Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક] સમ્રાટ વિક્રમાદિત્ય [, ૧૧૧ B सामज्ज, खंदिलायरियं ।-(दुस्समाकालसमणसंघथयं गा. ११) C તળિઃ શfreો વીતવાન – તપગચ્છ પટ્ટાવળી, પટ્ટાવલી સમુચ્ચય ૫, ૪૬) (२) A थेरस्स णं अजधम्मस्ल कासवगुत्तस्स अजसंडिले थेरे अंते वासी। _B તે ઘરે સ્ટિટા—િ (વીસૂત્ર જા. ૩૩) આમાંના પહેલા સ્કંદિલાચાર્ય વિક્રમપૂર્વે બીજી સદીમાં થયા છે. કદાચ તેઓ વિદ્યાધર શાખાના હશે, કિન્તુ પાદલિપ્ત કુળના તે નથી જ. યદિ સંમજિજ્ઞ ને સ્થાને પાદલિપ્ત કુળ લખાયું હોય તો આ. સિદ્ધસેનજી તેઓના પ્રશિષ્ય અને વિક્રમની પહેલી સદીમાં થયા છે એય સુમેળ સાધી શકાય છે. બીજ કંદિલાચાર્ય કલ્પસૂત્રના આધારે સંભવતઃ વજી શાખાના અને વિક્રમની થી સદીના આચાર્યું છે. એટલે તેઓ વિદ્યાધર શાખાના કે પાદલિપ્તકુળના નથી એ પણ ની વાત છે. આ સિવાય ત્રીજા સ્કંદિલાચાર્ય થયા છે કે નહીં તેનો કશો ઉલ્લેખ મળતો નથી. (૮) પ્રભાવક ચરિત્રમાં તેઓના સમકાલીન ત્રણ રાજાઓનાં નામો મળે છે: ૧. ઉજજૈનના વિક્રમાદિત્ય, ૨. ભરુચના રાજા બલમિત્રને પુત્ર ધનજય, અને ૩. કર્માર નગરને રાજા દેવપાળ. ઉપરનાં પ્રમાણે જણાવે છે કે–આ. સિદ્ધસેન તે ચોથી સદી પહેલાંના આચાર્ય છે. - હવે આપણે મૂળ વાત પર આવીએ. વિક્રમની સભાનાં નવ રને બતાવાય છે જે વાસ્તવમાં સમકાલીન પુરુષો નથી જ, તે પછી તેઓને વિક્રમ પણ સારો વિક્રમાદિત્ય કેમ બની શકે? એશિઆટિક રીસર્ચીઝ પુ. ૯, પૃ. ૧૧૭ માં ભેજ રાજાને પણ વિક્રમ તરીકે ઓળખાવ્યો છે એટલે આ વિક્રમ તે વૃદ્ધભેજ જ છે એમ કેટલાક વિદ્વાને માને છે. સ્પષ્ટ છે કે આ નવરત્નવાળો વિક્રમ તે વિક્રમ સંવતને નાયક નથી. ગુપ્તવંશીય દ્વિતીય ચંદ્રગુપ્ત-વિક્રમાદિત્ય મી. વેબર, વિલ્વડ, વલસન, કનીંગહામ, યાકેબી, કીથ, મેકડોનલ્ડ અને મી. રેપ્સનના મતે બીજે ચંદ્રગુપ્ત જ સંવતનાયક વિક્રમાદિત્ય છે, જેને સમય ગુપ્ત સં. ૯૦ (વિ. સં. ૪૬૫, ઈ. સ. ૪૦૯) લગભગ છે. શ્રીયુત રાખલદાસ વન્ધોપાધ્યાય ગુપ્તવંશને પરિચય કરાવે છે કે ઈ. સ.ની ચોથી સદીના પ્રથમ ચરણમાં શ્રીગુપ્તને પુત્ર અને લિચ્છવીને જમાઈ ઘટોત્કચગુપ્ત નામને સાધારણ રાજા હતા. ત્યાર પછી અનુક્રમે પ્રથમ ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત, દ્વિતીય ચંદ્રગુપ્ત (વિક્રમાદિત્ય), કુમારગુપ્ત (મહેન્દ્રાદિત્ય), સ્કંદગુપ્ત (વિક્રમાદિત્ય), પુરગુપ્ત, નરસિંહગુપ્ત (બાલાદિત્ય), દ્વિતીય કુમારગુપ્ત (ક્રમાદિત્ય), ત્રીજે ચંદ્રગુપ્ત (દ્વાદશાદિત્ય), વિષ્ણુગુપ્ત (ચંદ્રાદિત્ય) વગેરે ગુપ્તવંશીય રાજાઓ થયા. જેઓના વિવિધ જાતના સિક્કાઓ મળે છે (પૃ. ૧૫૨ થી ૧૮૫ ) તેમાં ખાસ કરીને દિતીય ચંદ્રગુપ્ત, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 244