર્ખ ! તું એક બ્રાહ્મણને ને એક કૂતરાને ભેદ સમજ. નથી. ખરી રીતે તારે ધોરી રસ્તાથી દૂર રહેવું જોઈતું હતું.' કૂતરે બોલ્યો : “અમે ખૂણે ભરાઈ રહીએ તે અમને જમાડવા માટે કઈ જગાડવા ન આવે. આ ધોરી રસ્તે જ અમારાં પેટ પાણીને સરળ માર્ગ છે. આપે સંભાળીને ચાલવું જોઈતું હતું, મહારાજ !' કૂતરાના આ સવાલ-જવાબ સાંભળી સંન્યાસીના ગુસ્સાને પાર ન રહ્યો. તે ગઈને બેલ્યો : “નાલાયક, મને શિખામણ આપે છે? લે જા, તારી ધૃષ્ટતાનું ફળ !” એમ કહી બગલમાં ધ્યાન ધરવા માટેની પવનપાવડી હતી, એનાથી એણે કૂતરાને ત્રણ-ચાર પ્રહાર કર્યો. કૂતરે એના જાતસ્વભાવ પર ન ગયે, બલકે નમ્રતાથી બોલ્યો; “સંન્યાસી મહારાજ ! ભારે વાંક નથી, છતાં તમે મને માર્યો, ભગવાન રામચંદ્રજીના રાજમાં આવે જુલમ ન ચાલે. હું રામદરબારમાં તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ. ભગવાન રામ ન્યાય તોળશે. એ ન્યાય તેળાય તે પહેલાં તમે ચાલ્યા જાઓ તે, તમને રામદુહાઈ છે. ' રામદુહાઈ સાંભળી સંન્યાસીના પગ ન ઊપડયા. બંને જણે ન્યાય તોળાવવા રામદરબાર ભણી રવાના થયા. રામદરબારનાં દ્વાર અભંગ હતાં. ગમે તે ફરિયાદી ગમે ત્યારે આવી દાદ માગી શકતે. દરબારની બહાર, એક સાંકળ સાથે મોટો ઘંટ લટકાવેલું હતું. કોઈ પણ એ ઘંટ વગાડતું કે સ્વયં રાજા રામ આવીને ઊભા રહેતા. ગમે તેની ફરિયાદ સાંભળતા ને કોઈની શરમ કે શેહ વગર ન્યાય ચૂકવતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28